Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
ઇંગ્લંડને વિકટેરિયા યુગ
૯૦૧ મળી રહે છે કેમ કે સામાજિક દુનિયામાં તે તે સર્વોપરી હોય છે. સાચે જ, રાજદરબારેનું સમગ્ર વાતાવરણ અધિકારવાદ, ઊંચાનીચા દરજજા, વર્ગો, પદવીઓ તથા ઈલકાબ વગેરેથી વ્યાપ્ત હોય છે. અને તે જ આખા દેશ માટે વ્યવહારનાં ધોરણે નકકી કરે છે. સામાજિક સમાનતા તથા વર્ગોની નાબૂદી સાથે એ સુસંગત નથી. અંગ્રેજ લેકોનું માનસ ઘડવામાં તેમજ તેમની પાસે ભિન્નભિન્ન સામાજિક વર્ગોને સ્વીકાર કરાવવામાં ઇંગ્લંડના રાજદરબારની ભારે અસર અને હિસે છે એમાં લેશ પણ શંકા નથી. અથવા એમ કહેવું વધારે સાચું છે કે, દુનિયાના લગભગ બધા મોટા મોટા દેશમાંથી રાજાશાહી નાબૂદ થઈ ગઈ હોવા છતાં ઇંગ્લંડમાં તે કાયમ રહી છે એનું કારણ એ છે કે ત્યાં આગળ લેકેએ ઊંચાનીચા દરજજાના વર્ગોવાળી સામાજિક વ્યવસ્થા માન્ય રાખી છે. “પ્રત્યેક અંગ્રેજને “લૉર્ડ' એટલે કે, સ્વામી પ્રિય છે” એ પુરાણી વાયકા છે અને એમાં ઘણું સત્ય રહેલું છે. યુરોપ તથા અમેરિકામાં તેમ જ જાપાન અને હિંદુસ્તાન સિવાય એશિયામાં પણ બીજે ક્યાંય વર્ગ વર્ગ વચ્ચેના ભેદ ઈંગ્લેંડ જેટલા તીવ્ર નથી. રાજકીય લેકશાહી અને ઉદ્યોગવાદમાં ભૂતકાળમાં ઈંગ્લેંડ સૌથી મોખરે હોવા છતાં આજે તે સામાજિક ક્ષેત્રમાં આટલું બધું પછાત અને આટલું બધું સ્થિતિચુસ્ત છે એ ખરેખર આશ્ચર્યકારક છે.
બ્રિટિશ પાર્લમેન્ટને “પાર્લમેન્ટની જનેતા” કહેવામાં આવે છે. એની કારકિર્દી બહુ લાંબી અને ઉજજ્વળ છે અને ઘણી બાબતમાં રાજાની આપખુદી સામે લડવામાં તેણે પહેલ કરી છે. રાજાની આપખુદીને ઠેકાણે હવે પાર્લમેન્ટના શ્રીમંતનું શાસન આવ્યું એટલે કે મૂઠીભર જમીનદારે અને શાસકવર્ગને અમલ શરૂ થયો. લોકશાહીનું તે ધજાપતાકા અને ગાજનવાજન સાથે એ પછી આગમન થયું. અને ઘણું ખેંચતાણ બાદ આમની સભામાં પ્રતિનિધિઓ ચૂંટી મોકલવા માટે વસતીના મોટા ભાગને મતાધિકાર આપવામાં આવ્યો. પરંતુ વ્યવહારમાં એથી કરીને પાર્લામેન્ટ ઉપર આમજનતાની નહિ પણ શ્રીમંત ઉદ્યોગપતિઓની સત્તા કાયમ થઈ અને લેકશાસનને બદલે ત્યાં આગળ શ્રીમંતવર્ગને અમલ શરૂ થયે.
શાસન કરવા માટે તેમ જ કાયદા ઘડવા માટે બ્રિટિશ પાર્લામેન્ટ વિચિત્ર પ્રકારની પદ્ધતિ વિકસાવી. આ પદ્ધતિ તે બે પક્ષોની પદ્ધતિ. એ બે પક્ષો વચ્ચે ઝાઝે તફાવત નહે. ઉભય પક્ષ પરસ્પર વિરોધી સિદ્ધાંતના સમર્થક નહતા. બંને ધનિક વર્ગના પક્ષે હતા અને પ્રચલિત સામાજિક વ્યવસ્થા ઉભયને માન્ય હતી. એક પક્ષમાં જના જમીનદાર વર્ગનું પ્રમાણ વધારે હતું અને બીજામાં ધનિક કારખાનાંના માલિકનું. પરંતુ નામના ફેરફાર સિવાય તેમની વચ્ચે ઝાઝા તફાવત નહોતે. એક પિતાને “ટોરી’ પક્ષ કહેવડાવતે અને બીજો “વીગ” પક્ષ કહેવડાવતે. ૧૯મી સદીના પાછલા ભાગમાં તે પક્ષે પોતાને અનુક્રમે
કન્ઝરવેટિવ” અને “લિબરલ’ નામથી ઓળખાવવા લાગ્યા. ૪–૧