Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન - યુરોપ ખંડના બીજા દેશોમાં પરિસ્થિતિ બિલકુલ ભિન્ન હતી, ત્યાં તે જુદી જુદી વિચાર-પ્રણાલી અને કાર્યક્રમવાળા પક્ષે હતા અને તેઓ પાર્લામેન્ટમાં તેમ જ બહાર એકબીજા સામે ઝનૂનથી લડતા હતા. પરંતુ ઇંગ્લંડમાં તે બધું કૌટુંબિક વ્યવહાર જેવું હતું. ત્યાં તો વિરોધ એ પણ સહકારનું જ એક સ્વરૂપ હતું અને દરેક પક્ષ વારાફરતી સત્તા ઉપર આવતે અને વિરોધ પક્ષ બનતે. ગરીબ અને તવંગર વચ્ચેને ખરે ઝઘડે તથા વર્ગવિગ્રહ પાર્લામેન્ટમાં દેખા દેતે નહોતે કેમ કે તેના બંને મેટા પક્ષે શ્રીમંત વર્ગના પક્ષો હતા. ત્યાં આગળ લેકલાગણી ઉશ્કેરે એવા મહત્ત્વના ધાર્મિક પ્રશ્નો નહતા તેમ જ યુરોપ ખંડના દેશમાં હતા તેવા ભિન્ન ભિન્ન જાતિને લગતા કેમી કે રાષ્ટ્રીય પ્રશ્નો પણ ત્યાં નહેતા. ૧૯મી સદીના છેવટના ભાગમાં આયર્લેન્ડના રાષ્ટ્રવાદી સભ્યએ ખરેખર લાગણી ઉશ્કેરે એવું તત્ત્વ પાર્લામેન્ટમાં દાખલ કર્યુંકેમ કે તેમને માટે આયર્લેન્ડની આઝાદી એ રાષ્ટ્રીય સવાલ હતે.
- આવા બે મોટા અને સમર્થ પક્ષે પાર્લામેન્ટ માટેના ઉમેદવારે ઊભા કરતા હોય ત્યારે કોઈ રડ્યાખડ્યા સ્વતંત્ર ઉમેદવાર કે કઈ નાના મંડળના સભ્યને માટે પાર્લમેન્ટના સભ્ય તરીકે ચૂંટાવું અતિશય કપરું થઈ પડે છે. લેકશાસન અને મતાધિકાર હોવા છતાંયે ગરીબ બિચારા મતદારને એમાં કશે જ અવાજ નહોતું. તેની ઈચ્છામાં આવે તે આ બેમાંના એક પક્ષના ઉમેદવારને મત આપે અથવા કોઈને પણ મત ન આપતાં ઘર આગળ બેસી રહે. વળી પાર્લમેન્ટના પક્ષના સભ્યને પણ ઝાઝી સ્વતંત્રતા હોતી નથી. તેમને પણ તેમના પક્ષના આગેવાની સૂચના અનુસાર પાર્લામેન્ટમાં પોતાના મતે આપવાના હોય છે અને એ ઉપરાંત તેઓ ઝાઝું કરી શકતા નથી. કેમ કે સામા પક્ષને હરાવીને તેની પાસેથી સત્તાનાં સૂત્રે ખૂંચવી લેવા માટે તેઓ એ રીતે જ પિતાના પક્ષને સંગઠિત અને બળવાન બનાવી શકે. આ સંગઠન અને એક્ય અમુક દૃષ્ટિએ ઠીક છે એમાં શક નથી પણ એને સાચું લેકશાસન તે ન જ કહી શકાય.
વળી જેને લેકશાસનની પ્રગતિના ઉદાહરણ તરીકે વારંવાર રજૂ કરવામાં આવે છે તે ઈગ્લેંડમાં પણ લેકશાસનને ઝળકતી ફતેહ નથી મળી એ આપણે જોઈ શકીએ છીએ. પ્રજાએ પોતાના ઉપર શાસન કરવાને માટે ઉત્તમ પુરને કેવી રીતે પસંદ કરવા એ રાજકારણના મહાન પ્રશ્નને સતિષકારક ઉકેલ ત્યાં પણ નથી શોધાયો.
વ્યવહારમાં તે લેકશાસન એટલે મોટા પ્રમાણમાં બૂમબરાડા અને જાહેર વ્યાખ્યાને. આ રીતે ગરીબ બીચારા મતદારને જેને વિષે તે કશું જાણતા નથી હેત એવી વ્યક્તિને પસંદ કરવાનું સમજાવવામાં આવે છે. સામાન્ય ચૂંટણીને જેમાં અનેક પ્રકારનાં વચને આપવામાં આવે એવી જાહેર હરાજી તરીકે