Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઈતિહાસનું રેખાદર્શન ઈગ્લેંડ પાસેથી આ રીતે નાણાં ઉછીનાં લેનાર દેશે તેનું વ્યાજ કેવી રીતે ભરતા હતા ? અહીં પણ એ દેશે તે સેના કે ચાંદીમાં ભરતા નહોતા. વરસે વરસ વ્યાજ ભરવા માટે તેમની પાસે આ ધાતુઓ પૂરતા પ્રમાણમાં નહોતી. એટલે તેઓ માલ આપીને વ્યાજ ભરતા. પરંતુ એ માટે તેઓ તૈયાર માલ નહોતા આપતા, કેમ કે તૈયાર અથવા પાક માલ પેદા કરવામાં તે ઈંગ્લેંડ સૌ દેશથી આગળ હતું એટલે ખોરાકની વસ્તુઓ અને કાર્ચ માલ આપીને તેઓ ઇંગ્લેંડ પાસેથી લીધેલી મૂડીનું વ્યાજ ભરતા. એ દેશેમાંથી ઈંગ્લંડ તરફ ઘઉં, ચા, કેફી, માંસ, સૂકા મે, દારૂ, રૂ અને ઊન વગેરેને અખલિત પ્રવાહ વહ્યા કરતે.
બે દેશ વચ્ચે વેપાર એટલે ઉભય દેશના માલની પરસ્પર લેવડદેવડ અથવા વિનિમય. પરંતુ એક દેશ હમેશાં પિતાનો માલ વેચ્યા જ કરે અને બીજો હમેશાં ખરીદ્યા જ કરે એ સ્થિતિ લાંબે વખત ટકી ન શકે. જે એમ કરવાને પ્રયાસ કરવામાં આવે તે માલની કિંમત સેના કે ચાંદીમાં પતાવવી પડે અને ચેડા જ વખતમાં એ ધાતુઓ ખૂટી પડે અથવા તે આ એકતરફી વેપાર આપોઆપ બંધ થઈ જાય. બે દેશો વચ્ચેના વેપારમાં તે માલની પરસ્પર લેણદેણ અથવા તે વિનિમય થાય છે. આ વિનિમય આપોઆપ અમુક રીતે ગેઠવાઈ જાય છે અને પરિણામે કઈ વખત એક દેશ લેણદાર બને છે તે વળી બીજી વખત બીજો દેશ લેણદાર બને છે અથવા કોઈ વખતે એથી ઊલટું પરિણામ પણ આવે છે. જે આપણે ઇંગ્લંડને ૧લ્મી સદી દરમિયાનને વેપાર તપાસીશું તે જણાશે કે એ અરસામાં તેની નિકાસ કરતાં આયાત વધારે હતી. એટલે કે, તે બહોળા પ્રમાણમાં માલ પરદેશ મોકલતું હતું ખરું પરંતુ એકંદરે તે એથી વધારે કિંમતને માલ બહારથી આણતું હતું; એમાં ફેર માત્ર એ હતું કે, તે તૈયાર અથવા પાકે માલ પરદેશ ચડાવતું હતું અને તેને બદલે મુખ્યત્વે કરીને કાચા માલ અને ખાદ્ય પદાર્થોની, આયાત કરતું હતું. આમ દેખીતી રીતે વેચવા કરતાં વધારે કિંમતનો માલ તે ખરીદતું હતું અને એમ હોય તે વેપાર કરવાની એ સારી રીત નથી. પણ વસ્તુતાએ તેની વધારાની આયાત છે તે તેણે ધીરેલાં નાણાંના નફા તરીકે આવતી હતી. એ તે તેના દેવાદાર દેશે તથા હિંદ જેવા તાબાના દેશે તરફથી આવતી ખંડણી હતી. - તેના રોકાણને બધે જ નફે કંઈ ઈગ્લડ આવતું નહોતું. તેને મોટો ભાગ તે દેવાદાર દેશમાં જ રહે. બ્રિટિશ મૂડીદારો તે જ દેશમાં ફરીથી તે રોકતા. આ રીતે ઇંગ્લંડમાંથી નવી મૂડી કે ન માલ મોકલ્યા વિના જ તેના પરદેશના રેકાણુનું પ્રમાણ દિનપ્રતિદિન વધતું જ ગયું. રેલવે, નહેર તથા બીજા અનેક ઉદ્યોગમાં ઈંગ્લડે કરેલાં અઢળક રોકાણો વિષે આપણને