Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન મુલક રશિયાને એકી કાઢ પડ્યો. પરંતુ જો સુંગ–ચાંગ નામના ચીની સેનાપતિએ મધ્ય એશિયામાં યાકુબ બેગ સામે ચલાવેલી અસાધારણ લડતને એ વસ્તુ આભારી હતી. આ સેનાપતિએ બહુ ધીરે-આસ્તે પિતાનું કામ ચલાવ્યું. તેણે ધીરે ધીરે આગળ કૂચ કરી અને બળવાખોરોની સમીપ તે પહોંચ્યો ત્યાં સુધીમાં ઘણાં વરસ વીતી ગયાં. બે વખત તે તેણે પોતાના સૈન્યને ખેરાકી પૂરી પાડવા માટે અનાજની વાવણી કરીને તેની લણણી થાય ત્યાં સુધી તેને એક સ્થાને થોભાવી રાખ્યું હતું ! લશ્કરને ખેરાકી પૂરી પાડવાનું કામ બહુ મુશ્કેલ હોય છે અને ગેબીનું રણ વટાવતી વખતે તે તે અતિશય કપરું થઈ પડયું હશે. આથી સેનાપતિ સેએ એ મુશ્કેલીને અવનવી રીતે ઉકેલ કાવ્યો. પછીથી તેણે યાકુબ બેગને હરાવ્યું અને બળવાને અંત આણે. એમ કહેવાય છે કે, કાશગર, તુરકાન અને મારકંદની તેની લડાઈમાં લશ્કરી દૃષ્ટિએ ભારે આશ્ચર્યકારક હતી. | મધ્ય એશિયામાં રશિયા સાથેના ઝગડાનો સંતોષકારક તડ આપ્યા પછી ચીની સરકારને માટે પિતાના તરફ વિસ્તરેલા પરંતુ વેરણબેરણ થતા જતા સામ્રાજ્યના બીજા એક ભાગમાં મુશ્કેલી ઊભી થઈ. એ મુશ્કેલી ચીનના ખંડિયા રાજ્ય અનામમાં ઊભી થવા પામી. તેના ઉપર ક્રાંસની બદદાનત હતી. આથી કાંસ અને ચીન વચ્ચે લડાઈ સળગી. આ પ્રસંગે પણ દુશ્મનને સારી રીતે સામનો કરીને તથા કાંસથી દબાઈ ન જઈને ચીને સૌને તાજુબ કરી મૂક્યા. ૧૮૮૫ની સાલમાં એ બંને દેશો વચ્ચે સંતોષકારક સંધિ થઈ
ચીને પ્રાપ્ત કરેલી નવી શક્તિનાં આ ચિની સામ્રાજ્યવાદી સત્તાઓ ઉપર સારી પેઠે અસર થવા પામી. ચીન ૧૮૬૦ની પિતાની કમજોરીમાંથી ફરી પાછું ટટાર થતું હોય એમ લાગવા માંડયું. ત્યાં આગળ સુધારાની વાત થવા લાગી અને ઘણું લેકે એમ ધારવા લાગ્યા કે, ચીને હવે પોતાની દિશા બદલી છે. આ જ કારણથી, ૧૮૮૬ની સાલમાં બ્રહ્મદેશ ખાલસા કરતી વખતે એ દેશ તરફથી ચીનને દર દશ વરસે મોકલવામાં આવતી હમેશ મુજબની ખંડણી ભરતા રહેવાનું ઇંગ્લડે વચન આપ્યું.
પરંતુ ચીનના ભાગ્યને પાસે ફરવાને હજી ઘણી વાર હતી. હજી ઘણું નામેશી તથા યાતનાઓ સહેવાનું તેના નસીબમાં લખેલું હતું; હજી તેને વિચ્છેદ થવાનું હતું. તેના સૈન્ય તથા નૌકાકાફલાની દુર્બળતા એ ચીનને વ્યાધિ નહોત; તેનું દરદ તે એથી વધારે ઊંડું ઊતરેલું હતું. તેની સમગ્ર આર્થિક તેમ જ સામાજિક રચના છિન્નભિન્ન થઈ રહી હતી. હું તને આગળ કહી ગયા, છું તેમ ૧૯મી સદીના આરંભમાં જ્યારે મંચુ શાસકોની સામે ગુપ્ત મંડળો ઊભાં થવા લાગ્યાં હતાં ત્યારે જ ચીનની દશા બગડી હતી. પરદેશી વેપાર તથા ઔદ્યોગિક દેશના સંસર્ગની અસરથી પરિસ્થિતિ વધારે બગડવા પામી.