Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જાપાન રશિયાને હરાવે છે
૭૭૫ લાગણી અનુભવી અને તેણે રશિયા તરફ વધારે આક્રમણકારી વલણ ધારણ કર્યું. તેણે માગણી કરી કે મંચૂરિયામાંથી રશિયન લશ્કર ખેંચી લેવાવું જ જોઈએ. પરંતુ તે સમયની બેવકૂફ રશિયન સરકાર જાપાન તરફ તુચ્છકારની નજરે જોતી હતી અને જાપાન તેની સામે કદીયે યુદ્ધમાં ઊતરશે એમ તેણે માન્યું નહિ.
૧૯૦૪ની સાલના આરંભમાં એ બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થયું. જાપાન તે એ યુદ્ધને માટે સંપૂર્ણપણે તૈયાર હતું. અને જાપાનની પ્રજા તેમની સરકારના પ્રચાર તથા સમ્રાટપૂજાના તેમના ધર્મથી ઉત્તેજિત થઈને દેશપ્રેમની ભાવનાથી ભભૂકી ઊઠી. જ્યારે રશિયા યુદ્ધ માટે જરાયે તૈયાર નહોતું અને તેની આપખુદ સરકાર પ્રજા ઉપર નિરંતર દમન ચલાવીને જ શાસન કરી શકતી હતી. દોઢ વરસ સુધી આ યુદ્ધ ચાલુ રહ્યું અને એ દરમ્યાન એશિયા, યુરોપ અને અમેરિકા એ ત્રણે ખંડે સમુદ્ર તેમ જ જમીન ઉપર જાપાનના વિજયે નિહાળી રહ્યા. ભારે સંહાર અને આશ્ચર્યચકિત કરે એવાં બલિદાનનાં કૃત્યો પછી પિટ આર્થર જાપાનને હાથ આવ્યું. રશિયાએ યુરોપથી છેક દૂર પૂર્વના દેશો સુધીના લાંબા સમુદ્રમાર્ગે દરિયાઈ જહાજોને એક મેટો કાફલો એક. લગભગ અડધી પૃથ્વીની પ્રદક્ષિણા કરીને હજારો માઈલની સફર ખેડીને થાક્યોપાક્યો એ પ્રચંડ કાલે જાપાની સમુદ્રમાં આવી પહોંચ્યા અને ત્યાં જાપાન અને કેરિયા વચ્ચેની સમુદ્રની સાંકડી પટ્ટીમાં તેના નૌકાધિપતિ સહિત જાપાનીએએ તેને ડુબાડી દીધું. આ અણધારી આપત્તિમાં લગભગ આખયે કાફલો સમુદ્રને તળિયે જઈ બેઠે. '
ઉપરાઉપરી મળેલી અનેક હારથી રશિયાની – ઝારશાહી રશિયાની ભારે પાયમાલી થઈ રશિયા પાસે તે શક્તિનો અખૂટ ભંડાર અનામત પડેલ હત; ૧૦૦ વરસ પહેલાં એ જ રશિયાએ નેપોલિયનને ભેઠે પાડયો નહોતે કે? પરંતુ તે વખતે તે, સાચા રશિયાન, રશિયાની આમ જનતાનો અવાજ હતે.
આ પત્રમાં હું હમેશાં રશિયા, ઈંગ્લેડ, ક્રાંસ, ચીન, જાપાન વગેરે દેશને ઉલ્લેખ કર્યા કરું છું, જાણે કે એ બધા દેશે કોઈ જીવંત વ્યક્તિ ન હોય. આ મારી એક કુટેવ છે, પુસ્તક તથા વર્તમાનપત્રોમાંથી મને એ ટેવ પડી છે. પરંતુ એ રીતે તે સમયની રશિયાની સરકાર, ઇંગ્લંડની સરકાર તેમ જ તે તે દેશની સરકારનો ઉલ્લેખ કરવાને મારે આશય હોય છે. કેટલીક વાર એ સરકારે મૂડીભર લોકે સિવાય બીજા કોઈનીયે પ્રતિનિધિ નથી હોતી. અથવા તે તે કઈ એક વર્ગની પ્રતિનિધિ હોય છે. આથી કરીને એ સરકારે આખી પ્રજાની પ્રતિનિધિ છે એમ માનવું કે કહેવું એ સાચું નથી. ૧૯મી સદી દરમ્યાન બ્રિટિશ સરકાર ધનિક લેકે, જમીનદારે તથા ઉપલી કક્ષાના મધ્યમ વર્ગના નાના સમૂહની પ્રતિનિધિ હતી એમ કહી શકાય. પાર્લમેન્ટ ઉપર એ લેકેને ત્યારે કાબૂ હતો. પ્રજાના મોટા ભાગને એમાં કશેયે અવાજ