Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
લોકશાહીની પ્રગતિ પિતાના લાભનું હોય એવું ચાહે તે કામ તેની પાસે કરાવી શકે તેવા લોકોના હાથમાં રાજ્યની ખરી સત્તા હોય છે. આ રીતે, મત મળવાથી જે મળી રહે છે એમ જેને વિષે ધારવામાં આવતું હતું તે રાજકીય સત્તા આર્થિક સત્તા વિના વસ્તુવિહોણું છાયા જેવી અથવા ઝાંઝવાના જળ જેવી માલૂમ પડી અને મત મળતાં તેની પાછળ સમાનતા પણ આવશે એવાં આરંભના લેકશાસનવાદીઓનાં સ્વપ્નાં નિષ્ફળ નીવડ્યાં.
પરંતુ આ બહુ પાછળથી બનવા પામ્યું. આરંભકાળમાં એટલે કે ૧૮મી સદીના અંતમાં અને ૧૯મી સદીની શરૂઆતમાં લેકશાસનવાદીઓ ભારે ઉત્સાહમાં આવી ગયા હતા. લેકશાહી દરેક વ્યક્તિને સ્વતંત્ર અને સમાન નાગરિક બનાવશે તથા રાજ્યની સરકાર સૌની સુખાકારી માટે કાર્ય કરશે એવી આશા સેવવામાં આવતી હતી. ૧૮મી સદીના રાજાઓ અને સરકારે સામે તથા તેઓ જે રીતે પિતાની નિરંકુશ સત્તાનો દુરુપયોગ કરતા હતા તેની સામે ભારે વિરોધ જાગ્યું હતું. એને પરિણામે લેકે પોતાની જાહેરાતમાં વ્યક્તિના હકની ઘેષણ કરવાને દોરાયા. અમેરિકાની તથા ક્રાંસની જાહેરાતમાં વ્યક્તિઓના હક્કો અંગે કરવામાં આવેલી ધોષણામાં કંઈક અંશે ઊલટી દિશામાં ભૂલ થવા પામી હતી. બહુસૂત્રી સમાજમાં વ્યક્તિઓને અલગ પાડીને તેમને સંપૂર્ણ સ્વતંત્રતા આપવી એ સહેલ વાત નથી. એવી સ્વતંત્ર વ્યક્તિ અને સમાજ વચ્ચે અથડામણ થવાનો સંભવ રહે છે અને એવી અથડામણ થાય છે પણ ખરી. એ ગમે તેમ હે પણ લેકશાહી મોટા પ્રમાણમાં વ્યક્તિસ્વાતંત્ર્યની હિમાયત કરતી હતી.
૧૮મી સદીમાં ઇંગ્લંડ રાજકીય વિચારેની બાબતમાં પછાત હતું અને તેના ઉપર અમેરિકાની તથા ક્રાંસની ક્રાંતિની ભારે અસર થઈ હતી. એની પહેલી અસર તે ભયની થઈ કે લેકશાસનના નવા વિચારોને લીધે પોતાના દેશમાં સામાજિક ક્રાંતિ તે ન થઈ જાય. એથી કરીને શાસકવર્ગ ઊલટે વધારે સ્થિતિચુસ્ત અને પ્રત્યાઘાતી બન્યું. પરંતુ એમ છતાંયે બુદ્ધિજીવી વર્ગમાં નવા વિચારો ફેલાયા. આ સમયમાં ટોમસ પેઈન નામને એક જાણવા જેવું અંગ્રેજ થઈ ગયે. અમેરિકાના સ્વાતંત્ર્યયુદ્ધ વખતે તે ત્યાં હતા અને તેણે અમેરિકન લેઓને તેમની લડતમાં મદદ કરી હતી. અમેરિકન લેકને સંપૂર્ણ સ્વતંત્રતાના મતના કરવામાં અમુક અંશે તે કારણભૂત હોય એમ જણાય છે. ઈગ્લેંડ પાછા ફરીને તેણે તે જ અરસામાં શરૂ થયેલી ક્રાંસની ક્રાંતિના સમર્થનમાં મનુષ્યના હક્કો” નામનું પુસ્તક લખ્યું. એમાં તેણે રાજાશાહી ઉપર પ્રહારો ર્યા અને લેકશાહીની હિમાયત કરી. બ્રિટિશ સરકારે તેને દેશપાર કર્યો અને તેને ફ્રાંસમાં નાસી જવું પડયું. પેરિસમાં તે થોડા જ વખતમાં “નેશનલ કનેવેન્શન' અથવા રાષ્ટ્ર સભાને સભ્ય થયે પરંતુ તેણે ૧૬મા સૂઈને કરવામાં આવેલી