Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૦૨
જગતના ઇતિહાસનું રેખાદર્શીન
સીડની વેબ નામના એક નામીચા ફૅબિયનના મશર કથન ઉપરથી આરંભના ફૅબિયાની નીતિને આપણને કંઈક ખ્યાલ આવી શકે.
9
પૅરિસ કામ્યુનની ઘટનાની અસરમાંથી ક્રાંસને મુક્ત થતાં અને ત્યાં આગળ સમાજવાદ ફરીથી સક્રિય અને બળવાન બનતાં ખાર વરસ લાગ્યાં. પરંતુ આ વખતે તેણે ત્યાં આગળ નવું સ્વરૂપ ધારણ કર્યું. એ સમાજવાદ તથા અરાજકતાવાદનું સંકર સ્વરૂપ હતું. એ સમાજવાદ ‘સિડિકૅલિઝમ ’ એટલે કે સોંધ વાદના નામથી એળખાય છે. ફ્રેંચ ભાષાના · સિંડિકેટ ' શબ્દ ઉપરથી એ નામ બન્યું છે. · સિડિકેટ ’ના અર્થ મજૂરોનું મંડળ અથવા મજૂર સંધ એવા થાય છે. સમાજવાદના સિદ્ધાંત એવા હતા કે, સમગ્ર સમાજના પ્રતિનિધિ તરીકે ઉત્પાદનનાં સાધનાની એટલે કે જમીન અને કારખાનાંઓ વગેરેની માલકી રાજ્યની હાવી જોઈએ અને તેમના ઉપર રાજ્યના કાબૂ હોવા જોઇ એ. ઉત્પાદ્યનનાં સાધના કેટલા પ્રમાણમાં સામાજિક માલકીનાં કરવાં એ બાબતમાં થોડાઘણા મતભેદ હતા. અંગત યા વ્યક્તિગત માલકીનાં એવાં કેટલાંયે ઓજાર અને ધરગતુ યંત્ર હોય છે. તેમને સમાજની માલકીનાં બનાવી દેવાં એ તે! સાવ બેકૂદું હતું. પરંતુ એક બાબતમાં બધા સમાજવાદીએ સંમત હતા કે, જે કઈ વસ્તુના ખીજાઓની મજૂરી વડે અંગત યા વ્યક્તિગત નફે કરવામાં ઉપયોગ થઈ શકે તે બધી વસ્તુઓ સમાજની માલકીની બનાવી દેવી જોઈએ એટલે કે તેમને રાજ્યની મિલકત બનાવી દેવી જોઇએ. અરાજકતાવાદીઓની પેઠે સિડિકૅલિસ્ટ' લેાકાને એટ્લે કે સધવાદીઓને રાજ્ય પ્રત્યે અણુગમા હતા અને તેથી તેઓ રાજ્યની સત્તા મર્યાદિત કરવા ચહાતા હતા. દરેક ઉદ્યોગ ઉપર તે તે ઉદ્યોગમાં કામ કરતા મજૂરોના એટલે કે તેમના સંધ (સિડિકેટ )ને કાબૂ હાય એવું માગતા હતા. તેમની કલ્પના એવી હતી કે દરેક ઉદ્યોગને મજૂર સંધ (સિંડિકેટ ) ધૃતપોતાના પ્રતિનિધિ ચૂંટીને મધ્યસ્થ સભામાં મેકલે. એ મધ્યસ્થ સભા એક પ્રકારની પાલ મેન્ટ અને અને તે આખા દેશને લગતી બધી બાબતાને વહીવટ કરે. પરંતુ તેને ઉદ્યોગના આંતરિક વહીવટમાં માથું મારવાની સત્તા ન હોય. આ પરિસ્થિતિ આણુવા માટે સધવાદીઓ સાર્વત્રિક હડતાલ પાડવાની તથા દેશના વ્યવહારને સ્થગિત કરવાની અને એ રીતે પોતાના હેતુ બર લાવવાની હિમાયત કરતા. માકર્સના અનુયાયીએ સધવાદને બિલકુલ પસદ કરતા નહાતા. પરંતુ વિચિત્ર વાત તો એ છે કે સધવાદીઓ માકર્સને (તેના મરણ પછી) પોતાનામાંના એક ગણુતા,
<
માકર્સ લગભગ ૫૦ વરસ પૂર્વે ૧૮૮૭ની સાલમાં મરણ પામ્યા. એ સમય દરમ્યાન ઇંગ્લેંડ, જર્મની તેમ જ ખીજા ઔદ્યોગિક દેશમાં બળવાન મજૂર મહાજને અથવા સધે! ઊભા થવા પામ્યા હતા. ઇંગ્લેંડના ઉદ્યોગેની ચડતીના દિવસે વીતી ગયા હતા અને જર્મની તથા અમેરિકાની હરીફાઈ તે