Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન હેવાને લીધે તે શાસક અને શેષક વર્ગ બન્યો હતો. હવે ઉત્પાદનની નવી પદ્ધતિઓ અસ્તિત્વમાં આવે છે. જે નવા વર્ગોના હાથમાં એને કાબૂ હોય તે વર્ગો હવે આગળ આવે છે, પિતાનું શેષણ થવા દેવાની તે સાફ ના પાડે છે. નવા વિચારે મનુષ્યના મનમાં ખળભળાટ મચાવે છે અને જેને વિચારક્રાંતિ કહેવામાં આવે છે તે થવા પામે છે. આ વિચારક્રાંતિ પુરાણું વિચારે અને માન્યતાઓની બેડીઓ તેડી નાખે છે. અને પછી આ આગળ આવતા જતા નવા વર્ગ અને સત્તાને ચુસ્તપણે વળગી રહેનાર જૂના વર્ગ વચ્ચે વિગ્રહ પેદા થાય છે. હવે તેના હાથમાં આર્થિક સત્તાને કાબૂ આવેલે હેવાથી એ વિગ્રહમાં નવો વર્ગ જ અચૂક રીતે વિજયી નીવડે છે, અને ઈતિહાસની રંગભૂમિ ઉપર જૂના વર્ગને ખેલ ખલાસ થયેલ હોવાથી તે ધીમે ધીમે લુપ્ત થાય છે.
આ નવા વર્ગને આર્થિક તેમ જ રાજકીય એમ બે પ્રકારે વિજય થાય છે; અને તે ઉત્પાદનની નવી પદ્ધતિઓના વિજયના પ્રતીકરૂપ બની રહે છે. અને હવે એમાંથી જ સમાજવ્યવસ્થાના બધા ફેરફારે ઉદ્ભવે છે – નવા વિચારે પેદા થાય છે, નવું રાજ્યતંત્ર અમલમાં આવે છે તથા કાયદા, રૂઢિ અને બીજી બધી બાબતે ઉપર તેની અસર પહોંચે છે. હવે આ નવો વર્ગ તેની નીચેના બધા વર્ગોને શેષક વર્ગ બને છે અને તેમને એકાદ વર્ગ તેની જગ્યા લે ત્યાં સુધી તેમનું શોષણ કરતે રહે છે. આ રીતે આ વિગ્રહ નિરંતર ચાલ્યા જ કરે છે અને કોઈ એક વર્ગ બીજા વર્ગનું શોષણ કરતે રહે ત્યાં સુધી એ વિગ્રહ ચાલ્યાં જ કરવાને. બધા વર્ગો નાશ પામી સમાજમાં એક જ વર્ગ રહેશે ત્યારે જ એ વિગ્રહ બંધ થશે, કેમ કે એ પરિસ્થિતિમાં શોષણને માટે અવકાશ રહેશે નહિ. આ એક વર્ગ ખુદ પિતાનું જ શેષણ ન કરી શકે. આમ થવા પામશે ત્યારે જ, આજે નિરંતર ચાલી રહેલા વિગ્રહ તથા સ્પર્ધાને બદલે સમાજમાં સમતા આવશે અને પૂર્ણ સહકારનું સામ્રાજ્ય પ્રવર્તશે. પછી રાજ્યના પ્રધાન કાર્ય દમનને પણ અંત આવશે કેમકે હવે સમાજમાં દમન કરનાર કોઈ નિરાળ વર્ગ રહેશે નહિ. અને એ રીતે ધીમે ધીમે ક્ષીણ થતું થતું રાજ્ય નષ્ટ થશે. આમ છેવટે અરાજકતાવાદીઓનું ધ્યેય પણ સિદ્ધ થશે.
આમ માકર્સ ઈતિહાસને વર્ગવિગ્રહ દ્વારા થતા વિકાસની ભવ્ય પ્રક્રિયા તરીકે લેખે છે. ભૂતકાળમાં આવું કેવી રીતે બન્યું તે તેણે અખૂટ વિગતે અને અસંખ્ય ઉદાહરણ દ્વારા દર્શાવ્યું છે તથા પ્રચંડ યંત્રના આગમનથી ચૂડલ પ્રથાને યુગ બદલાઈને મૂડીવાદના યુગનો આરંભ કેવી રીતે થયો અને ચૂડલ અથવા અમીર વર્ગને બદલે મધ્યમવર્ગ સત્તા પર કેવી રીતે આવ્યો એ બતાવ્યું છે. તેના મત અનુસાર મધ્યમવર્ગ અને મજૂરવર્ગ વચ્ચે આપણું જમાનામાં છેવટનો વિગ્રહ લડાઈ રહ્યો છે. ખુદ મૂડીવાદ પતે જ એ વર્ગની