Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૨૮
જગતના ઇતિહાસનું રેખાદર્શન
છતાં તેઓ ભયના સામાન્ય શત્રુ મૂડીવાદ કરતાંયે એકબીજાને વધારે ધિક્કારે છે.
આ આંતરરાષ્ટ્રીય મજૂરસામાં દુનિયાભરનાં બધાં મજૂર મહાજના અથવા તા મજૂરોની સસ્થાઓના સમાવેશ થતા નથી. એમાંનાં ઘણાંખરાં ત એ બંને સધાથી અલગ છે. અમેરિકાનાં મજૂર મહાજને! તેમનાથી અળગાં રહ્યાં છે કેમ કે ત્યાંનાં ઘણાંખરાં મહાજને જુનવાણી વિચારનાં છે. હિંદનાં મજૂરમહાજને પણ એકે સંધમાં જોડાયાં નથી.
કદાચ ‘ આંતરરાષ્ટ્રીય ’ ગીત વિષે તું જાણતી હશે. એ દુનિયાભરના કામદારો તથા સમાજવાદીઓએ પોતાનું માન્ય કરેલું ગીત છે.
૧૩૪. માર્કસવાદ
૧૬ ફેબ્રુઆરી, ૧૯૩૩
મારા આગલા પત્રમાં, યુરોપની સમાજવાદી દુનિયામાં અતિશય ઉત્પાત મચાવી મૂકના માકર્સના વિચારા વિષે તને કંઈક કહેવાના મારો ઇરાદો હતો. પરંતુ એ પત્ર બહુ લાંખા થઈ ગયા એટલે મારે એ વાત મુલતવી રાખવી પડી. એ વિષય અંગે લખવું એ મારે માટે સહેલું નથી કેમકે એમાં હું નિષ્ણાત નથી. પણ વાત એમ છે કે, એ બાબતમાં તે એના નિષ્ણાત અને પડમાં પણ મતભેદ છે. હું તો તને માકવાદની માત્ર પ્રધાન ખાસિયતો જણાવીશ અને તેને મુશ્કેલ ભાગ છેડી ઈશ. એથી તને એને કઈંક ભાંગ્યાતૂટયો ખ્યાલ આવશે. પરંતુ વાત એમ છે કે, આ પત્રામાં કાઈ પણ વિષયનું વિગતવાર અને પૂર્ણ ચિત્ર રજૂ કરવાની મારી ધારણા છે જ નહિ.
હું તને કહી ગયા છું કે સમાજવાદના અનેક પ્રકારો છે. પરંતુ સામાન્ય રીતે ધ્યેયની બાબતમાં બધા એકમત છે અને બધા જ જમીન, કારખાનાં, ખાણા અને એવાં બીજાં ઉત્પાદનનાં સાધના, બેંક અને એવી બીજી સંસ્થા તથા રેલવે વગેરે જેવાં વહેચણીનાં સાધનાને રાજ્યના અંકુશ નીચે મૂકવા ચાહે છે. એને આશય એ છે કે, વ્યક્તિને પોતાના અંગત લાભ માટે આ સાધના, સસ્થા તથા ખીજાઓની મજૂરીના ઉપયોગ કરવા ન દેવા. આજે એમાંનાં ઘણાંખરાં ખાનગી માલકી નીચે છે અને ખાનગી રીતે તેમના ઉપયાગ કરવામાં આવે છે. એનું પરિણામ એ આવે છે કે થાડાક લકા આબાદ અને તવંગર અને છે પરંતુ એથી આખા સમાજને એક ંદરે નુકસાન થાય છે અને જનસમુદાય તા ગરીબનેા ગરીબ જ રહે છે. વળી આજે તે આ ઉત્પાદનનાં સાધનાના માલિકા તથા તેમનું નિય ંત્રણ કરનારાઓની પણ ઘણી શક્તિ