Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
માસવાદ
૮૮૭ જીવલેણ સ્પર્ધામાં ઊતરી લડવામાં વેડફાઈ જાય છે. આ આપસઆપસની લડાઈને બદલે ઉત્પાદનની સમજપૂર્વકની વ્યવસ્થા અને વહેંચણીની વિચારપૂર્વકની યેજના કરવામાં આવે તે બગાડ અને નકામી હરીફાઈ ટાળી શકાય અને દુનિયામાં વર્ગ વર્ગ અને પ્રજા પ્રજા વચ્ચે આજે પ્રવર્તતી સંપત્તિની ભારે અસમાનતા પણ ટળી જાય. એટલા માટે ઉત્પાદન, વહેંચણી તથા ઇતર મહત્ત્વની પ્રવૃત્તિઓ મોટે ભાગે સમાજના અથવા તે રાજ્યના નિયંત્રણ નીચે હેવી જોઈએ – મતલબ કે તે સમગ્ર પ્રજાના કાબૂ નીચે હોવી જોઈએ. સમાજવાદને આ મૂળભૂત સિદ્ધાંત છે.
સમાજવાદી વ્યવસ્થામાં રાજ્ય અથવા રાજ્યતંત્રનું સ્વરૂપ કેવું હોવું જોઈએ એ વળી જુદે જ સવાલ છે પરંતુ હાલ આપણે એમાં ન ઊતરીએ. જોકે એ પણ અતિશય મહત્ત્વની બાબત છે.
સમાજવાદના ધ્યેય વિષે સંમત થયા પછી, એ સિદ્ધ કેવી રીતે કરવું એ બીજી વસ્તુ નકકી કરવાની રહે છે. આ બાબતમાં સમાજવાદીઓ એકબીજાથી જુદા પડે છે અને તેમનાં જુદાં જુદાં દળે એના ભિન્ન ભિન્ન માર્ગે સૂચવે છે. એમના મુખ્યત્વે કરીને બે વિભાગે પાડી શકાય ઃ (૧) ધીમે ધીમે પરિવર્તન અને વિકાસ કરવા ચહા પક્ષ. બ્રિટિશ મજુર પક્ષ અને ફેબિયન સોસાયટીના સભ્યોની માફક એ પક્ષ એક પછી એક ડગલું ભરીને આગળ વધવામાં તથા પાર્લમેન્ટની મારફતે કાર્ય કરવામાં માને છે; (૨) અને બીજે ક્રાંતિવાદી પક્ષ. એ પક્ષના લેક પાર્લામેન્ટ મારફતે કશી સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે એમ માનતા નથી. આ બીજા પક્ષના લોકો મોટે ભાગે માકર્સના અનુયાયીઓ છે.
આમાંના પહેલા વિભાગમાં વિકાસવાદી દળોની સંખ્યા બહુ ઘટી ગઈ છે. ખુદ ઇંગ્લંડમાં પણ તેઓ નબળા પડતા જાય છે અને તેમની તથા વિનીતે, અને બિન-સમાજવાદી પક્ષો વચ્ચેનો ભેદ લુપ્ત થતું જાય છે. એટલે હવે તે માકર્સવાદને જ બધા સમાજવાદીઓને મત ગણી શકાય. પરંતુ યુરોપમાં ખુદ માકર્સવાદીઓના પણ બે મુખ્ય પક્ષે છે. એક તરફ રશિયાના સામ્યવાદીઓ છે અને બીજી બાજુ જર્મની, ઑસ્ટ્રિયા અને ઇતર દેશના પુરાણ “સામાજિક લેકશાહીવાદીઓ” છે અને એ બે વચ્ચે જરા સરખે મેળ નથી. મહાયુદ્ધ દરમ્યાન અને તે પછીના સમયમાં પણ પિતાના સિદ્ધાંતને ને વળગી રહેવાને કારણે સામાજિક લેકશાહીવાદીઓએ તેમની પહેલેની ઘણીખરી પ્રતિષ્ઠા ગુમાવી હતી. તેમનામાંના કેટલાક વધારે ભાવનાશાળી લોકે સામ્યવાદીઓમાં ભળી ગયા છે પરંતુ પશ્ચિમ યુરોપના મજૂરસંઘેનું સમર્થ તંત્ર હજી તેમના જ હાથમાં છે. રશિયામાં મળેલી સફળતાને કારણે સામ્યવાદી મત આજે પ્રગતિ કરી રહ્યો છે. યુરોપમાં તેમ જ આખી દુનિયામાં તે મૂડીવાદને મુખ્ય શત્રુ છે.