Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૮૮૦
જગતના ઇતિહાસનું રેખાદર્શન સૌથી બળવાન સત્તા ચકિત બખતર પહેરી, હાથમાં તલવાર ધારણ કરી આગળ આવશે. યુરોપ ઉપર ઝઝૂમી રહેલું યુદ્ધ એ ઇશારો આપશે.”
યુરોપ ઉપર ઝઝુમી રહેલી ક્રાંતિની બાબતમાં માકર્સની ભવિષ્યવાણી સાચી ન પડી. તેણે આ લખ્યા પછી યુરોપના એક ભાગમાં ક્રાંતિ થતાં ૬૦ કરતા વધારે વરસ લાગ્યાં અને તે પણ એક વિશ્વયુદ્ધ તેની વહારે ધાયું ત્યાર પછી જ. આપણે આગળ જોઈ ગયાં છીએ કે, ૧૮૭૧ની સાલમાં પેરિસ કમ્યુનને ક્રાંતિકારક અખતરે ઘાતકી રીતે કચરી નાખવામાં આવ્યો હતે.
૧૮૬૪ની સાલમાં માકર્સે લંડનમાં પચરંગી લે કોની પરિષદ ભરી. એમાં અનેક દળો હતાં અને તે સૌ કંઈક અસ્પષ્ટપણે પિતાને સમાજવાદી કહેવડાવતાં હતાં. એમાંના કેટલાક યુરેપના પરરાજ્યની ધૂંસરી નીચેના દેશના રાષ્ટ્રભક્તો અને સમાજવાદીઓ હતા. તેઓ તે પિતાના દેશની તાત્કાલિક આઝાદી પ્રાપ્ત કરવાની બાબતમાં વધારે રસ ધરાવતા હતા અને સમાજવાદમાં તેમને ઝાઝી શ્રદ્ધા નહોતી; જ્યારે બીજી બાજુ તેમાં કેટલાક અરાજકતાવાદીઓ હતા જેઓ તાત્કાલિક લડત ઉપાડવાને ઉત્સુક હતા. એ પરિષદમાં માર્સ ઉપરાંત બીજે ભારે પ્રભાવશાળી પુરુષ અરાજકતાવાદી આગેવાન બાકુનીને હતે. તે કેટલાયે વરસેના સાઈબેરિયાના કારાવાસમાંથી ત્રણેક વરસો ઉપર છટક્યો હતે. ઈટાલી અને સ્પેન જેવા ઉદ્યોગમાં પછાત દક્ષિણ યુરેપના દેશોમાંથી બાકુનીનના અનુયાયીઓ આવ્યા હતા. તેઓ પ્રચલિત સમાજવ્યવસ્થામાં જેમને સ્થાન મળ્યું નહતું એવા બેકાર બુદ્ધિજીવીઓ તથા ભળતા જ પ્રકારના ક્રાંતિવાદીઓ હતા. માકર્સના અનુયાયીઓ જ્યાં આગળ મજૂરોની સ્થિતિ કંઈક ઠીક હતી એવા ઔદ્યોગિક દેશે અને ખાસ કરીને જર્મનીમાંથી આવ્યા હતા. આમ માર્સ કંઈક સારી સ્થિતિના અને સંગઠિત તથા પ્રગતિ કરી રહેલા મજૂર વર્ગનું પ્રતિનિધિત્વ ધરાવતું હતું, જ્યારે બાકુનીન કંગાળ અને અસંગતિ મજૂરે તથા બુદ્ધિજીવીઓ અને અસંતુષ્ટ લેકને પ્રતિનિધિ હતું. માર્સ કાર્ય ઉપાડવાની ઘડી આવે-જે પ્રસંગ છેડા જ વખતમાં આવવાની તે અપેક્ષા રાખતા હો – ત્યાં સુધી ધીરજપૂર્વક મજૂરોનું સંગઠન કરવાના તથા તેમને પિતાના સમાજવાદી સિદ્ધાંતનું શિક્ષણ આપવાના મતનો હતે. બાકુનીન અને તેના અનુયાયીઓ તરત જ કાર્ય ઉપાડવાના મતના હતા. એ પરિષદમાં એકંદરે માર્સની જીત થઈ, અને “આંતરરાષ્ટ્રીય મંજૂર સંઘની સ્થાપના કરવામાં આવી. મજૂરને આ પ્રથમ આંતરરાષ્ટ્રીય સંઘ હતે.
ત્રણ વરસ પછી, ૧૮૬૭ની સાલમાં માકર્સને મહાન ગ્રંથ “કેપિટલ’ જર્મન ભાષામાં પ્રકટ થયે. લંડનમાં તેણે અનેક વરસ સુધી કરેલી સતત મહેનતના પરિણામરૂપ એ ગ્રંથ હતે. એમાં એણે અર્થશાસ્ત્રના પ્રચલિત સિદ્ધાંતનું પૃથક્કરણ કરીને તેમની સમાલોચના કરી છે તથા પિતાના સમાજવાદી