Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
કાલ માણસ અને મજૂરોના સંગઠનને વિકાસ ૮૭૯ સિદ્ધતિને સંપૂર્ણ બનાવ્યા. પછી તેણે એ વિષે લખવાનો આરંભ કર્યો. પરંતુ તે દુનિયાના સામાન્ય વ્યવહારથી અળગા રહી નવા નવા સિદ્ધાંત ઉપજાવનાર કેવળ એક અધ્યાપક યા તે તત્ત્વચિંતક નહોતે. સમાજવાદની ચળવળની અસ્પષ્ટ વિચારસરણીને તેણે વિકસાવી અને તેને નિશ્ચિત સ્વરૂપ આપ્યું તથા તેની સમક્ષ નિશ્ચિત અને ચક્કસ વિચારે અને ધ્યેય રજૂ કર્યા એટલું જ નહિ પણ એ ચળવળ તથા મજૂરનું સંગઠન કરવામાંયે તેણે સક્રિય અને આગળ પડતે ભાગ લીધે. ૧૮૪૮ની સાલમાં –એ વરસમાં યુરોપમાં ઠેર ઠેર ક્રાંતિ ફાટી નીકળી હતી બનેલા બનાવોએ સ્વાભાવિક રીતે જ તેના મન ઉપર ભારે અસર કરી. એ જ સાલમાં માકર્સ તથા એન્જલ્સ બંનેએ મળીને એક જાહેરનામું બહાર પાડયું. એ સામ્યવાદી જાહેરનામા (કમ્યુનિસ્ટ મેનિફેસ્ટો) તરીકે ઓળખાયું અને જગમશહૂર બન્યું. એમાં તેમણે ક્રાંસની મહાન ક્રાંતિ તથા તે પછી ૧૮૩૦ અને ૧૮૪૮ની સાલમાં થયેલાં બંડના મૂળમાં રહેલા ખ્યાલની ચર્ચા કરી છે તથા એ ખ્યાલ તે સમયની પ્રચલિત પરિસ્થિતિ માટે અધૂરા છે તથા તેની સાથે સુસંગત નથી એમ બતાવી આપ્યું છે. એમાં તેમણે તે સમયે પ્રચલિત થયેલી સ્વતંત્રતા, સમાનતા તથા ભ્રાતૃભાવની લેકશાસનવાદી ઘોષણાઓની સમાલોચના કરી છે અને બતાવી આપ્યું છે કે એમને આમ વર્ગની સાથે કશી લેવાદેવા નથી; એ ઘોષણાઓ તે કેવળ મધ્યમવગી રાજ્યના એક રૂપાળા આછાદન સમાન છે. પછી તેમણે સમાજવાદની તેમની પિતાની વિચારસરણી ટૂંકમાં રજૂ કરી છે અને સૌ મજૂરોને આ પ્રમાણેની હાકલ કરીને પિતાનું જાહેરનામું પૂરું કર્યું છે:
સમગ્ર દુનિયાના કામદારે એકત્ર થાઓ. તમારે તમારી જંજીર સિવાય બીજું કશું ગુમાવવાનું નથી અને આખી દુનિયા સર કરવાની છે!'
આ સક્રિય કાર્ય માટેની હાકલ હતી. એ પછી માકર્સે છાપામાં લેખે લખીને તથા ચોપાનિયાઓ દ્વારા અવિરત પ્રચાર કરવા માંડયો તથા જુદા જુદા મજૂર સંઘને એકત્ર કરવાના પ્રયત્નો આરંભ્યા. યુરોપમાં ભારે કટોકટી નજદીક આવી રહી છે એવું તેને લાગતું હતું. આથી તેને પૂરેપૂરો લાભ ઉઠાવી શકાય એટલા માટે મજૂરે તૈયાર રહે એવું તે ચકાતો હતો. તેના સમાજવાદી સિદ્ધાંત અનુસાર મૂડીવાદી વ્યવસ્થાને પરિણામે કટોકટી અનિવાર્ય હતી. ૧૮૫૪ની સાલમાં ન્યૂ યેકના એક છાપામાં લખતાં માકર્સ જણાવે છે કે,
“આમ છતાંયે યુરોપમાં છઠ્ઠી સત્તા પણ છે તે આપણે ભૂલવું ન જોઈએ. એ સત્તા કેટલાક પ્રસંગે કહેવાતી પાંચ “મહાન સત્તાઓ” ઉપર પણ પ્રભુત્વ ધરાવે છે અને તે બધીને થથરાવી મૂકે છે. આ સત્તા તે ક્રાંતિ. લાંબા સમય સુધી એકાંતવાસ સેવ્યા પછી ભૂખમરે અને કટોકટી ભરી સ્થિતિને કારણે ફરી પાછી તે રણક્ષેત્ર ઉપર આવીને ઊભી છે. . . . હવે તો એક ઇશારાની જરૂર રહી છે. એ ઇશારે મળતાં વેંત ઓલિમ્પિક પર્વતના શિખર ઉપર વસતી મિનની પેઠે આ છઠ્ઠી અને યુરોપની