Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
કાલ માલસ અને મજૂરેપના સંગઠનને વિકાસ ૮૯ સિદ્ધતિ લંબાણથી સમજાવ્યા છે. એ કેવળ શાસ્ત્રીય ગ્રંથ છે. આદર્શવાદ
અને અસ્પષ્ટતાને સંપૂર્ણપણે ત્યાગ કરીને તટસ્થતાથી અને શાસ્ત્રીય રીતે તેણે ઈતિહાસ તથા અર્થશાસ્ત્રના વિકાસનું નિરૂપણ કર્યું છે. ખાસ કરીને તેણે પ્રચંડ યંત્રોને પરિણામે ઉભવેલી ઔદ્યોગિક સભ્યતાના વિકાસની ચર્ચા કરી છે અને તેમાંથી વિકાસ યા ઉત્ક્રાંતિ, ઈતિહાસ તથા મનુષ્યસમાજમાં ચાલતા વર્ગવિગ્રહ અંગે કેટલાંક દૂરગામી અનુમાનો તારવ્યાં છે. એથી કરીને માકર્સને આ ચેકસ અને તર્કશુદ્ધ સમાજવાદ તે સમયે પ્રચલિત અસ્પષ્ટ,
ગગનવિહારી ” અને “આદર્શવાદી” સમાજવાદને મુકાબલે વૈજ્ઞાનિક સમાજવાદ કહેવાય. માકર્સને ગ્રંથ “કેપિટલ” કંઈ સહેલું સાદું પુસ્તક નથી. સાચે જ એનાથી અઘરા પુસ્તકની કલ્પના કરવી મુશ્કેલ છે. પરંતુ અસંખ્ય લોકોની વિચારસરણી ઉપર અસર કરી તેમની સમગ્ર માન્યતા બદલી એ રીતે મનુષ્યની પ્રગતિ સાધવામાં ફાળો આપનાર ગણ્યાગાંઠયાં પુસ્તકોમાંનું એ એક છે.
૧૮૭૧ની સાલમાં “પેરિસ કમ્યુન’ની કરૂણ ઘટના બની. ઘણું કરીને એ પહેલવહેલો ઇરાદાપૂર્વક સમાજવાદી બળવે હતે. એનાથી યુરોપની સરકારે ભડકી ગઈ અને પરિણામે મજૂરની ચળવળ પ્રત્યે તે વધારે કડક બની. બીજે વરસે માકર્સે સ્થાપિત કરેલા આંતર રાષ્ટ્રીય મજૂર સંઘની સભા મળી અને તેનું મુખ્ય મથક ન્યૂ યૉર્ક ખાતે ફેરવવામાં તે સફળ થયે. એમ કરવામાં દેખીતી રીતે જ માર્સને આશય બાંકુનીનના અરાજકતાવાદી અનુયાયીઓને દૂર કરવાને હતે. વળી, “પેરિસ કમ્યુન ને કારણે ગુસ્સે ભરાયેલી યુરેપની સરકારના અમલ નીચેના સ્થાનમાં સંઘનું મથક રાખવા કરતાં તે ન્યૂ યૉર્ક રાખવું એ માકર્સને વધારે સલામતી ભરેલું લાગ્યું હોવું જોઈએ. પરંતુ પોતાના કેન્દ્રથી આટલે બધેક દૂર જઈને આંતરરાષ્ટ્રીય મજૂરસંધ ટકી રહે એ સંભવિત નહતું. તેનું સામર્થ તે યુરોપમાં રહેલું હતું અને યુરોપમાં મજૂર હિલચાલની આકરી કસોટી થઈ રહી હતી. એટલે મજૂરોને પહેલે આંતરરાષ્ટ્રીય સંધ ધીમે ધીમે નામશેષ થઈ ગયો.
માર્ક્સવાદ અથવા તે માકર્સને સમાજવાદ યુરોપના સમાજવાદીઓમાં ફેલાયે. ખાસ કરીને જર્મની તથા ઓસ્ટ્રિયામાં તેને ફેલાવે છે. અને ત્યાં આગળ તે સામાન્ય રીતે, “સામાજિક લેકશાહીને નામે ઓળખાયે. પરંતુ ઇગ્લડે માકર્સના સમાજવાદ તરફ પિતાનું વલણ દાખવ્યું નહિ. એ સમયની તેની ભારે સમૃદ્ધિને કારણે કોઈ પણ પ્રગતિશીલ સામાજિક વિચારે તે અપનાવી શકે એમ નહોતું. ફેબિયન સોસાયટી એ ઇંગ્લંડના વિશિષ્ટ પ્રકારના સમાજવાદની પ્રતિનિધિ હતી. તેને કાર્યક્રમ બહુ હળ હતો અને ધીમે ધીમે લાંબે ગાળે રફાર કરવાને તેને આશય હતો. પૅર્જ બર્નાર્ડ શે પણ ફેબિયન સેસાયટીના આરંભના સભ્યમાંને એક હતા. “પ્રગતિની ધીમી ગતિ અનિવાર્ય છે' એવા