Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન - ૧૯મી સદીના પૂર્વાર્ધમાં તાબેદાર પ્રજાઓ સ્વાતંત્ર્ય માટે જ્યાં જ્યાં લડતી હતી ત્યાં ત્યાં લેકશાસન અને રાષ્ટ્રવાદે પરસ્પર હાથ મિલાવ્યા. ઇટાલીને મેંઝીની આવા લેકશાસનવાદી રાષ્ટ્રભક્તિને વિશિષ્ટ પ્રકારને નમૂને હતું. એ સદીના પાછળના ભાગમાં રાષ્ટ્રવાદ ધીમે ધીમે તેનું લેકશાસનવાદી તત્વ ખાઈ બેઠો અને તે વધારે આક્રમણકારી તથા અધિકારવાદી બની ગયે. રાજ્ય એક એ દેવ બની ગયો કે જેની પૂજા કરવાની દરેકને ફરજ પડી.
અંગ્રેજ વેપારીઓ નવા ઉદ્યોગના અગ્રણીઓ હતા. તેમને લેકશાસનના ઉચ્ચ સિદ્ધાતિ તથા લેકના સ્વતંત્રતાના હક્કોની બાબતમાં ઝાઝે રસ નહોતે. પરંતુ તેમને માલૂમ પડયું કે, લોકોને વધારે સ્વતંત્રતા પ્રાપ્ત થાય એ વસ્તુ વેપારને માટે અનુકૂળ હતી. એને લીધે મજૂરોનું જીવનનું ધોરણ ઊંચું થવા પામ્યું અને કંઈક સ્વતંત્રતા મળ્યાને ભ્રમ તેમનામાં પેદા થયે. આથી તેઓ પિતાના કામમાં વધારે નિષ્ણાત બન્યા. ઔદ્યોગિક કૌશલ્યને માટે પ્રજાકીય કેળવણું પણ જરૂરી હતી. વેપારીઓ અને ઉદ્યોગપતિઓ આની ઉપયોગિતા પામી ગયા અને ભારે ઉદારતાને દેખાવ કરીને લેકીને આ વસ્તુઓને લાભ આપવાની બાબતમાં સંમત થયા. ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં ઇંગ્લંડ તથા પશ્ચિમ યુરેપમાં અમુક પ્રકારની કેળવણીને જનતામાં ઝડપી ફેલા થવા પામે.
૧૩૨. સમાજવાદનો ઉદય
૧૩ ફેબ્રુઆરી, ૧૯૩૩ લેકશાહીએ કરેલી પ્રગતિ વિષે હું તને લખી ચૂક્યો છું. પરંતુ યાદ રાખજે કે, ભારે લડતને પરિણામે એ પ્રગતિ પ્રાપ્ત થઈ હતી. કેઈ પણું પ્રચલિત સમાજવ્યવસ્થામાં જેમને સ્વાર્થ રહેલે હોય છે તેમને કશે ફેરફાર જોઈ તે હેતું નથી અને કોઈ પણ પરિવર્તન સામે તેઓ પોતાનું સઘળું બળ વાપરીને ઝૂઝે છે, અને છતાં આવાં પરિવર્તને વિના પ્રગતિ કે કશી સુધાર થવી અસંભવિત હોય છે. સંસ્થા કે શાસનપ્રણાલીને તેમના કરતાં વધારે સારી સંસ્થા કે શાસન પ્રણાલીને માટે જગ્યા કરી આપવી પડે છે. જેઓ આવા પ્રકારની પ્રગતિ ચાહે છે તેમને પુરાણી સંસ્થા કે રૂઢિ ઉપર પ્રહાર કરવા જ પડે છે. પશ્ચિમ યુરેપના શાસક વર્ગોએ હરેક પ્રકારની પ્રગતિને ડગલે ને પગલે વિરોધ કર્યો. તેમ કરવાથી હિંસક ક્રાંતિ ફાટી નીકળશે એમ ઇંગ્લંડના શાસકવર્ગને જ્યારે લાગ્યું ત્યારે જ તેમણે પણ પ્રગતિને વિરોધ ન કરતાં નમતું આપ્યું. તેમની આગેકૂચનું બીજું એક કારણ એ હતું - જે હું તને આગળ કહી ચૂક્યો છું –કે, અમુક પ્રમાણમાં લેકશાસન એ વેપાર માટે હિતકર છે એવી વેપારી વર્ગમાંના કેટલા લેકેની માન્યતા હતી.