Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
સમાજવાદને ઉદય એમ કહેવાય છે કે, ૧૮૩૦ ની સાલના અરસામાં રોબર્ટ એવને સેશિયાલિઝમ એટલે કે સમાજવાદ શબ્દ પહેલવહેલે વાપર્યો હતો. ગરીબ અને તવંગર વચ્ચેની અસમાનતા દૂર કરવાનો તથા મિલકતની કંઈક અંશે સમાન વહેંચણીને ખ્યાલ કંઈ ન નહોતે. ભૂતકાળમાં ઘણા લોકોએ એની હિમાયત કરી હતી. પ્રાચીન સમયમાં સમાજની આરંભની દશામાં તે એક પ્રકારની સામ્યવાદી વ્યવસ્થા પ્રવર્તતી હતી. તે સમયે જમીન તેમ જ બીજી મિલક્ત ઉપર આખા ગામ કે સમૂહની સહિયારી માલિકી હતી. આ સ્થિતિને પ્રાચીન કાળને સામ્યવાદ કહેવામાં આવે છે. હિન્દુસ્તાન તેમ જ બીજા દેશમાં તે આજે પણ જોવા મળે છે. પરંતુ આ નવા સમાજવાદમાં બધા લોકોને સમાનતાના ધારણ ઉપર મૂકવાની અનિશ્ચિત અને અસ્પષ્ટ ઇચ્છા કરતાં ઘણું વધારે હતું. આ સમાજવાદ વધારે ચોક્કસ અને નિશ્ચિત હતો અને ઉત્પાદનની નવી કારખાના પદ્ધતિને લાગુ પાડવા માટે તે યોજાયો હતો. આ રીતે તે ઉત્પાદનની ઔદ્યોગિક વ્યવસ્થાની પેદાશ હતે. ઓવનને ખ્યાલ એવો હતો કે મજૂરોની સહકારી મંડળીઓ હોવી જોઈએ તથા કારખાનાંઓમાં તેમનો ભાગ હે જોઈએ. ઇંગ્લંડ તથા અમેરિકામાં તેણે આદર્શ કારખાનાંઓ તથા વસાહત સ્થાપી અને તેમાં તેને થોડેઘણે અંશે સફળતા મળી. પરંતુ પિતાના વર્ગના કારખાનાના માલિકોનું કે સરકારનું માનસ ફેરવવામાં તે નિષ્ફળ નીવડ્યો. પરંતુ તેના સમયમાં તેની અસર બહુ ભારે હતી. વળી તેણે “સેશિયાલિઝમ” એટલે કે સમાજવાદ શબ્દને પ્રચલિત કર્યો છે ત્યારથી કરડે લેકોના મન ઉપર જાદુઈ અસર કરતો રહ્યો છે.
આ બધા સમય દરમ્યાન મૂડીવાદી ઉદ્યોગ વધતા જ જતા હતા અને જેમ જેમ તેમને વધુ ને વધુ સફળતા મળતી ગઈ તેમ તેમ મજૂર વર્ગને પ્રશ્ન પણ વધારે ઉગ્ર બનતે ગયે. મૂડીવાદને પરિણામે ઉત્પાદન ઉત્તરોત્તર વધતું જ ગયું અને એને લીધે વસતી અતિશય ઝડપથી વધી ગઈ કેમકે હવે પહેલાંના કરતાં ઘણું વધારે માણસોને કામ તથા ખેરાક મળી શકે એમ હતું. મોટા મોટા રોજગારે ખીલ્યા. એ રોજગારની અનેક શાખાઓ હતી અને તે બધી શાખાઓ વચ્ચે જટિલ પ્રકારને સહકાર ચાલતો હતો. પણ બીજી બાજુ નાના રોજગારોની હરીફાઈને ચગદી નાખવામાં આવી, ઈંગ્લંડમાં સંપત્તિને ધેધ વહેવા લાગ્યો પણ તેને માટે ભાગ નવાં કારખાનાં ઊભાં કરવામાં, રેલવે બાંધવામાં અને એવા બીજા રાજગારે ખીલવવામાં વપરાયે. મજૂરેએ હડતાલ પાડીને પિતાની સ્થિતિમાં સુધાર કરાવવાનો પ્રયાસ કર્યો. પણ સામાન્ય રીતે તે ઘણીખરી હડતાલને કરુણ નિષ્ફળતામાં અંત આવતે. પછીથી ૧૮૪૦ની સાલમાં મજૂરે ચાર્ટિસ્ટ ચળવળમાં જોડાયા. આ ચાર્ટિસ્ટ ચળવળ પણ ૧૮૪૮ની સાલમાં પડી ભાગી.