Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન મતની સજાને અમલ કરવા સામે વિરોધ કર્યો તેથી ૧૭૯૩ની સાલમાં જેકબાઈને પક્ષે તેને કેદમાં નાખ્યો. પેરિસની જેલમાં બુદ્ધિને યુગ” (ધ એઈજ ઑફ રીઝન) નામનું પુસ્તક તેણે લખ્યું. એમાં તેણે ધાર્મિક દષ્ટિની ટીકા કરી છે. પેઈન બ્રિટિશ અદાલતના વહીવટના ક્ષેત્રની બહાર હતું (રેસ્પિયેરના મરણ પછી પેરિસની જેલમાંથી તેને મુક્ત કરવામાં આવ્યું હતો એટલે એ પુસ્તક બહાર પાડવા માટે તેના બ્રિટિશ પ્રકાશકને કેદની સજા કરવામાં આવી. આવું પુસ્તક સમાજને માટે જોખમકારક લેખાતું હતું કેમ કે ગરીબેને તેમની સ્થિતિમાં કાયમ રાખવાને માટે ધર્મ જરૂરી વસ્તુ છે એમ મનાતું હતું. પેઈનનાં પુસ્તકના ઘણા પ્રકાશકોને કેદમાં નાખવામાં આવ્યા હતા. એમાં કેટલીક સ્ત્રીઓ પણ હતી. કવિ શેલીએ ન્યાયાધીશ ઉપર એની સામે પિતાને વિરોધ દર્શાવતું પત્ર લખ્યું હતું એ બીના જાણવા જેવી છે.
૧૯મી સદીના પૂર્વાર્ધ દરમ્યાન યુરોપભરમાં ફેલાવા પામેલા લેકશાસનના વિચારની જનેતા ક્રાંસની ક્રાંતિ હતી. અને પરિસ્થિતિ જોકે ઝડપથી બદલાતી જતી હતી તે પણ ક્રાંતિના એ વિચારે તે કાયમ જ રહ્યા. આ લેકશાસનના વિચાર રાજાઓ તથા આપખુદી સામે બૌદ્ધિક પ્રત્યાઘાત હતે. ઉદ્યોગીકરણની પહેલાંની સ્થિતિમાંથી તે ઉદ્દભવ્યા હતા. પરંતુ વરાળ અને પ્રચંડ યંત્ર દ્વારા ચાલતા નવા ઉદ્યોગે જૂની વ્યવસ્થાને સંપૂર્ણપણે ઉથલાવી રહ્યા હતા. પરંતુ અજાયબીની વાત તે એ છે કે, ૧૯મી સદીના આરંભના સમયના ઉદ્દામ સુધારકે તથા લેકશાસનવાદીઓ આ બધા ફેરફાર લક્ષમાં લીધા વિના જ ક્રાંતિ તથા મનુષ્યના હકકોની જાહેરાતનાં વચનોની વાતેના તડાકા મારતા રહ્યા. તેમના મનમાં કદાચ એમ હશે કે એ બધા તે સાવ ભૈતિક ફેરફારે છે અને લેકશાસનની ભારે આધ્યાત્મિક, નૈતિક તથા રાજકીય માગણીઓને એ અસર કરી શકે નહિ. પરંતુ ભૈતિક વસ્તુઓમાં એવું કંઈક તત્વ હોય છે જેને લીધે આપણે તેમની ઉપેક્ષા કરી શકતા નથી એટલું જ નહિ પણ તેના તરફ લક્ષ આપવાની તે આપણને ફરજ પાડે છે. જૂના વિચારોને તજી દઈને નવા વિચારે ગ્રહણ કરવા એ વસ્તુ લેકે માટે અતિશય મુશ્કેલ હોય છે. તેઓ પિતાનાં મન અને આંખ બંધ કરી દે છે અને સાચી વસ્તુસ્થિતિ જોવાની ચોખ્ખી ના પાડે છે; વળી જૂની વસ્તુઓ તેમને નુકસાન કરતી હોય તે પણ તેને વળગી રહેવા માટે તેઓ લડે છે. તેઓ બીજું કંઈ પણ કરશે પરંતુ નવા વિચારે ગ્રહણ નહિ કરે અથવા તે નવી પરિસ્થિતિને તેઓ અનુકૂળ નહિ થાય. સ્થિતિચુસ્તતાની શક્તિ અપાર છે; પિતાને બહુ આગળ વધેલા માનનારા ઉદ્દામ સુધારકે પણ ઘણી વાર જૂના અને ખોટા ઠરેલા વિચારોને વળગી રહે છે અને આંખ બંધ કરીને બદલાતી જતી પરિસ્થિતિ લક્ષમાં લેવાની ના પાડે છે. આ જોતાં, પ્રગતિની ગતિ બહુ ધીમી હોય છે એમાં, તથા વાસ્તવિક