Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૯૪૨
જગતના ઇતિહાસનું રેખાદ ન
બહુ લાંબે સુધી તો હું તને સાથ ન આપી શકું પરંતુ મને લાગ્યું કે મારે તને એનું દિશાસૂચન તો કરવું જ જોઈએ. કેમ કે જનસમૂહની ઉપર ઉપરની પ્રવૃત્તિ કરતાં તેની કળા અને સાહિત્ય કાઈ પણ પ્રજાના આત્માની પિછાન વધારે કરાવે છે. કળા અને સાહિત્ય આપણને ગંભીર અને શાન્ત વિચારના પ્રદેશમાં લઈ જાય છે; તત્કાલીન રાગદ્વેષો અને પૂર્વગ્રહો તેને દૂષિત કરી શકતા નથી. પરંતુ કવિ અને કળાકારને આજે આવતી કાલના દૃષ્ટા તરીકે ભાગ્યે જ લેખવામાં આવે છે અને તેમનું ઝાઝું સન્માન પણ કરવામાં આવતું નથી. તેમના મરણ પછી જ સામાન્ય રીતે તેમનું કઈ કે સન્માન કરવામાં આવે છે.
એટલે હું તારી આગળ માત્ર કેટલાંક નામનો જ ઉલ્લેખ કરીશ. ૧૯મી સદીના આરંભના લેખકાનો જ હું ઉલ્લેખ કરીશ. એમાંના કેટલાક વિષે તે તુ જાણતી પણ હશે. આ તો માત્ર તારી જિજ્ઞાસા જાગ્રત કરવા પૂરતું જ છે. યાદ રાખજે કે ૧૯મી સદી દરમ્યાન યુરોપના ઘણા દેશોમાં ઉમદા પ્રકારનું સાહિત્ય નિર્માણ થયું હતું.
ખરી રીતે તે ગેટે ૧૮મી સદીના ગણાય કેમકે તે ૧૭૪૯ની સાલમાં જન્મ્યા હતા. પરંતુ તેણે ૮૭ વરસનુ લાંબુ આયુષ્ય ભાગવ્યું અને એ રીતે ૧૯મી સદીના લગભગ ત્રીજો ભાગ પણ તેણે જોયા. તે યુરોપના ઇતિહાસના એક સાથી તાક્ાની જમાનામાં જન્મ્યા હતા. તેણે પોતાના દેશમાં નેપોલિયનના સૈન્યને ફરી વળતું અને તેને પાયમાલ કરતું પણ જોયું હતું. પોતાના જીવનમાં પણ તેને ભારે આક્રુતા સહન કરવી પડી હતી પરંતુ જીવનની વિટંબણાઓ ઉપર ધીમે ધીમે તેણે આંતરિક કાબૂ મેળવ્યા હતા તથા અનાસક્તિ અને સમાધાન પ્રાપ્ત કર્યાં હતાં અને તેને લીધે તેને શાંતિ લાધી હતી. નેપોલિયને જ્યારે તેને પહેલવહેલા જોયા ત્યારે તેની ઉંમર ૬૦ વરસ કરતાંયે વધારે હતી. નેપોલિયન જ્યારે તેના બારણામાં આવીને ઊભે ત્યારે તેણે તેના ચહેરા ઉપર એવી તે સ્વસ્થતા અને તેના વનમાં એવું તે ઠરેલપણું ભાળ્યું કે તે એકદમ ખેલી ઊઠ્યો, “ ખરેખર, માસ તો આ છે!” તેણે ઘણા વિષયમાં માથું માથું હતું પરંતુ જે જે વિષયો તેણે હાથ ધર્યાં તેમાં તેણે વિશિષ્ટતા પ્રાપ્ત કરી, તે ફિલસૂફ઼્ર હતા, કવિ હતા, નાટકકાર હતા અને વિજ્ઞાનના જુદા જુદા વિષયામાં રસ લેનાર વૈજ્ઞાનિક હતા. અને આ બધા ઉપરાંત એક નાનકડા જન રાજાને તે પ્રધાન હતો ! પરંતુ આપણે તે ખાસ કરીને તેને લેખક તરીકે પિછાનીએ છીએ અને ફાઉસ્ટ નામનુ નાટક એ તેની સાથી મશદૂર કૃતિ છે. તેના લાંબા જીવન દરમ્યાન તેની પ્રીતિ દૂર દૂર સુધી પ્રસરી અને સાહિત્યના તેના પોતાના ક્ષેત્રમાં તે તેના દેશળ
તેને દેવતાઈ પુરુષ
તરીકે લેખવા
લાગ્યા હતા.