Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
કેટલાક સુપ્રસિદ્ધ લેખકો ૧૮૮૮ની સાલમાં એક યુવાન સમ્રાટ વિહેમ બીજાના નામથી જર્મને કૈઝર બન્યું. તે પિતાને ભારે સમર્થ પુરુષ લેખતે હતું અને થોડા જ વખતમાં તે બિસ્માર્ક સાથે લડી પડ્યો. વૃદ્ધાવસ્થામાં એ પિલાદી વડા પ્રધાનને રૂખસદ આપવામાં આવી. આથી તેને ભારે ગુસ્સે ચડ્યો. તેને ઠંડું પાડવાને ખાતર તેને “પ્રિન્સ” એટલે કે ઠાકરનો ઇલકાબ આપવામાં આવ્યું. પરંતુ રાજાઓની બાબતમાં તેને ભ્રમ ભાગી ગયા અને ધૃણાને માર્યો તે પિતાની જાગીરમાં નિવૃત્ત થયું. પિતાના એક મિત્રને તેણે કહ્યું, “મેં હોદો સ્વીકાર્યો ત્યારે મારામાં અખૂટ રાજનિષ્ઠા અને રાજા પ્રત્યે પૂજ્યભાવ ભરેલાં હતાં પરંતુ મારે સખેદ કહેવું પડે છે કે મારી એ ભાવનાઓ દિનપ્રતિદિન ઘટતી જતી લાગે છે....... મેં ત્રણ રાજાઓને નગ્નાવસ્થામાં જોયા છે અને એ દશ્ય સુખદ નહોતું જ !”
આ ઉગ્ર મિજાજને ડોસો ઘણું વરસ સુધી છ અને ૧૮૯૮ની સાલમાં ૮૩ વરસની ઉંમરે તે મરણ પામે. તેની બરતરફી અને મરણ બાદ પણ તેની છાયા જર્મની ઉપર વ્યાપી રહી હતી અને તેની ભાવના તેના અનુગામીઓને પણ પ્રેરણું આપતી રહી હતી. પરંતુ તેના પછી તેને સ્થાને આવેલા બહુ નાના આદમીઓ હતા.
૧૨૯. કેટલાક સુપ્રસિદ્ધ લેખકે
૧ ફેબ્રુઆરી, ૧૯૩૩ ગઈ કાલે હું તને જર્મનીના ઉદય વિષે લખી રહ્યો હતો ત્યારે મને એકાએક યાદ આવ્યું કે ૧૯મી સદીના આરંભકાળના એક સાથી મહાન જર્મને વિષે તો મેં તને કશું કહ્યું જ નથી. આ મહાપુરુષ તે ગેટે. તે સુપ્રસિદ્ધ લેખક હતો અને થોડાક માસ ઉપર આખા જર્મનીમાં ઠેર ઠેર તેના મૃત્યુની શતાબ્દી ઊજવવામાં આવી હતી. તે વખતે મેં ધાર્યું હતું કે તે કાળના યુરોપના પ્રસિદ્ધ લેખકે વિષે હું તને કંઈક કહીશ. પરંતુ મારે માટે એ જોખમકારક વિષય છે. જોખમકારક એટલા માટે કે એમ કરવા જતાં હું એ વિષયના મારા અજ્ઞાનનું જ પ્રદર્શન કરી બેસું. જાણીતા લેખકના . નામની કેવળ યાદી આપવી એ તે મૂર્ખાઈભર્યું ગણાય, અને તેમને વિષે કંઈક કહેવું એ મારે માટે મુશ્કેલ છે. અંગ્રેજી સાહિત્યનું મારું જ્ઞાન બહુ જ અલ્પ છે અને યુરેપની બીજી ભાષાના સાહિત્યનું મારું જ્ઞાન તેમની કેટલીક કૃતિઓના અનુવાદમાં જ મર્યાદિત છે. તે પછી મારે શું કરવું?
એ વિષે કંઈક લખવાના વિચારે મારા મનમાં ઘર કર્યું અને એને હું કેમે કરીને દૂર કરી શક્યો નહિ. આ જાદુઈ દુનિયામાં પ્રવેશ કરવાના માર્ગમાં