Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૮૫૦
જગતના ઇતિહાસનું રેખાદર્શન ઊલટું જ બન્યું. પરંતુ અહીં તે આપણે એની લેખક તરીકે જ વાત કરીએ છીએ. તે મહાન કવિ, નવલકથાકાર અને નાટકકાર હતે.
ફ્રાંસના જે બીજા લેખક વિષે હું તને કહેવા માગું છું તેનું નામ આંરે દ બાઝાક હતું. તે વિક્ટર હ્યુગેને સમકાલીન હતા પરંતુ તે તેનાથી બિલકુલ ભિન્ન પ્રકારને હતે. તે સમર્થ નવલકથાકાર હતા અને તેના ટૂંકા જીવનમાં તેણે ઘણી નવલકથાઓ લખી છે. તેની નવલકથાઓ એકબીજી સાથે સંકળાયેલી છે. તે બધીમાં ઘણી વાર તેનાં તે પાત્રો આવે છે. તેના જમાનાના ફ્રાંસનું સમગ્ર જીવન પિતાનાં નવલેમાં ચીતરવાને તેને ઈરાદે હતા. અને નવલકથાઓની પિતાની એ આખી માળાને તેણે “મનુષ્યજીવનની મંગળ કથાઓ” એવું નામ આપ્યું હતું. તેની એ કલ્પના તે બહુ ભવ્ય હતી પરંતુ લાંબા વખત સુધી ભારે પરિશ્રમ કર્યા છતાંયે તે પોતે માથે લીધેલું એ જબરદસ્ત કાર્ય પૂરું ન કરી શક્યો.
ઇંગ્લંડમાં ૧લ્મી સદીના આરંભ કાળમાં ત્રણ પ્રતિભાશાળી કવિઓ તરી આવે છે. એ ત્રણે સમકાલીન હતા અને એ બધા ત્રણ વરસના ગાળામાં
જ યુવાવસ્થામાં મરણ પામ્યા હતા. આ ત્રણ કવિઓ તે કીટસ, શેલી અને • બાયરન. કીટ્સને ગરીબાઈ તથા નિરાશાની સામે ભારે ઝૂઝવું પડયું હતું અને ૧૮૬૧ની સાલમાં તે રેમમાં ૨૬ વરસની ઉંમરે મરણ પામે ત્યારે એને બહુ ઓછા લેકો જાણતા હતા. આમ છતાંયે એણે કેટલાંક અતિ મને રમ કાવ્ય લખ્યાં હતાં. કીટ્સ મધ્યમ વર્ગને હતે છતાંયે પૈસાની તંગી તેના માર્ગમાં ભારે અંતરાયરૂપ થઈ પડી તે પછી કવિ કે લેખક થવું એ ગરીબ માટે તે કેટલું બધું મુશ્કેલ છે. સાચે જ, કેમ્બ્રિજ વિદ્યાપીઠના અંગ્રેજી સાહિત્યના હાલના અધ્યાપકે એ બાબતમાં વાસ્તવિક ટીકા કરી છે. તે કહે છે :
આપણું રાષ્ટ્રમાં રહેલા કંઈક દોષને કારણે આ દિવસેમાં આપણા ગરીબ કવિઓની દશા કૂતરાં કરતાંયે બૂરી છે. છેલ્લાં બે વરસ દરમ્યાન પણ તેમની સ્થિતિ એવી જ રહી હતી. હું સાચું કહું છું – અને મેં લગભગ દસ વરસ ૩૨૦ પ્રાથમિક શાળાઓનું નિરીક્ષણ કરવામાં ગાળ્યાં છે – કે, આપણે લોકશાહીની ભલેને ગમે એટલી બડાશો હાંકીએ પરંતુ વાસ્તવમાં, જેને પરિણામે મહાન ગ્રંથે ઉત્પન્ન થાય છે તે બૌદ્ધિક સ્વાતંત્ર્ય મેળવવાની જેટલી તક ઍથેન્સના ગુલામના બાળકને મળતી હતી તેના કરતાં ઇંગ્લંડના ગરીબ બાળકને ભાગ્યે જ વધારે તક મળે છે.”
કવિતા, સુંદર લખાણ અને સામાન્ય રીતે કહીએ તે સંસ્કારિતા એ ધનવાન લેકેને ઈજારે છે એ વસ્તુ આપણે ઘણી વાર ભૂલી જઈએ છીએ એટલા માટે મેં આ ઉતારે આપ્યો છે. કવિતા અને સંસ્કારિતાને ગરીબનાં ઝૂંપડાંમાં સ્થાન નથી. એ વસ્તુઓ ભૂખે મરતા માણસો માટે નથી; એથી કરીને આપણી આજની સંસ્કારિતા એ ધનવાન મધ્યમ વર્ગના લેકના માનસનું પ્રતિબિંબ બને છે. સંસ્કારિતાને ઉપભોગ કરવાની તક અને નવરાશ