Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
કેટલાક સુપ્રસિદ્ધ લેખક
૫૩
શૈલી અને કીટ્સ કરતાં ઊલટી જ રીતે એને યુવાવસ્થામાં જ કીર્તિ પ્રાપ્ત થઈ હતી. લંડનના સમાજે પ્રથમ એને છાપરે ચડાવી દીધા અને પછીથી તેને નીચે પછાડ્યો હતા.
એ ગાળામાં બીજા બે નામીચા કવિએ પણુ થઈ ગયા. પરંતુ તે બંને આ ત્રિપુટી કરતાં ઘણું લાંબું જીવ્યા હતા. વસ્વ ૧૭૭૦થી ૧૮૫૦ સુધી એટલે ૮૦ વરસ સુધી જ્યેા હતો. તે ઇંગ્લેંડના મહાકવિઓમાંના એક ગણાય છે. કુદરત પ્રત્યે એને ભારે પ્રેમ હતો અને એની શ્રેણીખરી કવિતા પ્રકૃતિની કવિતાઓ છે.
૧૯મી સદીના આરંભમાં ત્રણ સુપ્રસિદ્ધ નવલકથાકારા પણ થઈ ગયા. વૉલ્ટર સ્કોટ ઉંમરે એ સામાં માટે હતા. તેની વેવલી નવલકથા બહુ જ લેકપ્રિય છે. એમાંની કેટલીક નવલે તે વાંચી હશે એમ હું ધારું છું. હું નાના હતા ત્યારે મને એ નવલકથા ગમતી હતી એવું મને સ્મરણુ છે. પરંતુ માસ માટે થાય છે તેમ તેની અભિરુચિ બદલાય છે અને મને ખાતરી છે કે આજે મને એ વાંચતાં કટાળા આવે. બીજા એ નવલકથાકાર થંકરે અને ડિકન્સ છે. એ અને સ્કોટ કરતાં ઘણા ચડિયાતા નવલકથાકારો છે એમ હું માનું છું. હું ધારું છું કે એ અને તારા માનીતા લેખકા છે. થેંકરે ૧૮૧૧ની સાલમાં કલકત્તામાં જન્મ્યા હતા અને પાંચ છ વરસ તેણે ત્યાં ગાળ્યાં હતાં. તેણે પોતાનાં કેટલાંક પુસ્તકામાં હિંદના ‘ નવા 'ને આમેઅ ચિતાર આપ્યા છે. એ · નવાએ ’ એટલે કે હિંદમાં રહી અઢળક દોલત એકઠી કરીને જિંદગીની મેાજ માણવા ઇંગ્લેંડ પાછા કરનાર સ્થૂલ શરીરના અને તગ મિજાજવાળા અંગ્રેજો,
*
*
૧૯મી સદીના આરંભકાળના લેખકે વિષે હું બસ આટલું જ. લખવા માગું છું. આવા મહાન વિષયની બાબતમાં આ હસવું આવે એટલું ઓછું લખાણ છે. એ વિષયના જાણકાર એ વિષે બહુ જ સુંદર લખાણ લખે. વળી તે એ કાળના સંગીત અને કળા વિષે પણ તને કહે. એ વસ્તુ જાણવી અને જણાવવી જરૂરી છે પરંતુ એ મારા ગા ઉપરવટની વાત છે અને ડહાપણપૂર્વક હું મારું અજ્ઞાન ધાડું નહિ પાડું
ગેટેના ફાઉસ્ટમાંથી એક કવિતા આપીને હું આ પત્ર પૂરો કરીશ. બેશક એ મૂળ જર્મનને અનુવાદ છે.
-૧
રે હા! તે આ જગસકલને વાત કીધા પ્રચંડ, હીણું પાડી દલદલ અહે। તાજુ તે ખડખડ ઉથામી તે ચપટી ભરીને શૂન્યમાં ફેંકી દીધું, ને કા દૈવી પ્રહરણ થકી શીણું હા! જીણું કીધું.