Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
હાવિન અને વિજ્ઞાનને વિજય બીજા કોઈ પણ પુસ્તક કરતાં વધારે ફાળો આપે. એને પરિણામે લોકોના માનસમાં ભારે ઊથલપાથલ થઈ ગઈ અને એને લીધે ડાર્વિને મશહૂર થયે.
કુદરતના અભ્યાસી તરીકે ડાર્વિન દક્ષિણ અમેરિકા અને પ્રશાન્ત મહાસાગરના કિનારા ઉપર રખડ્યો અને તેણે અઢળક સામગ્રી તથા પ્રમાણે એકઠાં કર્યા. કુદરતી વિણમણથી પ્રાણીઓની દરેકની અથવા જાતિ કેવી રીતે બદલાય છે તથા તેને કેવી રીતે વિકાસ થાય છે એ દર્શાવવાને માટે તેણે એ બધી સામગ્રી અને પ્રમાણેને ઉપગ કર્યો. ત્યાં સુધી ઘણું લેકે એમ માનતા હતા કે મનુષ્ય સહિત પ્રાણુની પ્રત્યેક ની ઈશ્વરે અલગ અલગ પેદા કરી હતી અને ત્યારથી તે નિરાળી અને ફેરફાર વિનાની રહી છે એટલે કે એક એની બદલાઈને બીજી નથી થઈ શકતી. અસંખ્ય દાખલાઓ આપીને ડાર્વિને બતાવી આપ્યું કે એક પ્રાણીની બદલાઈને બીજી ની થઈ છે અને વિકાસને એ જ સામાન્ય ક્રમ છે. આવા ફેરફાર કુદરતી વિણામણથી થાય છે. કોઈ એનીમાં થયેલે સ્વ૫ ફેરફાર પણ જે તે યેનીને કોઈ પણ રીતે સહાયભૂત નીવડે કે બીજી યેનને મુકાબલે પિતાનું જીવન ટકાવી રાખવામાં તેને મદદરૂપ થાય તો ધીમે ધીમે તે નીમાં ફેરફાર કાયમી થવા પામે છે. અને આવા ફેરફારવાળી ની બીજી નીઓ કરતાં વધુ વખત જીવે એ ઉઘાડું છે. વખત જતાં આવા ફેરફારવાળી નીઓની સંખ્યા બીજીનીઓની સંખ્યા કરતાં વધી જાય અને પિતાના સંખ્યાબળથી તે બીજી પેનીઓને દબાવી દે. આ રીતે એક પછી એક ફેરફારો અને પરિવર્તન થતાં જાય અને એને કારણે અમુક વખત પછી નવી જ એની પેદા થવા પામે. આમ કુદરતી વિમણથી જે સૌથી યોગ્ય હોય તે વધારે વખત ટકે છે અને વખત જતાં તેને પરિણામે અનેક નવી નવી યોનીઓ પેદા થાય છે. આ નિયમ વનસ્પતિસૃષ્ટિ, પ્રાણીસૃષ્ટિ તેમ જ માણસને પણ લાગુ પડે છે. આ સિદ્ધાંત પ્રમાણે જુદી જુદી વનસ્પતિઓ તથા પ્રાણીનીઓ મૂળ કોઈ એક પેનીમાંથી જ ઉભવી હોય એ બનવા જોગ છે.
થોડાં વરસ પછી ડાર્વિને “મનુષ્યને અવતાર' (ડીસેન્ટ ઓફ મૅન) નામનું બીજું એક પુસ્તક બહાર પાડયું. એમાં તેણે પિતાને કુદરતી અથવા પ્રાકૃતિક વિસામણને સિદ્ધાંત મનુષ્યને લાગુ પાડ્યો. આ વિકાસવાદ અને કુદરતી વિણામણના સિદ્ધાંતને આજે ઘણાખરા લેકો માન્ય રાખે છે. જોકે ડાર્વિન તથા તેના અનુયાયીઓ તેને જે રીતે રજૂ કરે છે તે રીતે તેઓ નથી માન્ય રાખતા. સાચે જ, જાનવરની પેદાશ કરવામાં તથા છેડવાઓ, ફળફળાદિ અને સ્કૂલે ઉત્પન્ન કરવામાં કે સહેલાઈથી આ સિદ્ધાંતને ઉપગ કરી શકે છે. આજનાં ઘણાંખરાં નમૂનેદાર જાનવરે તથા છેડવાઓ કૃત્રિમ રીતે પેદા કરેલી નવી યેનીએ છે. માણસ ટૂંક સમયમાં જે આવા ફેરફારો કરી શકે