Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન
આ ઉપરથી આપણને જણાય છે કે, મનુષ્યની પ્રગતિના ખ્યાલ એ બિલકુલ આધુનિક ખ્યાલ છે. ભૂતકાળના ઇતિહાસનું આપણું જે કંઈ જ્ઞાન છે તે આપણને એ ખ્યાલ માનવાને પ્રેરે છે. પરંતુ આપણું એ જ્ઞાન હજી અતિશય મર્યાદિત છે અને એ જ્ઞાન વધતાં આપણી દૃષ્ટિ બદલાય પણ ખરી. ૧૯મી સદીના ઉત્તરા માં ‘પ્રગતિ 'ની ખામતમાં જેટલે ઉત્સાહ હતા તેટલે ઉત્સાહ તા આજે પણ રહ્યો નથી. પ્રતિ જો ૧૯૧૪ના મહાયુદ્ધમાં બન્યું હતું તેમ મોટા પાયા ઉપર એક્બીજાને સહાર કરવાને આપણને પ્રેરતી હાય તો એ પ્રગતિમાં જ કંઈક ખામી હોવી જોઈ એ. વળી ખીજી એક વસ્તુ લક્ષમાં રાખવાની એ છે કે, ડાર્વિનના “ સૌથી વધારે યાગ્ય વધારે વખત ટકે છે” એ કથનના ખસૂસ એવા અર્થ નથી થતો કે સૌથી શ્રેષ્ઠ હોય તે વધારે વખત ટકે છે. પરંતુ આ બધી તે પડિતાને વિચારવાની ખાખતા છે, આપણે લક્ષમાં રાખવાનું તે એ છે કે, સમાજ સ્થિર કે અપરિવર્ત નશીલ
અથવા તેા તેની ઉત્તરાત્તર અવનતિ થતી રહે છે એવા વ્યાપકપણે પ્રચલિત ખ્યાલને ૧૯મી સદીમાં વિજ્ઞાને દૂર કર્યાં અને તેને ખલે સમાજ ક્રિયાશીક્ષ છે અને તેમાં નિરંતર ફેરફાર થતા રહે છે એવા ખ્યાલ પેદા થયા. અને ખરેખર એ કાળ દરમ્યાન સમાજ આપણે પિછાની ન શકીએ, એટલે બધા બદલાઈ ગયા.
ઃ
પ્રાણીયાનીએની ઉત્પત્તિ વિષેના ડાર્વિનના સિદ્ધાંત વિષે હું તને વાત કરી રહ્યો છું ત્યારે ૨૫૦૦ વરસ પહેલાં એક ચીની ફિલસૂફે એ વિષયમાં શું લખ્યું હતું તે જાણીને તને રમૂજ પડશે. તેનું નામ સાન–સે હતું અને શુ પહેલાં છઠ્ઠી સદીમાં એટલે કે યુદ્ધના કાળમાં તેણે લખ્યું હતું :
“ બધા જીવે એક જ યાનીમાંથી પેદા થયા છે. આ એક યાનીમાં ધીમે ધીમે અનેક અને નિરંતર ફેરફારો થતા રહ્યા. અને પરિણામે તેમાંથી ભિન્ન ભિન્ન સ્વરૂપના બધા જીવે પેદા થયા. આ બધા જીવે એક્દન એકબીજાથી નિરાળા પડયા હતા એમ નથી; ઊલટું પેઢીદરપેઢી ધીમે ધીમે થતા રહેલા ફેરફારને અંતે તેમણે પેાતાનું નિરાળાપણું પ્રાપ્ત કર્યું હતું.”
આ સિદ્ધાંત ડાર્વિનના સિદ્ધાંત સાથે બહુ જ મળતા આવે છે. પરતુ જીવવિદ્યાના પ્રાચીન ચીની અભ્યાસી જે નિણૅય ઉપર આવ્યા . તેતે કરીથી શોધતાં દુનિયાને ૨૫૦૦ વરસ લાગ્યાં એ બીના ભારે આશ્ચર્યકારક છે.
૧૯મી સદી વીતતી ગઈ તેમ તેમ ફેરફાર અથવા પરિવર્તનની ગતિ ઉત્તરાત્તર વધતી જ ગઈ. વિજ્ઞાન એક પછી એક ચમત્કારિક વસ્તુએ બહાર પાડતું ગયું અને તરેહતરેહની અસખ્ય શોધખોળના ભવ્ય પ્રદર્શને લેાકાને ક કરી નાખ્યા. ટેલિગ્રાફ, ટેલિફાન, મોટી અને પાછળથી થયેલી અરાપ્લેન વગેરેની શાધે લાંકાના જીવનમાં ભારે ફેરફાર કરી નાખ્યો. વિજ્ઞાને દૂરમાં દૂરના આકાશી પદાર્થોને તથા આપણી આંખથી ન જોઈ શકાય એવા સૂક્ષ્મ અણુઓ