Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
ઈશનમાં સામ્રાજ્યવાદ અને રાષ્ટ્રવાદ ગયે. જેઓ તે વખતે સફાવીઓના તાબામાં હતા તે અફઘાનેએ બળવો કર્યો. તેઓ પિતાના દેશમાં સફળ થયા એટલું જ નહિ પણ તેમણે ઈરફાનને કબજો લીધો અને શાહને પદભ્રષ્ટ કર્યો. નાદીરશાહ નામના ઈરાની સરદારે થોડા જ વખતમાં અફઘાનને હાંકી કાઢ્યા અને પછીથી તેણે પોતે જ રાજમુકુટ ધારણ કર્યો. ક્ષીણવીર્ય થઈ ગયેલા મેગલેના છેવટના દિવસોમાં આ જ નાદીરશાહે હિંદ ઉપર ચઢાઈ કરી હતી, દિલ્હીના લેકેની કતલ કરી હતી તથા શાહજહાંના મયૂરાસન સહિત અઢળક ખજાન લઈ ગયું હતું. ૧૮મી સદીનો ઈરાનનો ઈતિહાસ એ આંતરવિગ્રહ, બદલાતા રાજાઓ તથા ગેરવહીવટની ગમગીન કહાણીઓથી ભરેલું છે. - ૧૯મી સદીમાં વળી નવી જ ઉપાધિઓ આવી પડી. ઈરાન યુરોપના વધતા જતા તથા આક્રમણકારી સામ્રાજ્યવાદ સાથે ઘર્ષણમાં આવી પડયું. ઉત્તરે રશિયા નિરંતર દબાણ કરતું જતું હતું અને અંગ્રેજે ઈરાનના અખાતમાંથી આગળ વધતા હતા. ઈરાન હિંદથી બહુ દૂર નહેતું; તેમની સરહદો ધીમે ધીમે એકબીજીની સમીપ આવતી જતી હતી. અને આજે તો ખરેખર તે બંનેની એક જ સરહદ છે. ઈરાન હિંદ જવાના સીધા જમીનમાર્ગ ઉપર આવેલું હતું. વળી તે હિંદ જવાના દરિયાઈ માર્ગ ઉપર પણ હતું. આખી બ્રિટિશ રાજનીતિ તેમના હિંદી સામ્રાજ્યના તથા ત્યાં જતા માર્ગોના સંરક્ષણના પાયા ઉપર રચાયેલી હતી. તેમનું મહાન હરીફ રશિયા એ માર્ગ ઉપર પગ પસારીને બેસીને હિંદ ઉપર ભૂખી નજરે જોયા કરે એ વસ્તુ અંગ્રેજે કઈ પણ સંજોગોમાં સાંખી લે એમ નહોતું. આથી અંગ્રેજો તથા રશિયન બંને ઈરાનમાં ભારે રસ લેવા લાગ્યા. અને એ ગરીબ બીચારા દેશને પજવવા લાગ્યા. શાહ (ઈરાનના રાજાઓ) સંપૂર્ણપણે નમાલા અને બેવકૂફ હતા અને ખોટી પળે તેમની સાથે લડવાનો પ્રયાસ કરીને અથવા તે પિતાની પ્રજા સાથે લડીને તેઓ સામાન્ય રીતે તેમના હથિયાર બનતા. એ બંને પ્રજાને પરસ્પર હરીફાઈ ન હતી તે રશિયા કે ઇંગ્લંડ ઈરાનને સંપૂર્ણ કબજે લેત અને તેને ખાલસા કરત અથવા તે મિસરની પેઠે તેને રક્ષિત દેશ બનાવત.
૨૦મી સદીના આરંભમાં ઈરાન બીજા એક કારણે લેભને ભેગ બન્યું. કેરોસીન અથવા પેટ્રેલ ત્યાં જડી આવ્યું અને એ વસ્તુ ભારે કીમતી હતી. ૧૯૦૧ની સાલમાં ઈરાનનાં આ ક્ષેત્રમાંથી તેલ ખોદી કાઢવાને માટે આ નામના એક બ્રિટિશ પ્રજાજનને ૬૦ વરસ સુધીના લાંબા સમય સુધી ભારે છૂટછાટો. આપવાને ઈરાનના વૃદ્ધ શાહને સમજાવવામાં આવ્યું. થોડાં વરસ પછી “એંગ્લોપર્શિયન ઓઈલ” કંપની નામની એક બ્રિટિશ કંપની આ તેલનાં ક્ષેત્રમાં કામ કરવાને સ્થાપવામાં આવી. ત્યારથી આ કંપની ત્યાં કાર્ય કરી રહી છે અને આ કેસીનના રોજગારમાંથી અઢળક નફે તેણે કર્યો છે. ઈરાનની સરકારને
ज-१०