Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૮૩૪
જગતના ઇતિહાસનુ” રેખા ન
એ કહેવાની જરૂર નથી કે ઇંગ્લેંડ આ કટોકટીમાંથી પાર ઊતર્યુ અને પાલમેન્ટ ઉપર પહેલાંની જેમ જ ધનિક વર્ગના કામૂ ચાલુ રહ્યો. સારી સ્થિતિના મધ્યમ વર્ગને વળી વધારે સત્તા મળી.
૧૮૪૮ની સાલના અરસામાં બીજી એક ચળવળે દેશને હચમચાવી મૂકયા. એ ચાર્ટિસ્ટ ચળવળ તરીકે ઓળખાતી હતી કેમકે એમાં પામેન્ટને એક પ્રચંડ અરજી મોકલવાની યેાજના કરવામાં આવી હતી. એ અરજીમાં જુદા જુદા સુધારાઓની માગણી કરતા પ્રજાના ‘ચાર ’ એટલે કે હક્કપટ્ટો રજૂ કરવામાં આવ્યા હતા. એ ચળવળે શાસકવર્ગને ભયભીત કરી મૂક્યો પરંતુ પાછળથી તેને દાખી દેવામાં આવી. કારખાનાંને મજૂરવર્ગ ભારે હાડમારી વેઠતા હતા અને તેમનામાં ભારે અસ ંતોષ વ્યાપ્યો હતો. એ અરસામાં મજૂરોને લગતા કેટલાક કાયદા પસાર થવા લાગ્યા અને એને લીધે તેમની સ્થિતિમાં કઈક સુધારો થયા. દિનપ્રતિદિન વધતા જતા વેપારીથી ઇંગ્લંડ બહુ ઝડપથી પૈસા પેદા કરી રહ્યું હતું અને તે ‘ દુનિયાનું કારખાનું ’ બની રહ્યુ હતું. મોટા ભાગના નફા કારખાનાંના માલિકાના હાથમાં જતા પરંતુ તેના થોડા ભાગ ઝરીતે મજૂરા સુધી પણ પહોંચતા. આ બધી વસ્તુઓને કારણે ૧૮૪૮ની સાલમાં ઇંગ્લેંડમાં બળવા થતો થતો અટકી ગયા. પરંતુ તે સમયે તે તે થાડા જ વખતમાં ફાટી નીકળશે એમ લાગતું હતું.
૧૮૪૮ના સાલની વાત હજી મેં પૂરી કરી નથી; એ વસે રામમાં જે બન્યું તે વાત તે હજી કહેવાની બાકી છે. એ વાત મારે આવતા પત્રને માટે મુલતવી રાખવી જોઈ એ.
૧૨૭, ઇટાલી એક અને સ્વાધીન રાષ્ટ્ર બને છે
વસતપ’ચમી, ૩૦ જાન્યુઆરી, ૧૯૩૩
૧૮૪૮ની સાલના મારા ખ્યાનમાં ઇટાલીની વાત મે છેવટે રાખી છે. એ વરસના બધા રેશમાંચક બનાવામાં રેશમની વીરતાભરી લડત સૌથી અદ્ભુત છે.
નેપોલિયનના સમય પહેલાં ઇટાલી એ નાનાં નાનાં રાજ્યે અને નાના નાના કારાને શભૂમેળા હતું. નેપોલિયને ઘેાડા વખત માટે તેને એક કર્યું. નેપાલિયન પછી તેણે પાતાની પહેલાંની સ્થિતિ ધારણ કરી અથવા કહો કે તેની એથીયે ખરાબ દશા થઈ. વિજયી મિત્રરાજ્યાએ ૧૮૧૫ની સાલની વિયેનાની કેંગ્રેસમાં એ દેશના મોટા ભાગ આપસમાં વહેંચી લીધે. આસ્ટ્રિયાએ વૈનીસ તથા તેની આસપાસના ધણા પ્રદેશ લીધા; ઑસ્ટ્રિયાના ઘણા ઠાકારોને મનગમતા પ્રદેશો આપવામાં આવ્યા; પાપ રામ પાછે આવ્યા અને તેની