Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
ઇટાલી એક અને સ્વાધીન રાષ્ટ્ર બને છે ૮૩૭ શરૂઆતની ફતેહાએ ઈટાલીના લેકેની રાષ્ટ્રીયતાની ભાવનાને પ્રજ્વલિત કરી મૂકી. સ્વયંસેવકોને પ્રવાહ વહેવા લાગ્યું અને ગેરબાલ્ડીનું રાષ્ટ્રગીત ગાતા ગાતા તેઓ ઉત્તર તરફ કૂચ કરવા લાગ્યા.
કબરે આજે ખૂલી ગઈને આવે દૂર થકી સો વીર, પ્રેત શહીદો કેરાં આજે યુદ્ધ ખેલવા ધપે અધીર.
તલવારે લીધી હાથે,
કીર્તિની કલગી માથે, મૃત હૃદયે એ દીપ્તિમંત શાં ઈટલીના નામે રણવીર!
આ સૌ જોડાઈ જાઓ!
રખે કોઈ પાછળ રહી જાઓ! આવે, સર્વે કદમ મિલાવે, દેશજુવાને ટોળાટેળ; ફહરાવ ઝડે, વગડા આજ બેંગિયા ધિંગા ટેલ.
ઠંડી તીખી તેગધાર લઈ,
આ, હૈયે આગ જલાઈ આવો વતન તણી લગનીની જ્વાળા અયિ! લહરાવી લેલ. દીસ્તો રહે તે ઇટલીથી! બસ ભાગ અમારા ઘરમાંથી!
ભાગ અજાણ્યા પરદેશી! તું દીસ્ત રહે અમ ઈટલીથી. રાષ્ટ્રગીત બધે જ કેવાં એક સરખાં હોય છે
કાવુરે મૅરિબાડીની ફતેહને લાભ ઉઠાવ્યો અને એ બધાને પરિણામે ૧૮૬૧ની સાલમાં પિડમેન્ટને રાજા વિકટર ઈમૈન્યુઅલ ઈટાલીન રાજા બને. રામ હજી ફ્રેંચ લશ્કરના કબજામાં હતું અને વેનિસ ઑસ્ટ્રિયનના કબજામાં હતું. દશ વરસની અંદર રેમ તથા વેનિસ બાકીના ઈટાલી સાથે ભળી ગયાં અને રોમ તેનું પાટનગર બન્યું. આખરે ઈટાલી એક રાષ્ટ્ર બન્યું. પરંતુ મેંઝીનીને - એથી સુખ ન થયું. જીવનભર પ્રજાસત્તાકના આદર્શ માટે તે મ હતું પણ હવે તે ઈટાલી એ પિડમેન્ટના રાજા વિકટર ઈમેન્યુઅલનું રાજ્ય બન્યું. - એટલું ખરું કે એ નવું રાજ્ય બંધારણીય રાજ્ય હતું અને વિકટર ઈમેન્યુઅલ રાજા બન્યા પછી તરત જ ઈટાલીની પાર્લામેન્ટની બેઠક ટુરીનમાં મળી.
આમ ઇટાલીનું રાષ્ટ્ર ફરીથી એક અને વિદેશી અમલથી મુક્ત થયું. મેંઝીની, ગેબિલ્ડી અને કાવુર આ ત્રણ પુરૂષોએ એ વસ્તુ સિદ્ધ કરી. અને એ ત્રણમાંને એક પુરુષ પણ ન હોત તો ઈટાલીની સ્વતંત્રતા ક્યારે આવત એ કહેવું મુશ્કેલ છે. અંગ્રેજ કવિ અને નવલકથાકાર જજે મેરીડીથે ઘણા વખત પછી લખ્યું છે કે: ૪–૧૧