Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન
એ લડતના પહેલા તબક્કાના એ રીતે અંત આવ્યેા. મંઝીનીએ પ્રચાર દ્વ્રારા અને ગૅરીબાડીએ ખીજી મોટી લડતની તૈયારી દ્વારા એમ જુદી જુદી રીતે તેમણે પોતપોતાનું કામ આગળ ચલાવ્યું. તે બંને એકખીજાથી બહુ જ ભિન્ન પ્રકૃતિના પુરુષો હતા. એક વિચારક અને આદર્શવાદી હતા જ્યારે ખીજો ગેરીલા યુદ્ધપદ્ધતિને પ્રતિભાશાળી ચહ્નો હતા. અને ઇટાલીની સ્વતંત્રતા અને એકતાના ધ્યેયને ભારે ઝનૂનપૂર્ણાંક વરેલા હતા. એ પછી આ મહાન રમતમાં એક ત્રીજો ખેલાડી આગળ આવ્યેા. આ ખેલાડી પિડમેાન્ટના રાજા વિકટર ઇમેન્યુઅલના વડા પ્રધાન કાવુર હતા. નાના નાના રાજાઓને દબાવી દઈ તે તેમને દૂર કરવાના એ કાર્ટીમાં સમાવેશ થતા હતા એટલે મૈત્રીની તથા ગૅરીબાડીની પ્રવૃત્તિના લાભ ઉઠાવવાને તે સંપૂર્ણ પણે તૈયાર હતા. ફ્રે ચાને ચાલબાજીથી તેણે પોતાના દુશ્મન ઑસ્ટ્રિયનો જોડેયુદ્ઘમાં સડાવ્યા. નેપોલિયન ત્રીજો એ વખતે ફ્રાંસના શાસક હતા. આ બનાવ ૧૮૫૯ની સાલમાં બન્યા. ઑસ્ટ્રિયનાને ફ્રેચાએ હાર આપી એ તકનો લાભ લઇ ને ગૅરીબાલ્ડીએ નેલ્સ અને સિસિલીના રાજા ઉપર પોતાની જવાબદારી ઉપર અસાધારણ પ્રકારની ચડાઈ કરી. ગૅરીબાડી તથા તેના લાલ ખમીસવાળા ૧૦૦૦ સાથીઓની એ જગજાહેર ચડાઈ હતી. સૈનિકની કશીયે તાલીમ વિનાના તેમ જ જોઈતી લડાયક સાધનસામગ્રી અને પૂરતાં હથિયારા વિનાના તેના આ સાથીઓએ તેમની સામે આવેલા તાલીમબદ્ધ સૈન્યને મુકાબલા કર્યાં. દુશ્મનનું લશ્કર આ ૧૦૦૦ લાલ ખમીસવાળાએ કરતાં સ ંખ્યામાં ઘણું જ વધારે હતું પરંતુ તેમના ઉત્સાહ અને પ્રજાની સહાનુભૂતિને કારણે તેમણે ઉપરાઉપરી વિજયા મેળવ્યા. ગૅરીબાડીની કીર્તિ દેશભરમાં ફેલાઈ ગઈ. તેના નામના જાદુ એવા હતા કે તેના આવતાં વેંત દુશ્મનનું લશ્કર પલાયન કરી જતું. આમ છતાંયે તેનું કા અતિશય મુશ્કેલ હતું અને અનેક વાર તે તથા તેના સ્વયંસેવક પરાજય અને આફતના પંજામાં સપડાતા સપડાતા બચી જતા. પરંતુ તેમના પરાજયની પળે પણ ભાગ્યદેવી તેમના ઉપર મહેર કરતી અને પરાજયને વિજયમાં ફેરવી નાંખતી. જીવસટેસટનાં સાહસિક કાર્યોં ઉપર ભાગ્યદેવી ઘણી વાર મહેર કરે જ છે.
ash
66
ગૅરીબાડી અને તેના હજાર સાથી સિસિલીને કિનારે ઊતર્યાં. ત્યાંથી તે ધીમે ધીમે ઇટાલી પહોંચ્યા. દક્ષિણ ઇટાલીનાં ગામડાંઓમાં થઈ ને સૂચ કરતાં કરતાં ગૅરીબાડીએ સ્વયંસેવકા માટે ટહેલ નાખી, અને એને માટે તેણે સૂચવેલા બદલા પણુ અસાધારણ હતાઃ તેણે કહ્યું, ચાલો ! ચાલે ! આજે ધરમાં બેસી રહેનાર તેા નામ છે. બદલામાં હું તમને થાક, હાડમારી અને લડાઈઓ આપવાનું વચન આપું છું. પરંતુ આપણે જીતીશું કે મરીશું. ” દુનિયામાં કુંતેહ જેવી કાર્યસાધક ખીજી કાઈ ચીજ નથી. ગૅરીખાડીની