Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
યુરેપમાં ૧૮૪૮ની સાલની કાંતિએ
૮૨૭ ઘણી પ્રજાઓને વિદેશીઓની ધૂંસરી નીચે મૂકવામાં આવી. એ પ્રજાઓને બળપૂર્વક દાબી રાખવી પડતી હતી, પરંતુ લાંબા વખત સુધી એમ સફળતાપૂર્વક ન કરી શકાય? એમ કરવામાં મુશ્કેલીઓ ઊભી થવાની જ. એ તે ઊકળતી કીટલીનું ઢાંકણ જેમનું તેમ બંધ રાખવાને મથવા જેવું છે. યુરોપ વરાળથી ઊકળી રહ્યું હતું અને બળ કરીને વરાળ વારંવાર બહાર નીકળતી હતી. ૧૮૩૦ની સાલમાં યુરોપમાં ઠેર ઠેર થયેલાં બંડે અથવા રમખાણે વિષે તથા ત્યાં આગળ થયેલા ફેરફારો વિષે મેં તને આગળના એક પત્રમાં વાત કરી હતી. ખાસ કરીને ક્રાંસમાં એ ફેરફાર થયા હતા અને એને પરિણામે બુર્બોન રાજકર્તાઓને છેવટને હાંકી કાઢવામાં આવ્યા હતા. આ બંડેએ યુરોપના રાજાઓ, શહેનશાહે તથા તેમના પ્રધાનોને વળી વધારે ભડકાવી મૂક્યા અને તેમણે વળી વધારે બળપૂર્વક પ્રજાને દબાવી દીધી. વિગ્રહો અને ક્રાંતિઓને કારણે જુદા જુદા દેશોમાં થયેલા ભારે ફેરફારે વિષે આપણે આ પત્રમાં અનેક વાર વાત કરી ગયાં છીએ. ભૂતકાળના વિગ્રહ કેટલીક વાર ધાર્મિક અને કેટલીક વાર રાજવંશી હતા. વળી ઘણી વાર રાજકીય કારણે પણ એક પ્રજા બીજી પ્રજા ઉપર ચડાઈ કરતી. વિગ્રહનાં આ બધાં કારણેની પાછળ સામાન્યપણે આર્થિક કારણે પણ હતાં. આ રીતે, મધ્ય એશિયાની પ્રજાઓએ એશિયા અને યુરોપ ઉપર કરેલી ઘણીખરી ચડાઈનું કારણ એ હતું કે ભૂખમરાને કારણે પશ્ચિમ તરફ ખસવાની તેમને ફરજ પડી હતી. આર્થિક પ્રગતિ એક પ્રજા કે રાષ્ટ્રને બળવાન બનાવે છે અને બીજી પ્રજાએ કે રાષ્ટ્રો કરતાં તેને વધારે અનુકૂળ સ્થિતિમાં મૂકે છે. હું તને જણાવી ગયો છું કે યુરોપ તેમ જ બીજા દેશોના કહેવાતા ધાર્મિક વિગ્રહોની પાછળ પણ આર્થિક બળ કાર્ય કરી રહ્યું હતું. સાંપ્રત કાળમાં આવતાં જઈએ છીએ તેમ તેમ ધાર્મિક અને રાજવંશી વિગ્રહ બંધ થતા જતા આપણને જણાય છે. અલબત, વિગ્રહો તે નથી જ બંધ પડતા. દુઃખની વાત તો એ છે કે તે વધારે ભીષણ બનતા જાય છે. પરંતુ તેમનાં કારણે આજે તે પ્રધાનપણે રાજકીય અને આર્થિક હોય છે. રાજકીય કારણે મુખ્યત્વે કરીને રાષ્ટ્રવાદની સાથે સંકળાયેલાં હોય છે. એને કારણે એક પ્રજા બીજી પ્રજાને દબાવી દે છે અથવા તે બે ઉદ્દામ રાષ્ટ્રવાદની વચ્ચે ઘર્ષણ થવા પામે છે. રાષ્ટ્રવાદને કારણે થતા આ રાજકીય ઝઘડાઓ પણ પ્રધાનપણે આર્થિક કારણોને લીધે થાય છે; દાખલા તરીકે આધુનિક ઔદ્યોગિક દેશની કાચે માલ તથા બજારે માટેની જરૂરિયાત. આ ઉપરથી આપણને જણાય છે કે, વિગ્રહની બાબતમાં આર્થિક કારણે વધુ ને વધુ મહત્ત્વ ધારણ કરતાં જાય છે. અને આજે તે ખરેખર એ કારણે બીજાં બધાં કારણોને ઢાંકી દે છે.
ભૂતકાળમાં ક્રાંતિઓની બાબતમાં પણ એવા જ પ્રકારનો ફેરફાર થત રહ્યો છે. આરંભની ક્રાંતિઓ રાજમહેલની ક્રાંતિઓ હતી. એમાં રાજકુટુંબનાં