Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
ઈરાનમાં સામ્રાજ્યવાદ અને રાષ્ટ્રવાદ ઈરાન માટે રશિયને અને અંગ્રેજોના હૃદયમાં પ્રેમ ઊભરાઈ જતો નહે. મજલીસ અને શાહ વચ્ચે ઝઘડે ઊભો થયો અને શાહે પિતાની જ પાર્લમેન્ટ ઉપર ખરેખાત બૅબમારે ચલાવ્યો. પરંતુ પ્રજા અને લશ્કર મજલીસ તથા રાષ્ટ્રવાદીઓના પક્ષમાં હતાં અને રશિયન સૈન્યની સહાયથી જ શાહ બચી
જવા પામ્યું. રશિયા અને ઇંગ્લેડે એક યા બીજે બહાને – સામાન્ય રીતે પિતાના પ્રજાજનોનું રક્ષણ કરવાનું બહાનું હોય છે – પિતાપિતાનાં સૈન્ય બેલાવ્યાં અને ત્યાં રાખ્યાં. રશિયને ભયંકર કઝાક સૈન્યને ત્યાં લાવ્યા અને અંગ્રેજોએ જેમની સાથે આપણને કશી તકરાર નહોતી તે ઈરાનીઓને ડરાવવાને હિંદી સૈન્યને ઉપયોગ કર્યો.. - ઈરાન ભારે મુશ્કેલીમાં આવી પડ્યું. તેની પાસે નાણાં નહોતાં તથા લેકેની સ્થિતિ બહુ જ ખરાબ હતી. મજલીસે સ્થિતિ સુધારવા પ્રયાસ કર્યો. તેના ઘણાખરા પ્રયાસો અંગ્રેજે કે રશિયનેના અથવા ઉભયના વિધથી વિફળ બનાવવામાં આવ્યા. આખરે તેણે અમેરિકા તરફ નજર કરી અને પિતાની નાણાંકીય સ્થિતિ સુધારવામાં મદદ કરવાને એક કુશળ અમેરિકન શરાફની નિમણૂક કરી. આ અમેરિકન શરાફ મેર્ગન શુસ્ટરે, ઈરાનની નાણાંકીય સ્થિતિ સુધારવાને પોતાનાથી બનતું બધું કર્યું પરંતુ હમેશાં રશિયન તથા અગ્રેજોને વિરોધ તેના માર્ગમાં નક્કર દીવાલની પેઠે ખડે થતો. આથી કંટાળી તથા નિરાશ થઈને તે ઈરાન છેડી પિતાને દેશ પાછો ફર્યો. પાછળથી તેણે લખેલા એક પુસ્તકમાં રશિયન તથા બ્રિટિશ સામ્રાજ્યવાદ ઈરાનના જીવનને કેવી રીતે કચરી રહ્યા હતા તેની કહાણ શુસ્ટરે આપી છે. એ પુસ્તકનું નામ – “ઈરાનનાં તરફડિયાં” – પણ સૂચક છે. એમાં ઈરાનનાં તરફડિયાંની કથા કહેવામાં આવી છે.
ઈરાન એક સ્વતંત્ર દેશ તરીકે નષ્ટ થવાને નિર્માયેલે છે એમ લાગવા માંડયું. દેશને પિતપોતાનાં “લાગવગનાં ક્ષેત્રમાં વહેંચી નાખીને રશિયા તથા ઇંગ્લડે એ દિશામાં ક્યારનાયે પ્રથમ પગલાં ભર્યા હતાં. તેમનાં સૈન્યએ મહત્ત્વનાં કેન્દ્રોને કબજે લીધો હતો. એક બ્રિટિશ કંપની તેના તેલના ભંડારને શષી રહી હતી. ઈરાનની ભારે દુર્દશા થઈ રહી હતી. કેઈ વિદેશી સત્તાએ તેને સંપૂર્ણપણે ખાલસા કર્યું હતું એ પણ એના કરતાં સારું હતું કેમ કે એમ થતાંની સાથે થોડું જવાબદારીનું તત્ત્વ દાખલ થવા પામત. એ પછી ૧૯૧૪નું મહાયુદ્ધ ફાટી નીકળ્યું.
એ યુદ્ધમાં ઈરાને પોતાની તટસ્થતા જાહેર કરી. પરંતુ નબળાની જાહેરાતની સબળા ઉપર ઝાઝી અસર થતી નથી. લાગતાવળગતા બધા પક્ષોએ ઈરાનની તટસ્થતાની ઉપેક્ષા કરી અને રાંક બીચારી ઈરાનની સરકારનું એ બાબતમાં શું માનવું છે એની કશીયે પરવા કર્યા વિના વિદેશી લશ્કરે ત્યાં આવ્યાં અને એકબીજા સાથે લડવા લાગ્યાં, ઈરાનની આસપાસના બધા જ દેશે લડાઈમાં