Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૭૭૩
જાપાન રશિયાને હરાવે છે. ઉગારવા માટે જર્મન સેનાપતિની સરદારી નીચે જુદી જુદી પ્રજાઓનાં બનેલાં આંતરરાષ્ટ્રીય સૈન્ય ચીનની ભૂમિ ઉપર કુચ શરૂ કરી. જર્મન કેસરે પિતાના સૈન્યને દૃષ્ણની પેઠે વર્તવાની આજ્ઞા આપી અને ઘણું કરીને આ આજ્ઞા ઉપરથી જ મહાયુદ્ધ વખતે જર્મનને દૂણેનું ઉપનામ આપવાનું અંગ્રેજોને સૂચન મળ્યું હતું.
માત્ર જર્મન સૈન્ય જ નહિ પણ બીજી બધી વિદેશી પ્રજાઓનાં સૈન્યએ કેસરની એ સલાહનો અમલ કર્યો. પેકિંગ ઉપર કૂચ કરતી વખતે ચીનની પ્રજા ઉપર એ સૈન્ય એ વર્તાવ કર્યો કે જેથી તેમના પંજામાં સપડાવા કરતાં સંખ્યાબંધ લોકેએ આપઘાત કરવાનું પસંદ કર્યું. તે સમયે ચીનની સ્ત્રીઓમાં પિતાના પગની પાટલી બહુ જ ટૂંકી રાખવાનો રિવાજ હતું અને એથી તે સહેલાઈથી દેડી શકતી નહિ. આથી અસંખ્ય ચીની સ્ત્રીઓએ આપઘાત કર્યો. આ રીતે કતલ, આપઘાત, તથા ગામડાઓને બાળવા વગેરેથી ચીનની ભૂમિને અંકિત કરીને આ મિત્રરાજનાં સૈન્યએ આગળ કૂચ કરી. મિત્રરાજનાં આ સૈન્યની સાથે એક અંગ્રેજ ખબરપત્રી જણાવે છે: .
અહીં બનેલી કેટલીક વસ્તુઓનો તે મારે ઉલ્લેખ સરખે પણ ન કરવો જોઈએ. અને ઇંગ્લંડમાં એ છપાવી પણ ન ઘટે, કેમકે એ વસ્તુ એ દર્શાવી આપે છે કે આપણે પાશ્ચાત્ય સુધારે એ જ ગલીપણાને છુપાવનારું કેવળ સોહામણું ઢાંકણ જ છે. કઈ પણ યુદ્ધ વિષેની સાચી. હકીકત કદી પણ લખાઈ જ નથી અને એ બાબતમાં આ યુદ્ધ પણ અપવાદરૂપ નથી.
આ સૈન્ય પેકિંગ પહોંચ્યાં અને એલચીખાતાંઓને ઘેરામાંથી મુક્ત કર્યા. અને પછી પેકિંગની લૂંટ—“પિઝાના સમય પછીની મોટામાં મોટી લશ્કરી લૂંટ” શરૂ થઈ પેકિંગને કળાની વસ્તુઓને સંગ્રહ જેઓ તેનું મૂલ્ય સહેજ પણું સમજતા નહોતા એવા અણઘડ અને અસંસ્કારી લોકોને હાથ ગયા. અને મિશનરીઓએ આ લૂંટમાં આગળ પડતે ભાગ લીધે એ ખેદજનક બીના છે. સૈનિકોની ટોળીઓ ઘેરઘેર ફરતી, એ ઘરની માલકી પિતાની છે એવી મતલબની નેટિસે તેમના ઉપર ચડતો. પછી એ ઘરની અંદરની કીમતી ચીજ વેચી દેવામાં આવતી અને એ કામ પૂરું થાય એટલે બીજા મેટા ઘર ઉપર તેમને દરેડ પડતે..
વિદેશી સત્તાઓની આપસની હરીફાઈ અને કંઈક અંશે યુનાઈટેડ સ્ટેટ્સની સરકારના વલણને કારણે ચીન ભાગલાની આપત્તિમાંથી બચી ગયું. પરંતુ તેને હિણપત અને નામશીન કરવામાં કડવો ઘૂંટડે પીવાની ફરજ પાડવામાં આવી. અનેક રીતે તેનું અપમાન કરવામાં આવ્યું; પેકિંગમાં તશું રેલવેના રક્ષણને અર્થે ચીનમાં કાયમી વિદેશી લશ્કર રાખવાની, ઘણુંખરા કિલ્લાઓને નાશ કરવાની તથા વિદેશી વિરોધી મંડળના સભ્યોને મતની સજા ફરમાવવાની શરતો કબૂલ કરવાની ચીનને ફરજ પાડવામાં આવી. તેની ૬–૭