Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન
૧૯મી સદીના ઉત્તરાધÖમાં ડચ લેાકાએ કેળવણીના ક્ષેત્રમાં અને ખીજા કેટલાક સુધારા દાખલ કર્યાં. ત્યાં આગળ નવા મધ્યમ વર્ગ ઊભા થવા પામ્યા હતા અને રાષ્ટ્રીય ચળવળે સ્વાતંત્ર્યની માગણી કરવા માંડી. હિંદુની પેઠે ત્યાં પણ ખચકાતાં ખચકાતાં સુધારાઓ આપવાની દિશામાં પ્રગતિ કરવામાં આવી, અને કશી સત્તા વિનાની નામની ધારાસભા સ્થાપવામાં આવી. પાંચેક વરસ ઉપર ડચ ઇસ્ટ ઇન્ડિઝમાં ક્રાંતિ થઈ પરંતુ ભારે ક્રૂરતાથી તેને દાખી દેવામાં આવી. પરંતુ જાવા અને બીજા ટાપુઓમાં સ્વતંત્રતાની જે ભાવના પેદા થઈ છે તેનેા ગમે એટલું દમન અને ક્રૂરતા નાશ કરી શકે એમ નથી.
ડચ ઇસ્ટ ઇન્ડિઝ ટાપુઓ હવે નેધરલૅન્ડઝ ઇન્ડિયાને નામે એળખાય છે. દર પખવાડિયે હાલેંડથી આખા યુરોપ અને એશિયા ઓળંગીતે જાવાના ખાતાવિયા શહેર સુધીના હવાઈ વાહનવ્યવહાર ચાલે છે.
ઈસ્ટ ઈન્ડિઝ ટાપુની વાતની રૂપરેખા મે પૂરી કરી છે અને હવેહું સમુદ્ર એળંગીને એશિયાખંડની ભૂમિ ઉપર જવા ચાહું છું. બ્રહ્મદેશ વિષે તા ઝાઝુ કહેવાનું નથી. ઘણી વાર તેના ઉત્તર અને દક્ષિણુ એવા ભાગલા પડી જતા અને એ બને ભાગે પરસ્પર એકક્બીજા સાથે ઝઘથ્યા કરતા. કાઈ વાર વળી કાઈ બળવાન રાજા એ બને ભાગેને એકત્ર કરતા એટલું જ નહિ પણ પડેાશમાં આવેલા સિયામને જીતી લેવાનું સાહસ પણ કરતા. અને પછી ૧૯મી સદીમાં અંગ્રેજો સાથે ઝધડા ઊભા થયા. બ્રહ્મી રાજાએ પોતાના સામર્થ્ય ઉપર વધારે પડતી મદાર બાંધીને આસામ ઉપર ચડાઈ કરી અને તે પ્રદેશ ખાલસા કર્યાં. એ પછી હિંદના અંગ્રેજો સાથેતા પહેલા બ્રહ્મી વિગ્રહ ૧૮૨૪ની સાલમાં થયા અને એને પરિણામે આસામ અંગ્રેજોને હાથ આવ્યું. બ્રહ્મી સરકાર તથા તેનું સૈન્ય કમજોર છે એ વસ્તુ હવે અંગ્રેજો પામી ગયા અને આખા બ્રહ્મદેશ ખાલસા કરી લેવાની વાસના તેમનામાં જાગ્રત થઈ. ખીજા અને ત્રીજા અહ્મી વિગ્રહ માટે મૂર્ખાઇભર્યાં બહાનાં શોધી કાઢવામાં આવ્યાં. ૧૮૮૫ની સાલ સુધીમાં આખા રાજ્યને ખાલસા કરીને હિંદના બ્રિટિશ સામ્રાજ્ય સાથે જોડી દેવામાં આવ્યું. ત્યારથી બ્રહ્મદેશનું ભાવિ હિંદુ સાથે સંકળાયેલું રહ્યું છે.
બ્રહ્મદેશની દક્ષિણે મલાયા દ્વીપકલ્પમાં પણ અંગ્રેજો ફરી વળ્યા હતા. ૧૯મી સદીના આરંભમાં તેમણે સિંગાપોરના ટાપુના કબજો લીધા અને તેના સ્થાનની અનુકૂળતાને કારણે થાડા જ વખતમાં તે ખીલતું વેપારી શહેર તેમ જ દૂર પૂર્વના દેશો તરફ જતાં વહાણાના વિસામા માટેનું બંદર બની ગયું. દ્વીપકલ્પના ઉપરના ભાગમાં આવેલા મલાકાના ખદરની પડતી થઈ. અંગ્રેજોએ સિંગાપોરથી ઉત્તરમાં ફેલાવા માંડયું. મલાયા દ્વીપકલ્પમાં નાનાં નાનાં ઘણાં રાજ્યા હતાં. એમાંનાં ધણાંખરાં સિયામનાં ખડિયાં રાજ્યા હતાં. ૧૯મી સદીના અંત સુધીમાં એ બધાં અંગ્રેજોનાં રક્ષિત રાજ્યો બની ગયાં, અને તેમને એક
૭૯