Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઈતિહાસનું રેખાદર્શન છે અને શાળામાં ભણતાં બધાં જ બાળકે કંઈ નહિ તે આમાંની કેટલીક જગ્યાએ જઈ શકે એમ હું ઈચ્છું છું.
હિંદની આ કથાઓ સમુદ્ર ઓળંગીને બહ૬ ભારતમાં પણ પહોંચી, જાવામાં બરાબુદુર આગળ બુદ્ધની સમગ્ર કથા અદ્ભુત ભીંતચિત્રમાં ચીતરવામાં આવેલી છે. અંગઝેરનાં ખંડિયેરમાં આજે પણ કેટલીક મનહર મૂર્તિઓ મેજૂદ છે. એ મૂર્તિઓ ૮૦૦ વરસ પહેલાંના એ શહેરની–જ્યારે તે પૂર્વ એશિયામાં “ભવ્ય અંગકેર” તરીકે મશહૂર હતું – આપણને યાદ આપે છે એ મૂર્તિઓની મુખાકૃતિઓ વિનમ્ર અને જીવંત છે અને તેમના ઉપર અણુછતું મંદ સ્મિત તરવરી રહ્યું છે. અને તે “અંગરના રિમત'ના નામથી ઓળખાય છે. એ મૂર્તિની મુખાકૃતિઓ ભિન્ન જાતિની હેવાને કારણે સ્વરૂપમાં બદલાય છે ખરી પણ તેના ઉપરનું સ્મિત તે તેવું ને તેવું જ કાયમ રહે છે અને તે કદીયે એકસૂરું કે નીરસ બનતું નથી.
કળા એ તે તે કાળના જીવન અને સંસ્કૃતિને યથાર્થ પરિચય આપનાર દર્પણ છે. જ્યારે હિંદી સંસ્કૃતિ ચેતનથી ઊભરાતી હતી ત્યારે તેણે સૌંદર્યની વસ્તુઓ નિર્માણ કરી અને કળાની ઉન્નતિ થઈ તથા દૂર દૂરના દેશમાં એના પડઘા પડ્યા. પરંતુ તું જાણે છે કે સ્થગિતતા અને સડે તેમાં દાખલ થયાં અને દેશમાં ભાગલા પડતા ગયા તેની સાથે કળાની પણ અવનતિ થઈ. તેણે પિતાનું જેમ ગુમાવ્યું અને તે નિપ્રાણ બની ગઈ, વિગતોની ઝીણવટ તેના ઉપર વધારે પડતી લાદવામાં આવી અને પરિણામે કેટલીક વાર તે સાવ કઢંગી બની જતી. મુસલમાનોના આગમને તેનામાં નવું ચેતન રેડયું, એમાં નવી અસર દાખલ થવા પામી અને તેણે હિંદી કળાના અવનત નમૂનાઓને તેની વધારે પડતી સજાવટમાંથી મુક્ત કર્યા. એની પાછળીને પુરાણે હિંદી આદર્શ તે કાયમ જ રહ્યો પરંતુ એને અરબસ્તાન તથા ઈરાનના સાદા અને લાલિત્યપૂર્ણ વાઘાથી વિભૂષિત કરવામાં આવી. ભૂતકાળમાં હિંદમાંથી હજારો સિદ્ધહસ્ત શિલ્પીઓ મધ્ય એશિયામાં ગયા હતા. પરંતુ હવે શિલ્પીઓ તથા ચિત્રકાર પશ્ચિમ એશિયામાંથી હિંદમાં આવવા લાગ્યા. ઈરાન તથા મધ્ય
એશિયામાં કળાની પુનર્જાગ્રતિ થવા પામી હતી. કેન્સ્ટાન્ટિનોપલમાં મહાન શિલ્પીઓ પ્રચંડ ઇમારતે ચણ રહ્યા હતા. એ ઈટાલીની પુનર્જાગ્રતિને પણ પ્રારંભકાળ હતા. એ સમયે ત્યાંના પ્રતિભાશાળી કલાકારોએ મનરમ્ય ચિત્ર તથા મૂતિઓ નિર્માણ કર્યો.
સિયાન તે સમયને મશહૂર તુર્ક શિલ્પી હતી અને બાબરે તેના માનીતા શિષ્યને હિંદમાં બેલા હતે. ઈરાનમાં બીઝાદ નામનો મહાન ચિત્રકાર હતે. અકબરે તેના ઘણું શિષ્યને અહીં બેલાવ્યા અને પિતાના દરબારના ચિત્રકાર તરીકે તેમની નિમણૂક કરી. શિલ્પ અને ચિત્રકળામાં ઈરાનની