Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન - શાસક બન્યા. હવે બેબિલેન શહેર આ નવા સામ્રાજ્યનું કેન્દ્ર બન્યું. બાઈબલમાં
એ શહેરને અનેક વાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ કાળમાં સાહિત્ય સજીવન થયું; મહાકાવ્ય લખાયાં અને ગવાવા લાગ્યાં. સૃષ્ટિને આરંભ તથા ભીષણ જલપ્રલય વર્ણવતાં આ મહાકાવ્યની કથાઓ ઉપરથી બાઈબલનાં શરૂઆતનાં પ્રકરણો લખાયાં હોવાનું મનાય છે.
પછી બૅબિલેન પણ પડયું અને ઘણી સદીઓ પછી (ઈ. સ. પૂ. ૧૦૦૦ના અરસામાં) ઍસીરિયન લેકે આગળ આવ્યા. અને તેમણે પિતાનું સામ્રાજ્ય સ્થાપ્યું. નિનેવા એનું પાટનગર હતું. એ બહુ વિચિત્ર પ્રકારના લેકે હતા. તેઓ અતિશય ક્રર અને પાશવ હતા. તેમનું સમગ્ર રાજતંત્ર ત્રાસ ઉપર રચાયેલું હતું અને ભારે કતલ તથા સંહાર દ્વારા તેમણે મધ્યપૂર્વના આખા પ્રદેશમાં મહાન સામ્રાજ્ય સ્થાપ્યું. એ લેકે તે કાળના સામ્રાજ્યવાદીઓ હતા. આમ છતાંયે કેટલીક બાબતોમાં તેઓ ભારે સંસ્કારી હતા. નિનેવામાં એક જબરદસ્ત પુસ્તકાલય ઊભું કરવામાં આવ્યું હતું. તે વખતે જાણીતા જ્ઞાનના બધા વિષયનાં પુસ્તકને તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. એ પુસ્તકાલયનાં પુસ્તકે કાગળનાં નહોતાં એ મારે તને કહેવાની ભાગ્યે જ જરૂર હેય. વળી એ પુસ્તકે આજનાં પુસ્તકેના જેવાં પણ નહોતાં. તે સમયનાં પુસ્તક પથ્થર કે માટીની તકતીઓ ઉપર લખવામાં આવતાં. નિનેવાના આ પ્રાચીન પુસ્તકાલયની એવી હજારે તકતીઓ આજે લંડનના બ્રિટિશ મ્યુઝિયમમાં છે. કેટલીક તકતીઓ તે ખરેખર કમકમાટી ઉપજાવે એવી છે; સમ્રાટે દુશ્મન તરફ કેવી ક્રૂરતા આદરી તથા એમ કરીને તેણે કે આનંદ લૂંટયો એનું તાદશ વર્ણન એવી કેટલીક તકતીઓમાં આપવામાં આવ્યું છે.
આ હિંદમાં મેહનજો-દડેના કાળ પછી આવ્યા. તેમના આરંભના કાળના કશા અવશેષો કે મૂર્તિઓ હજી સુધી મળી આવ્યાં નથી. એમનું મોટામાં મોટું સ્મારક વેદ વગેરે તેમના ગ્રંથે છે. એમાંથી આપણને હિંદનાં મેદાનમાં આવનારા આ હોંશીલા સૈનિકોના માનસને કંઈક પરિચય મળે છે. એ ગ્રંથ પ્રકૃતિસૌંદર્યનાં પ્રબળ કાવ્યથી ભરેલા છે. ખુદ એમના દેવે પણ પ્રકૃતિના દે છે. જ્યારે કળા ખીલી ત્યારે પ્રકૃતિના આ પ્રેમે ભારે ફાળે આપે એ સ્વાભાવિક છે. ભોપાલની પાસે આવેલા સાંચીના દરવાજા, શોધી કાઢવામાં આવેલા એ કાળના અવશેષોમાં સૌથી પ્રાચીન છે. એ દરવાજાઓ બુયુગના આરંભકાળના છે અને ફૂલ, પાંદડાં તથા પ્રાણીઓનું એના ઉપરનું મનહર કોતરકામ એ ઘડનાર કલાકારોની પ્રકૃતિ વિષેની સમજ તથા તેમના પ્રકૃતિપ્રેમની આપણને પિછાન કરાવે છે.
અને પછી વાયવ્ય તરફથી અહીં ગ્રીક અસર આવી. તને યાદ હશે કે સિકંદર પછી ગ્રીક લોકોનું સામ્રાજ્ય છેક હિંદની સરહદ સુધી આવી પહોંચ્યું