Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
ઈરાનની પ્રાચીન પરંપરા ટકી રહે છે
અસરનું પ્રભુત્વ વધવા પામ્યું. મારા આગળના એક પત્રમાં મેાગલકાળની ભારતીય મુસ્લિમ કળાની કેટલીક મહાન ઇમારા વિષે મે તને કહ્યું હતું. એમાંની ઘણીખરી ઇમારતા તે જોઈ છે. આ ભારતીય--ઈરાની કળા તાજમહાલમાં પરાકાષ્ઠાએ પહોંચી છે. એને નિર્માણ કરવામાં મેાટા મોટા અનેક કળાકારોએ પોતાના ફાળા આપ્યા હતા. એમ કહેવાય છે કે, ઉસ્તાદ ઈસા નામને તુ કે ઈરાની તેને પ્રધાન શિલ્પી હતા. અને હિંદી શિલ્પીઓએ તેને મદદ કરી હતી. કેટલાક યુરેાપિયન અને ખાસ કરીને ઇટાલિયન કલાકારોએ અંદરના ભાગને શણગારવાનું કામ કર્યું હતું એમ કહેવાય છે. આટલા બધા ભિન્ન ભિન્ન સિદ્ધહસ્ત કારીગરોએ એમાં કામ કર્યું હોવા છતાં આપણને કઠે એવું કાઈ પણ વિસંવાદી તત્ત્વ એમાં નથી. બધી ભિન્ન ભિન્ન અસરાના સુમેળ સાધીને એમાં અદ્ભુત સુસંવાદિતતા નિર્માણ કરવામાં આવી છે. તાજમહાલ નિર્માણ કરવામાં ઘણા લેકેએ ફાળા આપ્યા પરંતુ હિંદી અને ઈરાની એ એ જ અસર એમાં પ્રાધાન્ય ભાગવે છે, અને તેથી જ માં. બ્રુસેટ એને વિષે કહે છે કે, ભારતના દેહમાં ઈરાનના આત્માએ જન્મ લીધેા છે.''
26
૧૨૪. ઈરાનની પ્રાચીન પરંપરા ટકી રહે છે
૧૧
૨૦ જાન્યુઆરી, ૧૯૩૩
હિંદમાં આવીને જે દેશના આત્માએ તાજમહાલના રૂપમાં પેાતાને યાગ્ય દેહ પ્રાપ્ત કર્યાં હતા એમ કહેવામાં આવે છે તે ઈરાનમાં હવે આપણે જઈ એ. ઈરાનની કળા અદ્વિતીય પરંપરા ધરાવે છે. એ પરંપરા ૨૦૦૦ વરસ સુધી એટલે કે એસીરિયન લેાકેાના કાળથી આજ સુધી ટકી રહી છે. ત્યાં આગળ રાજ્યતંત્રમાં પલટા થયા, રાજવંશો બદલાયા અને ધર્મમાં પણ ફેરફાર થયા છે; એ દેશ ઉપર વિદેશી સત્તાએ શાસન કર્યું છે તેમ જ દેશના રાજાઓએ પણ રાજ્ય કર્યું છે; ત્યાં આગળ પ્રસ્લામનું આગમન થયું અને તેણે ઘણી વસ્તુઓમાં ક્રાંતિ કરી નાખી, પરંતુ આ બધા ફેરફાર થવા છતાંયે ઈરાનની કળાની આ પરંપરા ટકી રહેવા પામી છે. બેશક, કાળાંતરે એમાં ફેરફાર થવા પામ્યા છે અને એને વિકાસ પણ થયા છે. આ ટકાઉપણું ઈરાનની કળાના ઈરાનની ભૂમિ તથા તેના સૃષ્ટિસૌ સાથેના સબંધને આભારી છે એમ કહેવાય છે.
-
આગલા પત્રમાં નિનેવાના એસીરિયન સામ્રાજ્ય વિષે મેં તને વાત કરી હતી. એમાં ઈરાનના પણ સમાવેશ થતા હતો. ઈશુ પૂર્વે ૫૦૦ કે ૬૦૦ વરસ ઉપર ઈરાનીઓએ — તે આય જાતિના હતા ~~
• નિનેવા કબજે કર્યું
-