Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૮૧૪
જગતના ઇતિહાસનું રેખાદર્શન ગઈ અરબી ભાષા તેમની ભાષા બની અને જાતિઓ પણ ભળીને એકરૂપ થઈ ગઈ બગદાદ, દમાસ્કસ અને કેરે અરબી સંસ્કૃતિનાં મહાન કેન્દ્રો બન્યાં અને આ નવી સંસ્કૃતિની પ્રેરણા નીચે ત્યાં આગળ અનેક રમણીય ઇમારતે ઊભી થવા પામી. આજે પણ આ બધા દેશો અરબી દેશો છે અને એ બધા એકબીજાથી જુદે જુદે સ્થાને આવેલા છે છતાંયે તેઓ બધા એકતાનું સ્વમ સેવે છે. '
આરએએ ઈરાનને પણ એ જ રીતે જીતી લીધું હતું. પરંતુ સીરિયા અને મિસરની પેઠે તેઓ ઈરાનના લેકને પિતાનામાં સમાવીને એકરૂપ કરી શક્યા નહિ. ઈરાની લેકો મૂળ આર્ય જાતિના હેઈને સેમેટિક જાતિના આરબોથી ઘણું જ ભિન્ન હતા. તેમની ભાષા પણ આર્ય શાખાની હતી. આથી તેમની જાતિ નિરાળી રહી અને તેમની ભાષા પણ ચાલુ રહી. ત્યાં ઈસ્લામને ઝપાટાબંધ ફેલાવે થયે અને જરસ્તી ધર્મની જગ્યા તેણે લીધી. જરથોસ્તી ધર્મને આખરે હિંદમાં આશ્રય શોધવો પડ્યો. પરંતુ ઇસ્લામની બાબતમાં પણ ઈરાનીઓએ પિતાનું જુદું જ વલણ ધારણ કર્યું. ઇસ્લામમાં ભાગલા પડવા, તેમાં શીયા અને સુન્ની એવા બે પક્ષે ઊભા થયા. ઈરાનમાં આજે પણ મુખ્યત્વે કરીને શીયાઓની વસતી છે જ્યારે બાકીની ઇસ્લામી દુનિયામાં મેટે ભાગે સુત્રીઓ છે.
આરબ સંસ્કૃતિ ઈરાનને પિતાનામાં સમાવી દઈ ન શકી એ ખરું પરંતુ તેણે તેના ઉપર ભારે અસર કરી અને ઇસ્લામે હિંદની પેઠે ઈરાનમાં પણ કળાની પ્રવૃત્તિને નવજીવન આપ્યું. આરબ કળા અને સંસ્કૃતિ ઉપર પણ ઈરાનનાં ધોરણોની સારી પેઠે અસર થઈ મરભૂમિનાં સીધા સાદાં સંતાનનાં ઘરે ઉપર ઈરાનના વૈભવવિલાસે આક્રમણ કર્યું. અને આરબ ખલીફને રાજદરબાર પહેલાંના કોઈ પણ સામ્રાજ્યના રાજદરબાર જેટલે જ ભવ્ય અને ભપકાદાર બની ગયો. સામ્રાજ્યનું પાટનગર બગદાદ તે સમયનું સૌથી મહાન નગર બન્યું. તેની ઉત્તરે તૈગ્રીસ નદી ઉપર આવેલા સમરામાં ખલીફે પિતાને માટે જબરદસ્ત મજિદ અને મહેલ બંધાવ્યાં. એમનાં ખંડિયેરે આજે પણ મોજૂદ છે. મસ્જિદમાં વિશાળ ઓરડાઓ હતા તથા તેની આસપાસ ફુવારાવાળાં વિસ્તૃત ચેગાને હતાં. મહેલ લંબચોરસ હતો અને તેની એક બાજુ એક ફ્લિોમીટર જેટલી લાંબી હતી.
નવમી સદીમાં બગદાદના સામ્રાજ્યની પડતી થઈ. તેમાં ભાગલા પડયા અને તેમાંથી અનેક રાજ્ય ઊભાં થયાં. ઈરાન સ્વતંત્ર થઈ ગયું અને પૂર્વમાંથી આવેલી તુ પ્રજાઓએ ઘણાં રાજ્ય સ્થાપ્યાં. છેવટે તુર્કોએ ઈરાનને પણ કબજે લીધે અને તેમણે બગદાદના નામના ખલીફ ઉપર પ્રભુત્વ જમાવ્યું. ૧૧મી સદીના આરંભમાં મહમૂદ ગઝની ઊભો થયે. તેણે હિંદ ઉપર ચડાઈઓ