Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૮૧૬
જગતના ઇતિહાસનું રેખાદર્શન ફારસીના મહાકવિઓમાંને એક ગણાય છે. તેણે લખેલાં ગુલિસ્તાં અને બેસ્તાં ભૂતકાળમાં પેઢી દર પેઢી સુધી હિંદનાં બાળકોને શાળાઓમાં શીખવાં પડતાં હતાં.
અહીં મેં મહાપુરૂષનાં માત્ર બેત્રણ નામને જ ઉલ્લેખ કર્યો છે. એવાં નામોની લાંબી લાંબી યાદી આપવાને કંઈ અર્થ નથી. હું માત્ર તને એટલું જ ઠસાવવા માગું છું કે, આ બધી સદી દરમ્યાન ઈરાનથી ઠેઠ અણુ નદીની પારના મુલક સુધી ઈરાની કળા તથા સંસ્કૃતિની જ્યોત ઝળહળતી રહી હતી. અક્ષ નદીની પારના પ્રદેશનાં બખ અને બુખારા વગેરે મહાન શહેરે કળા અને સાહિત્યની પ્રવૃત્તિનાં કેન્દ્રો તરીકે ઈરાનનાં શહેરની સ્પર્ધા કરતાં હતાં. દશમી સદીના અંતમાં સૌથી વધારે મશહૂર આરબ તત્ત્વવેત્તા ઈબ્ન સીના બુખારામાં જ જમે હતા. ૨૦૦ વરસ પછી જલાલુદ્દીન રૂમી નામને બીજે એક ફારસી મહાકવિ બલ્બમાં જન્મ્યા હતા. એ ભારે આધ્યાત્મિક પુરુષ લેખાય છે અને તેણે નાચનારા દરવેશોને એક સંધ સ્થાપ્યો હતે.
આમ ત્યાં આગળ લડાઈઝઘડા અને રાજકીય પરિવર્તન થવા છતાંયે ફારસી-અરબી કળા અને સંસ્કૃતિ જીવતાં રહ્યાં તથા સાહિત્ય, ચિત્રકળા અને શિલ્પની ઉત્કૃષ્ટ કૃતિઓ નિર્માણ કરતાં રહ્યાં. એ પછી ત્યાં ભારે ઉત્પાત થયે. ૧૩મી સદીમાં (૧૨૨૦ની સાલના અરસામાં) ચંઘીઝખાન ખારઝમ અને ઈરાન ઉપર તૂટી પડ્યો અને તેમનો નાશ કર્યો. થોડાં વરસ પછી હુલાગુએ બગદાદને નાશ કર્યો અને સદીઓથી એકઠા થયેલે ઉચ્ચ સંસ્કૃતિને કળાસંગ્રહ નષ્ટ થે. મંગલેએ મધ્ય એશિયાને કેવી રીતે વેરાન બનાવી દીધું તથા તેનાં મોટાં મોટાં શહેરો કેવી રીતે નિર્જન બની ગયાં એ વિષે મેં તને આગળના એક પત્રમાં કહ્યું છે. - આ આપત્તિમાંથી મધ્ય એશિયા કદીયે પૂરેપૂરું બેઠું થયું નહિ. અને છેડા પ્રમાણમાં એ બેઠું થયું તે પણ એક આશ્ચર્યકારક ઘટના છે. તને યાદ હશે કે ચંઘીઝખાનને મરણ પછી તેનું વિશાળ સામ્રાજ્ય વહેંચાઈ ગયું. ઈરાન અને તેની આસપાસના પ્રદેશને તેને ભાગ હુલાગુને મળ્યો. પિતાને સંતોષ થાય એટલે સંહાર કર્યા પછી તે શાંત અને સહિષ્ણુ રાજકર્તા બને. તેણે ઈલિખાનને નવો રાજવંશ સ્થાપ્યો. ઈલખાને થોડા વખત સુધી મંગલેને આકાશધર્મ પાળતા રહ્યા પરંતુ પાછળથી તેમણે ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો. આ ધર્મ પરિવર્તન પછી અને તે પહેલાં પણ તેઓ અન્ય ધર્મો પ્રત્યે સંપૂર્ણપણે સહિષ્ણુ હતા. ચીનના તેમના પિત્રાઈઓ, મહાન ખાન તથા તેના કુટુંબીઓ, બૌદ્ધધર્મી હતા અને તેમની સાથે એમને ગાઢ સંબંધ હતે. પરણવાને માટે ઠેઠ ચીનથી તેઓ કન્યાઓ પણ મંગાવતા.