Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
બૃહદ ભારત અને ઈસ્ટ ઈન્ડિઝ
૭૮૭ સાંસ્થાનિક વહીવટ વિષે એવો હેવાલ મોકલ્યો કે, “તેમને વહીવટ એ અસાધારણ પ્રકારના દગાફટકા, લાંચરુશવત, કતલ અને હીચકારાપણાના નમૂનારૂપ છે.” જાવામાં મજૂરી કરાવવાને ગુલામે મેળવવાને માટે લોકોનું સેલેબસમાં હરણ કરી લઈ જવાની ડચ અમલદારેએ વ્યવસ્થિત પ્રથા શરૂ કરી દીધી હતી. આ તેમની અનેક ગેરરીતિઓમાંની એક હતી. આવા પ્રકારના અપહરણની સાથે કતલ અને રંજાડને કેર પણ વર્તાવવામાં આવતો.
નેધરલેંડ્ઝની સરકારને સીધે વહીવટ પણ કંપનીના વહીવંટ કરતાં 'સારે નહોતે. લોકોને માટે તે એ કેટલીક બાબતોમાં કંપનીના વહીવટ કરતાં વધારે પીડાકારી હતે. કિસાનોને ભારે આપત્તિમાં મૂકનાર બિહારની ગળીના બગીચાઓની પદ્ધતિ વિષે મેં તને કહ્યું હતું તે તને યાદ હશે. એના જેવી જ, જે કે એથીયે અતિશય ખરાબ, પ્રથા જાવા તેમ જ અન્યત્ર દાખલ કરવામાં આવી હતી. કંપનીના જમાનામાં માલ આપવાની લેકેને ફરજ પાડવામાં આવતી. હવે શરૂ કરવામાં આવેલી “કલ્ચર પદ્ધતિ” અનુસાર દર વરસે વરસને અમુક સમય કામ કરવાની લોકોને ફરજ પાડવામાં આવતી. ખેડૂતોને તેમને ત્રીજા કે ચોથા ભાગને સમય આપવાનો હતો એમ ધારવામાં આવતું પરંતુ વાસ્તવિક રીતે તે મોટે ભાગે તેમને બધો સમય એમાં આપવો પડત. ડચ સરકાર કોન્ટ્રાકટરો મારફતે કામ કરાવતી. સરકાર એમને વગર વ્યાજે આગળથી નાણાં આપતી. આ કૅટ્રાકટરે વેઠના મજૂરોની સહાયથી જમીનમાં પાક કરાવતા. જમીનની પેદાશ સરકાર, કોન્ટ્રાકટરે તથા મજૂરી કરનારા ખેડૂતો વચ્ચે ચેસ ઠરાવેલા પ્રમાણમાં વહેંચી લેવાતી એમ માનવામાં આવતું. ઘણું કરીને ગરીબ બિચારા ખેડૂતનો ભાગ સૌથી ઓછો હશે; એમાં એને હિસ્સો કેટલે હતો એની મને ઍકકસ ખબર નથી. વળી સરકારે એવો નિયમ કર્યું હતું કે અમુક વસ્તુઓની યુરોપને જરૂર હતી તે તે અમુક ભાગની જમીનમાં પકવવી જ જોઈએ. આમાં ચા, કોફી, ખાંડ અને ગળી વગેરે વસ્તુઓને સમાવેશ થતું હતું. બિહારના ગળીના બગીચાઓની પેઠે બીજી વસ્તુઓ પકવવામાં વધારે ફાયદો થતો હોય છતાંયે ઉપર જણાવેલી વસ્તુઓ પકવવાની ખેડૂતોને ફરજ પાડવામાં આવતી.
ડચ સરકારે અઢળક નફે કર્યો; કોન્ટ્રાકટરે માતબર થયા; પણ ખેડૂતોને નસીબે ભૂખમરો અને આપત્તિ વેઠવાનાં આવ્યાં. ૧૯મી સદીના મધ્ય ભાગમાં ત્યાં આગળ ભીષણ દુકાળ પડ્યો અને એને પરિણામે અસંખ્ય લોકો માર્યા ગયા. એ પછી જ દુઃખમાં ડૂબેલા ખેડૂતોને માટે કંઈક કરવું જોઈએ એવો વિચાર કરવામાં આવ્યું. ધીમે ધીમે તેમની સ્થિતિ કંઈક સુધારવામાં આવી પરંતુ છેક ૧૯૧૬ની સાલ સુધી ત્યાં વેઠની પ્રથા ચાલુ હતી.