Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન ઈસ્ટ ઈન્ડિઝમાં બ્રિટિશે અને વલંદાઓ વચ્ચે ઝઘડો બહુ લાંબે વખત ન ચાલે કેમકે બ્રિટિશો ત્યાંથી ખસી ગયા. તેમને વ્યવસાય હિંદમાં વધવા લાગ્યા હતા અને ત્યાં તેમને પૂરું કામ મળી ગયું હતું, એટલે ફિલિપાઈન સિવાયતા આ બધા ઈસ્ટ ઈન્ડિઝ ટાપુઓ હવે માત્ર ડચ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના તાબામાં આવી ગયા. ફિલિપાઈન ટાપુઓ સ્પેનના તાબામાં રહ્યા. સ્પેનવાસીઓને વેપારની કશી પડી નહોતી અને તેઓ વધારે મુલક જીતવાનો પ્રયત્ન કરતા નહેતા એટલે આ ભાગમાં હવે વલંદાઓને કોઈ હરીફ રહ્યો નહિ. - હિંદની તે જ નામધારી બ્રિટિશ કંપનીની પેઠે ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ઠરીઠામ થઈને જેમ બને તેમ વધારે પૈસા મેળવવાના કામમાં લાગી ગઈ. ૧૫૭ વરસ સુધી આ કંપનીએ આ ટાપુઓમાં શાસન કર્યું. લેકેની સુખાકારી અને આબાદીની બાબતમાં તેણે સહેજ પણ લક્ષ ન આપ્યું એટલું જ નહિ પણ તેણે પ્રજાને પડી અને તેની પાસેથી જેટલી બને એટલી ખંડણી વસૂલ કરી. આમ ખંડણી વસૂલ કરીને પૈસા પેદા કરવાનું સુગમ થઈ પડ્યું એટલે વેપારનું મહત્ત્વ ઘટયું અને તે શિથિલ થયા. પિતાના કાર્યની બાબતમાં કંપની સંપૂર્ણપણે આવડત વિનાની હતી અને જે વલંદાઓ તેમાં નોકરી કરવાને ગયા તેઓ હિંદની કંપનીના નેકરે અથવા આડતિયાઓના જેવા જ લુચ્ચા સાહસો હતા. સારે કે નરસે ગમે તે ઉપાયે પૈસે એકઠા કરે એ જ તેમનું પ્રધાનકાર્ય હતું. હિંદની સાધનસંપત્તિ ઘણી વધારે હતી અને ત્યાં આગળ ઘણીખરી ગેરવ્યવસ્થા ઉપર ઢાંકપિછોડે થઈ શકે એવું હતું. વળી હિંદમાં કેટલાક કુશળ ગવર્નરોએ મધ્યસ્થ રાજવહીવટ વ્યવસ્થિત અને સચેટ બનાવ્યા હતા. જોકે આમ જનતા તે એથી ચગદાતી જ હતી. પરંતુ તને યાદ હશે કે ૧૮૫૭ના મહાન બળવાએ બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને અંત આયે.
ડચ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને વહીવટ તે દિનપ્રતિદિન બગડતો જ ગયે અને ૧૭૯૮ની સાલમાં નેધરલૅન્ડઝની સરકારે આખરે એ પૂર્વને ટાપુઓને સીધે વહીવટ પિતાના હાથમાં લીધો. થોડા જ વખત પછી નેપોલિયનના વિગ્રહ તથા હેલેંડ નેપોલિયનના સામ્રાજ્યનો એક ભાગ બની ગયું હતું એ કારણે બ્રિટિશ સરકારે એ ટાપુઓને કબજે લીધે. પાંચ વરસ સુધી એ ટાપુઓને બ્રિટિશ હિંદના એક પ્રાંત તરીકે ગણવામાં આવ્યા અને એ સમય દરમ્યાન ત્યાં આગળ ઠીકઠીક પ્રમાણમાં સુધારાઓ દાખલ કરવામાં આવ્યા. નેપોલિયનના પતન પછી ઈસ્ટ ઈન્ડિઝ ટાપુઓ ફરી પાછા હોલેંડને સેંપવામાં આવ્યા. પાંચ વરસ સુધી જાવા બ્રિટિશ હિંદની સરકાર સાથે સંકળાયેલું હતું તે દરમ્યાન ટોમસ ઍમફેર્ડ રેફલીસ નામના એક શક્તિશાળી અંગ્રેજો જાવાના લેફટનન્ટ ગવર્નર તરીકે કામ કર્યું હતું. રેફલીસે ડચ લેકેના