Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૭૯૬
જગતના ઇતિહાસનું રેખાદર્શન માટે કાચા માલની તથા તૈયાર કરેલા પાકા માલ માટે તેમને બજારની જરૂર હતી. આ બધી આવશ્યકતાઓ પૂરી પાડવાની તાકીદની આર્થિક જરૂરિયાત તેમને દૂર દૂરના દેશ તરફ તેમ જ આપસમાં સામ્રાજ્ય માટેની લડાઈઓ લડવા તરફ પ્રેર્યા.
આ બધી વસ્તુઓ યુનાઈટેડ સ્ટેટ્સને લાગુ પડતી નહોતી. તેમને દેશ લગભગ યુરોપ ખંડ જેટલે મેટ હતું અને તેની વસ્તી છેડી હતી. ત્યાંના નાગરિકના વિકાસ માટે ત્યાં જોઈએ તેટલે અવકાશ હત તથા પિતાના જ અણખેડાયેલા વિસ્તૃત પ્રદેશની ખિલવણી માટે પોતાની શક્તિ અર્પવા માટે પુષ્કળ તક પડેલી હતી. રેલવે બંધાતી ગઈ તેમ તેમ તેઓ પશ્ચિમ તરફ જતા ગયા અને આખરે પ્રશાન્ત મહાસાગરના કિનારા સુધી તેઓ પથરાઈ ગયા. દેશની અંદરના આ કામે અમેરિકાવાસીઓને પિતાના જ દેશમાં પૂરેપૂરા રોકી રાખ્યા. વસાહત સ્થાપવાના સાહસ માટે તેમને સમય પણ નહોતે તેમ જ વૃત્તિ પણ નહતી. એટલું જ નહિ પણ કેલિફોર્નિયાના કાંઠા ઉપર મજૂરોની જરૂર પડવાને કારણે ચીનની સરકાર પાસે એક વખત તેમને ચીની મજૂરોની માગણી કરવી પડી હતી. ચીની સરકારે એ માગણી માન્ય રાખી પરંતુ એને કારણે પાછળથી બંને દેશ વચ્ચે કડવાશ પેદા થઈ આ હકીકત આગળ એક વખત હું તને કહી ગયો છું. પિતાના દેશની અંદરના જ આ રોકાણે યુરોપિયન સરકારોની સામ્રાજ્ય માટેની હરીફાઈથી અમેરિકાવાસીઓને દૂર રાખ્યા. જ્યારે તેમને એમ કરવાની ફરજ પડી તથા બીજી સત્તાઓ ચીનને આપસમાં વહેચી લેશે એવી તેમને દહેશત લાગી ત્યારે જ તેઓ ચીનની બાબતમાં વચ્ચે પડ્યા.
પરંતુ ફિલિપાઈને ટાપુઓ તે અમેરિકાના સીધા શાસન નીચે આવ્યા. એ ટાપુઓ આપણને અમેરિકાના સામ્રાજ્યવાદની વાત કહે છે અને એટલા માટે આપણને તેમાં રસ છે. એમ નહિ માની લઈશ કે અમેરિકાનું સામ્રાજ્ય આ ફિલિપાઈન ટાપુઓમાં જ મર્યાદિત છે. ઉપર ઉપરથી જોતાં તે તેમનું માત્ર આટલું જ સામ્રાજ્ય છે એમ આપણને લાગે, પરંતુ બીજી સામ્રાજ્યવાદી સત્તાઓની મુશ્કેલીઓનો લાભ ઉઠાવીને સામ્રાજ્યની પુરાણી પદ્ધતિઓમાં તેમણે સુધારે કર્યો છે. જેમ ઇગ્લડે હિંદુસ્તાન ખાલસા કર્યું છે તેમ કાઈ પણું દેશને ખાલસા કરવાની ખટખટમાં તેઓ નથી પડતા. તેઓ તે દેશની સંપત્તિને કાબૂ પિતાના હાથમાં લેવાની તજવીજ કરે છે. સંપત્તિના કાબૂ દ્વારા તે દેશની પ્રજા ઉપર તેમ જ ખુદ તે દેશની ભૂમિ ઉપર કાબૂ મેળવવાનું સુગમ બની જાય છે. આ રીતે ઝાઝી તકલીફ વિના કે ઉદ્દામ રાષ્ટ્રવાદની સાથે ઘર્ષણમાં આવ્યા સિવાય તેઓ દેશ ઉપર પિતાને કાબૂ રાખે છે અને તેની સંપત્તિમાં ભાગ પડાવે છે. આ ચતુરાઈભરી રીતને આર્થિક સામ્રાજ્યવાદ