Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૮૦૫
સિંહાવલોકન અને ૧૯મી સદીમાં તે તેના ભાંગીને ભૂકા થઈ ગયા. “ઈશ્વર પ્રેરિત શાપ'ને બદલે તે “યુરોપને બીમાર પુરુષ” બની ગયું. ૧૯૧૪-૧૮ના મહાયુદ્ધે એને અંત આણ્યો અને એની ભસ્મમાંથી સ્વાશ્રયી, બળવાન અને પ્રગતિશીલ નવું તુર્કી તથા બીજાં કેટલાંક નવાં રાજ્ય જમ્યાં. . હું આગળ કહી ગયો કે પશ્ચિમ એશિયા એ યુરોપ તરફની બારી છે. એની ફરતે ભુમધ્ય સમુદ્ર આવેલું છે. એ સમુદ્ર એશિયા, યુરોપ અને આફ્રિકાને જુદા પાડ્યા છે તથા એકબીજા સાથે સાંકળ્યા છે. આ જોડનાર કડી ભૂતકાળમાં બહુ જ મજબૂત હતી અને ભૂમધ્ય સમુદ્રના કાંઠા ઉપર આવેલા દેશ વચ્ચે ઘણું સમાનતાઓ હતી. યુરોપની સંસ્કૃતિને આરંભ ભૂમધ્ય સમુદ્રના પ્રદેશમાં જ થાય છે. આ ત્રણ ખંડોને સ્પર્શતા સમુદ્રના ટાપુઓમાં પ્રાચીન ગ્રીસ અથવા હેલાઝની અનેક વસાહત હતી; રેમન સામ્રાજ્ય એની આસપાસના પ્રદેશમાં પ્રસયું હતું; આરંભકાળમાં ખ્રિસ્તી ધર્મને પણ ભૂમધ્ય સમુદ્રની આસપાસના મુલકમાં સ્થાન મળ્યું; એને જ પૂર્વ કિનારેથી અરબ પિતાની સંસ્કૃતિ સિસિલી તેમ જ આફ્રિકાના છેક દક્ષિણ કિનારાથી માંડીને પશ્ચિમે સ્પેન સુધી લઈ ગયા અને ત્યાં આગળ તેઓ ૭૦૦ વરસ સુધી રહ્યા.
આ રીતે ભૂમધ્ય સમુદ્રને કાંઠે આવેલા એશિયાના દેશોને દક્ષિણ યુરોપ તથા ઉત્તર આફ્રિકા સાથે કેટલે બધે નિકટને સંબંધ છે એ આપણે જોઈ શકીએ છીએ. પશ્ચિમ એશિયા આ રીતે ભૂતકાળમાં એશિયા અને બાકીના બે ખંડેર વચ્ચેની ચોકકસ કડીરૂપ બની રહે છે. આપણે જે એ શોધવા માગીએ તે દુનિયામાં સર્વત્ર આવી એકબીજાને સાંધનાર કડીઓ સહેલાઈથી જડે એમ છે. રાષ્ટ્રવાદની સંકુચિત દૃષ્ટિએ, સમગ્ર દુનિયાની એકતા અને જુદા જુદા દેશનાં સમાન હિતે વિષે વિચાર કરવા કરતાં દરેક દેશ વિષે અલગ અલગ વિચાર કરવાને આપણને ઘણું વધારે પ્રમાણમાં પ્રેય છે.
૧૨૩. સિંહાવલોકન
૧૯ જાન્યુઆરી, ૧૯૩૩ તાજેતરમાં મેં બે પુસ્તકો વાંચ્યાં તેથી મને ભારે આનંદ થશે. મારા એ આનંદમાં તને પણ ભાગીદાર કરવાની મારી ઇચ્છા છે. એ બંને પુસ્તકે રેને ચૂસેટ નામના એક ઇંચ લેખકનાં લખેલાં છે. તે પેરિસના ચુમે સંગ્રહસ્થાનને નિયામક છે. પૂર્વની અને ખાસ કરીને બૌદ્ધ કળાનું એ આનંદદાયક સંગ્રહસ્થાન જોવા તું કદી ગઈ છે? મારી જોડે તું એ સંગ્રહસ્થાન જેવા આવી હોય એવું મને યાદ નથી. મેં. ગ્રુસેટે ચાર પુસ્તકમાં પૂર્વની એટલે કે
ક-૧