Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
ત્રણ ખંડનું સંગમસ્થાન રહ્યું છે. હિંદુસ્તાન અને ચીન વચ્ચે બીજી પણ અનેક ભિન્નતાઓ છે અને છતાંયે હિંદુસ્તાન, પૂર્વ એશિયા અને દક્ષિણ-પૂર્વ એશિયા વચ્ચે અજબ પ્રકારનું સામ્ય છે. બુદ્ધની કથાના તાંતણાએ તેમની વચ્ચે આ સામ્ય પેદા કર્યું છે. વળી એ તાંતણાએ આ બધી પ્રજાઓને એકત્ર કરી છે તથા તેમનાં કળા, સાહિત્ય, સંગીત અને કાવ્યોને સમાન પ્રેરણાથી તરબળ ક્ય છે.
ઇસ્લામે હિંદમાં પશ્ચિમ એશિયાની સંસ્કૃતિને કંઈક અંશ દાખલ કર્યો. એ જુદી જ જાતની સંસ્કૃતિ હતી – જુદી જ જાતની જીવનદષ્ટિ હતી. પરંતુ પશ્ચિમ એશિયાની આ જીવનદૃષ્ટિ સીધેસીધી કે તેના અસલ સ્વરૂપે હિંદમાં ન આવી. આરબ લેકોએ જે હિંદ જીત્યું હેત તે આ બનવા પામત. પરંતુ એ તે ઘણું લાંબા સમય પછી અને તે પણ મધ્ય એશિયાની જાતિઓ દ્વારા હિંદમાં આવી. અને એ જાતિઓ એ જીવનદષ્ટિની શ્રેષ્ઠ પ્રતિનિધિ નહોતી જ. આમ છતાં ઇસ્લામે હિંદને પશ્ચિમ એશિયા સાથે સંપર્ક કરાવ્યું અને એ રીતે હિંદુસ્તાન આ બે મહાન સંસ્કૃતિઓનું મિલનસ્થાન બન્યું. ઇસ્લામ ચીનમાં પણ પહોંચ્યા અને સંખ્યાબંધ લેકેએ તેને અંગીકાર કર્યો, પરંતુ તેણે ચીનની પુરાણી સંસ્કૃતિને કદીયે પડકાર કર્યો નહિ. હિંદમાં એ જાતને પડકાર કરવામાં આવ્યું એનું કારણ એ છે કે ઇસ્લામ લાંબા વખત સુધી આ દેશના શાસક વર્ગનો ધર્મ રહ્યો. આમ હિંદની ભૂમિ ઉપર આ બે સંસ્કૃતિઓ સામસામી આવીને ઊભી. આ મુશ્કેલ સમસ્યાને ઉકેલ લાવવાને - અર્થે એ બંનેને સમન્વય ખેળવાને કરવામાં આવેલા અનેક પ્રયાસે વિષે હું તને આગળ લખી ચૂક્યો છું. આ પ્રયાસે ઘણે અંશે સફળ થયા હતા પરંતુ તેવામાં હિંદમાં બ્રિટિશોની જીતના સ્વરૂપે એના માર્ગમાં નવું જોખમ અને નવી બાધા આવી પડ્યાં. આજે તે એ બંને સંસ્કૃતિઓ પોતાનું પુરાણું રહસ્ય ખેઈ બેઠી છે. રાષ્ટ્રવાદ અને ઉદ્યોગીકરણે દુનિયાને પલટી નાખી છે અને નવી ઊભી થયેલી આર્થિક સ્થિતિ સાથે તેઓ જેટલા પ્રમાણમાં બંધ બેસતી થાય તેટલા જ પ્રમાણમાં પ્રાચીન સંસ્કૃતિઓ આજે ટકી શકે એમ છે. તેમનું ખાલી કવચ રહ્યું છે, તેમનું સાચું રહસ્ય લુપ્ત થઈ ગયું છે. ઈસ્લામના ઉગમસ્થાન ખુદ પશ્ચિમ એશિયામાં જ ભારે ફેરફાર થઈ રહ્યા છે. ચીન અને દૂર પૂર્વના દેશ હજી ચાલુ ઊથલપાથલની દશામાં જ છે. અને છે હિંદમાં શું બની રહ્યું છે, તે આપણે આપણી સગી આંખે જ જોઈ શકીએ છીએ.
પશ્ચિમ એશિયા વિષે હું એટલા બધા વખત પછી લખું છું કે એના ઈતિહાસના વાણુતાણું પકડવાનું મારે માટે જરા મુશ્કેલ બની ગયું છે. બગદાદના મહાન સામ્રાજ્ય વિષે તથા સેલ જુક તુર્કીના ધસારા આગળ તે કેવી રીતે ભાંગી પડયું અને ચંગીઝખાનને મંગલેએ છેવટે તેને કેવી રીતે નાશ કર્યો વગેરે બાબતે વિષે મેં તને કહ્યું હતું તે તને યાદ હશે. આ મંગલાએ ખારઝમના