Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન જગતના ઈતિહાસને વિષે તારે રસ જાગ્રત કરવા, એની કેટલીક બાજુઓ તને બતાવવા તથા છેક પ્રાચીન કાળથી આજ સુધીની કેટલીક માનવી પ્રવૃત્તિઓને તને સળંગસૂત્ર પરિચય કરાવવા પૂરત જ મેં આ પત્રોમાં પ્રયાસ કર્યો છે. એ કાર્યમાં હું કેટલે સફળ થઈશ તેની મને ખબર નથી. મને દહેશત રહે છે કે મારે આ પ્રયાસ સાચો નિર્ણય કરવામાં તને સહાયભૂત થવાને બદલે તારા મનને ગૂંચવાડામાં નાખી દે એ ખીચડે તારી આગળ રજૂ કરનાર પણ કદાચ નીવડે.
યુરોપ એ ૧૯મી સદીનું પ્રેરક બળ હતું. ત્યાં આગળ રાષ્ટ્રવાદની આણ વર્તતી હતી, વળી ત્યાં ઉદ્યોગવાદને ફેલાવો પણ થયો અને દુનિયાના દૂર દૂરના ખૂણુ સુધી તેની અસર પહોંચી. ઘણી વાર તે એણે સામ્રાજ્યવાદનું સ્વરૂપ પણ ધારણ કર્યું. ૧૯મી સદીનું પહેલું ટૂંક અવલોકન કરતી વખતે આપણે એ જોઈ ગયા અને એ પછી હિંદુસ્તાન, બીજા પૂર્વના દેશે તથા ઈસ્ટ ઈન્ડિઝમાં સામ્રાજ્યવાદની અસર કંઈક વિગતે તપાસી. તેનું ઝીણવટપૂર્વક અવલોકન કરવાને આપણે ફરીથી યુરોપ જઈએ તે પહેલાં આપણે પશ્ચિમ એશિયાની ટૂંક મુલાકાત લઈએ એમ હું ઈચ્છું છું. લાંબા વખત સુધી મેં એ ભાગની અવગણના કરી છે. એનું મુખ્ય કારણ એ છે કે એ પ્રદેશના એ પછીના સમયના ઇતિહાસની મને ઝાઝી ખબર નથી.
પશ્ચિમ એશિયા પૂર્વ એશિયાથી તેમ જ હિંદુસ્તાનથી સાવ નિરાળ છે. અલબત્ત, દૂરના ભૂતકાળમાં મધ્ય એશિયા અને પૂર્વ એશિયામાંથી અનેક જાતિઓ અને પ્રજાઓ એ પ્રદેશમાં આવી હતી અને ત્યાં ફરી વળી હતી. તુર્ક લેકે એ જ રીતે ત્યાં આવ્યા હતા, ખ્રિસ્તના જમાના પહેલાં બૌદ્ધ ધર્મ પણ છેક એશિયામાઈનર સુધી ફેલાયે હતું, પરંતુ તેણે ત્યાં આગળ ઊંડાં મૂળ ઘાલ્યાં હોય એમ જણાતું નથી. પશ્ચિમ એશિયાની નજર જમાનાઓ સુધી એશિયા કે પૂર્વના દેશે કરતાં યુરોપ તરફ જ વધારે રહી છે. એક રીતે તે એશિયાની યુરોપ તરફની બારી સમાન છે. એશિયાના જુદા જુદા ભાગોમાં ઇસ્લામને ફેલા થવા છતાયે એ પ્રદેશની પાશ્ચાત્ય દૃષ્ટિમાં કશો. ફેર ન પડ્યો.
હિંદુસ્તાન, ચીન અને એમની પડોશના દેશોએ યુરોપ તરફ આ રીતે કદી નજર કરી નથી. એ દેશે તે એશિયાના વાતાવરણથી જ વ્યાપ્ત હતા. જાતિ, જીવનદૃષ્ટિ અને સંસ્કૃતિની બાબતમાં હિંદુસ્તાન અને ચીન વચ્ચે ભારે તફાવત છે. ચીન કદીયે ધર્મનું ગુલામ બન્યું નથી. તેમ જ ત્યાં આગળ કદીયે પુરે હિતશાહી પણ ઊભી થવા પામી નથી. હિંદુસ્તાન પિતાના ધર્મને માટે હંમેશાં ગૌરવ લેતું આવ્યું છે અને બુદ્ધે તેને એ ઓથારમાંથી મુક્ત કરવાનો પ્રયાસ કર્યો છતાંયે તેના સમાજમાં પુરોહિત વર્ગનું પ્રભુત્વ ચાલુ જ