Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૩૯૮
જગતના ઇતિહાસનું રેખાદર્શન હતા અને તેમને વટાળીને બળજબરીથી ખ્રિસ્તી બનાવવામાં આવતા હતા. આ બધાને કારણે સ્વાભાવિક રીતે જ ત્યાં ઘણાં બંડ થવા પામ્યાં. વેપારને અર્થે ઘણા ચીનાઓ આ ટાપુઓમાં આવ્યા. તેમણે ખ્રિસ્તી થવાની ના પાડી એટલે વ્યવસ્થિત રીતે તેમની કતલ કરાવવામાં આવી. અમુક અંશે તેઓ તેમના દુશ્મને હતા તેથી તેમ જ અમુક અંશે તેઓ કેટેસ્ટંટ સંપ્રદાયના ખ્રિસ્તીઓ હેઈને રોમન કૅથલિક સંપ્રદાયના સ્પેનવાસીઓની નજરે નાસ્તિક હોવાને કારણે અંગ્રેજ અને ડચ વેપારીઓને ત્યાં દાખલ કરવામાં આવતા નહોતા. '
પરિસ્થિતિ વધારે ને વધારે બગડતી ગઈ. પરંતુ એને લીધે એક સારું પરિણામ આવ્યું. ટાપુઓના જુદા જુદા ભાગે તથા સમૂહે એકત્ર થઈ ગયા અને ૧લ્મી સદીમાં ત્યાં આગળ રાષ્ટ્રીય ભાવનાને ઉદય થવા માંડ્યો. એ સદીના મધ્ય ભાગમાં વેપારને અથે પરદેશીઓને માટે આ ટાપુઓ ખુલ્લા કરવામાં આવ્યા તેને પરિણામે કેળવણીમાં તેમ જ બીજાં ખાતાંઓમાં ચેડા સુધારો થવા પામ્યા. વેપારોજગાર વધે. ફિલિપીનોનો (ફિલિપાઈન ટાપુઓના વતનીઓનો) મધ્યમ વર્ગ ઊભો થયે. પેનવાસીઓ અને ફિલિપીને વચ્ચે આંતરલગ્ન થવા લાગ્યાં અને ઘણું ફિલિપીનેની નસમાં સ્પેનનું લોહી વહેવા લાગ્યું. સ્પેન માટે ત્યાં લગભગ માતૃભૂમિના જેવી ભાવના પેદા થઈ અને સ્પેનના આચારવિચારો ફેલાવા પામ્યા. પરંતુ આમ છતાંયે રાષ્ટ્રીયતાની ભાવના વધવા લાગી અને તેને દાબી દેવાના પ્રયાસો કરવામાં આવ્યા તેમ તેમ તે ક્રાંતિકારી થવા લાગી. આરંભમાં ત્યાં આગળ સ્પેનથી છૂટા પડી જવાનો વિચાર ઉદ્ભવ્યો નહોતે. સ્વરાજ માટે તથા સ્પેનની ઝાઝી સત્તા વિનાની પાર્લામેન્ટમાં – એને કેટેઝ કહેવામાં આવે છે–પિતાના અમુક પ્રતિનિધિત્વ માટે માગણી કરવામાં આવી. રાષ્ટ્રીય ચળવળ સર્વત્ર વિનીત ધોરણ ઉપર શરૂ થાય છે અને અનિવાર્યપણે તે વધુ ને વધુ ઉદ્દામ બનતી જાય છે તથા આખરે તે શાસન કરનાર વિદેશી સત્તાથી છૂટા પડવાની અને સંપૂર્ણ સ્વતંત્રતાની માગણી કરે છે એ એક આશ્ચર્યકારક ઘટના છે. સ્વતંત્રતા માટેની માગણી દાબી દેવામાં આવે એને બદલે પાછળથી ચક્રવૃદ્ધિ વ્યાજથી આપવો પડે છે. આ જ રીતે ફિલિપાઈન ટાપુઓની માગણી પણ વધતી ગઈ, એને અમલી સ્વરૂપ આપવા માટે રાષ્ટ્રીય સંસ્થાઓ સ્થાપવામાં આવી અને ગુપ્ત મંડળીઓ પણ ફેલાવા પામી. “યુવાન ફિલિપીનોના પક્ષના નેતા ડૉ. જોસે રીઝલે એમાં આગળ પોતે ભાગ લીધે. સ્પેનના સત્તાવાળાઓએ એ ચળવળને ક્રર દમન અને ત્રાસથી કચરી નાખવાનો પ્રયાસ કર્યો. રાષ્ટ્રીય ચળવળ દાબી દેવા માટે હરેક સરકારને માત્ર આ એક જ રીતની ખબર હોય એમ લાગે છે. ૧૮૯૬ની સાલમાં રીઝલ તથા બીજા સંખ્યાબંધ નેતાઓને મોતની સજા ફરમાવવામાં આવી અને તેમને ફાંસીએ લટકાવવામાં આવ્યા.