Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૭૯૪
જગતના ઇતિહાસનું' રેખાદર્શન
-
(c
જવાબ મળતા નથી; અનેક પ્રકારના સંશયા પેદા થાય છે અને તેમનું સહેલાઈથી નિવારણ થતું નથી. આ આટલી બધી બેવકૂફી અને દુઃખ શાને હાવાં જોઈએ ? ૨૫૦૦ વરસ પૂર્વે આપણા દેશમાં રાજકુંવર સિદ્ધાર્થના મનને આ પ્રશ્ને સંતાપ્યું હતું. વાત એવી ચાલે છે કે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું તે પહેલાં તેમણે અનેક વાર આ પ્રશ્ન ઉઠાવ્યા કર્યાં. પછી તે ખુદ્દ — જ્ઞાની થયા. પોતાની જાતને તેમણે આ પ્રશ્ન પૂછ્યો હતો એમ કહેવાય છે : સૃષ્ટિને સ ંતે બ્રહ્મ રાખે દુઃખ વિષે સદા, કેમ એ બનવા પામે? સર્વશક્તિ તણા પ્રભુ હાઈ ને એમ રાખે તેા, શાને એને કહા ભલે ? અને ના શક્તિ જો એવી, તા એને ઈશશે કહેા? ” આપણા પોતાના દેશમાં સ્વતંત્રતા માટેની લડત ચાલી રહી છે. આમ છતાંયે આપણા ઘણા દેશમ તેની ઉપેક્ષા કરે છે, સામસામી લીલબાજી કરે છે અને આપસમાં પરસ્પર ઝઘડે છે. વળી તે સપ્રદાય, ધાર્મિક સમૂહ કે સંકુચિત વની દૃષ્ટિથી વિચાર કરે છે અને વ્યાપક હિતને ભૂલી જાય છે. અને સ્વાતંત્ર્યના દર્શનથી વંચિત કેટલાક લેકા - જાલિમે સાથે કરી સધિ અને અદા બન્યા, ફેંકી દીધેલા તાજને ધર્મો વીણી શિરપે ધર્યાં, તે ચીંથરાં જરઝીકથી પાછાં ભર્યાં.
અને તેને તે એ છે
જ વસ્તુ
કાયદો અને વ્યવસ્થાને નામે, જુલમનો દાર વતી રહ્યો છે વશ ન થનારને તે ચગદી નાખવાના પ્રયાસ કરે છે. વિચિત્ર વાત કે જે વસ્તુ નબળાં અને પીડિતાના આશ્રયરૂપ બનવી જોઈ એ જુલમગારાના હાથમાં દમનના હથિયારરૂપ બની જાય છે.
નવા વરસના પત્ર તરીકે આ પત્ર વધારે પડતા ગમગીન બની ગયા, એ વસ્તુ ભારે અઘટિત છે. પરંતુ હું કંઈ ગમગીન નથી. અને આપણે ગમગીન શાને થવુ જોઈ એ ? એક મહાન ધ્યેયને અર્થે કાર્ય કરવાના આનંદ આપણને છે. આપણી પાસે એક મહાન નેતા છે. તે આપણા પ્રેમાળ સખા અને વિશ્વાસુ માČદશ્યક છે. તેનુ દČન આપણને સબળ બનાવે છે અને તેના સ્પર્શે આપણને પ્રેરણા આપે છે. અને વિજયની આપણને ખાતરી છે. વહેલાંમાડાં આપણે તે પ્રાપ્ત કરવાનાં જ છીએ. આપણે એળંગવાની છે તે મુશ્કેલીઓ વિના અને આપણે જીતવાની છે તે લડાઇ એ વિના આપણાં જીવન નીરસ અને શુષ્ક બની જાય.
એટી, તું તો જીવનને ઊમરે આવી ઊભી છે. ગમગીની અને નીરસતા સાથે તારે કશી નિસ્બત ન હેાય. તું તો જિંદગીને અને એ દરમ્યાન જે કઈ આવી પડે તેને શાંતિથી અને હસતે ચહેરે સામના કરશે તથા મા માં