Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
બીજો નવા વરસને દિવસ
૧૭૯૦ માટે કેટલા મહત્ત્વના હતા તે આ બધા ઉપરથી તું સમજી શકશે. તને તે કદાચ એ પત્રો લાંબાલચક અને કંટાળાજનક લાગતા હશે તેમ જ એનું વાચન નીરસ થઈ પડતું હશે. પરંતુ એને લીધે મારું જેલજીવન તો ભયું ભર્યું બની ગયું છે. વળી એણે મને એવો વ્યવસાય આપે છે જેથી કરીને મને ભારે આનંદ અને ઉલ્લાસ પ્રાપ્ત થયાં છે. બરાબર બે વરસ ઉપર આ જ દિવસે – નવા વરસને દિવસે–એ પત્રે નૈની જેલમાંથી લખવા શરૂ કર્યા હતા અને હું ફરી પાછો જેલમાં ગમે ત્યારે પણ એ ચાલુ રાખ્યા હતા. કેટલીક વાર અઠવાડિયાંઓનાં અઠવાડિયાં સુધી મેં એ લખ્યા નથી અને કેટલીક વાર મેં દરરોજ લખ્યા છે. જ્યારે મને લખવાને ઉમળકે થઈ આવે છે ત્યારે કલમ અને કાગળ હાથમાં લઈને હું બેસું છું અને જુદી જ દુનિયામાં પ્રવેશ કરું છું. બેટી, ત્યારે તું મારી સોબતી બની જાય છે અને જેલનું તેમ જ તેની બધી પ્રવૃત્તિઓનું વિસ્મરણ થઈ જાય છે. આ રીતે આ પત્રે તુરંગવાસમાંથી મારા છુટકારારૂપ બની જાય છે.
આજે જે પત્ર હું લખી રહ્યો છું તે ૧૨ મે પત્ર છે. અને માત્ર નવ માસ પૂર્વે બરેલી જેલમાં આ પત્ર ઉપર નંબર નાખવાની શરૂઆત મેં કરી હતી. આટલા વખતમાં મેં આટલું બધું લખી નાખ્યું એ જાણીને મને પિતાને જ અચંબ થાય છે. અને આ બધા પત્રોને પહાડ એક સામટો તારા ઉપર તૂટી પડશે ત્યારે તને શી લાગણી થશે અથવા એ વિષે તું શું કહેશે એ હું કલ્પી શકતો નથી. પરંતુ તુરંગમાંથી મારા આવા પ્રકારના પ્રવાસે અને છુટકારો સામે તું વાંધે લઈ ન શકે. બેટી, મેં તને છેલ્લી જોઈ ત્યાર પછી સાત માસ વીતી ગયા છે. એ ગાળો કેટલે બધે લાંબે લાગે છે!
મારા પત્રોમાં નિરૂપેલી વાત બહુ આનંદદાયક નથી બની. ઈતિહાસ એ આનંદદાયક વિષય નથી. માણસે ભારે પ્રગતિ કરી છે અને તેનાં યશગાન પણ ખૂબ ગવાય છે. એમ છતાંયે હજી તે અરુચિર અને સ્વાથી પ્રાણી રહ્યો છે. અને છતાયે તેના સ્વાર્થીપણું, ઝઘડાળુપણું તથા અમાનુષીપણાની લંબાણ અને ગમગીન કારકિર્દી દરમ્યાન હમેશાં પ્રગતિની ચમક દૃષ્ટિગોચર થતી રહી છે. હું જરા આશાવાદી છું અને વસ્તુઓને આશાભરી દૃષ્ટિથી નિહાળવાનું મારું વલણ છે. પરંતુ આશાવાદને કારણે આપણી એબે અને દોષ તરફ આપણે આપણી આંખ બંધ ન કરવી જોઈએ. તેમ જ અવિચારીપણાને કારણે આશાવાદ ગેરરસ્તે દોરવાઈ જવાના જોખમ સામે પણ આપણે સાવધ રહેવું જોઈએ. કારણ કે ભૂતકાળમાં આ દુનિયા જેવી હતી અને હજી આજે પણ જેવી તે છે તે ઉપરથી આશાવાદને માટે આપણને પૂરતાં કારણો મળતાં નથી. કેમકે આદર્શવાદીઓ તેમ જ જેઓ પિતાની માન્યતાઓ નિશંકપણે સ્વીકારી લેતા ન હોય એવા લેકે માટે આ દુનિયા વસમું સ્થાન છે. અનેક પ્રકારના પ્રશ્નો ઊઠે છે પરંતુ તેના સીધા