Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જાપાન રશિયાને હરાવે છે
૭૭૧ નવા નવા પ્રદેશ ખીલવવાની જરૂર ઊભી થતી ગઈ અને તેની સમગ્ર શક્તિ અને સંપત્તિ એ કાર્યમાં રેડવામાં આવી. એટલું જ નહિ પણ, એ કાર્ય માટે યુરોપની મૂડી પણ મોટા પ્રમાણમાં અમેરિકામાં રોકવામાં આવી. પરંતુ ૧૯ મી સદીના અંતમાં પોતાની મૂડીના રોકાણ માટે અમેરિકાવાસીઓ બીજા દેશે તરફ નજર કરવા લાગ્યા. તેમણે ચીન તરફ નજર કરી પરંતુ તેમને માલૂમ પડ્યું કે યુરોપી સત્તાઓ ચીનને “લાગવગનાં ક્ષેત્રોમાં વહેંચી નાખવાની તૈયારીમાં હતી. તેમને એવી પણ શંકા પડી કે છેવટે તેઓ એ લાગવગનાં ક્ષેત્રોને ખાલસા કરી દેશે. આ વસ્તુસ્થિતિ પરત્વે તેઓ નારાજીથી નિહાળવા લાગ્યા. અમેરિકાને એમાંથી બાદ રાખવામાં આવતું હતું. આથી અમેરિકાએ જેને “ખુલ્લા દ્વારની નીતિ” કહેવામાં આવે છે તે નીતિ ચીનમાં અખત્યાર કરવાનું દબાણ ર્યું. એ નીતિનો અર્થ એ હતું કે ચીનમાં વેપારરોજગાર કરવાને માટે સૌને એક સરખી સગવડ આપવી જોઈએ. બીજી સત્તાઓ એમાં સંમત થઈ
આ સતતપણે ચાલુ રહેલા આક્રમણે ચીની સરકારને સંપૂર્ણપણે ગભરાવી મૂકી. વળી એથી કરીને તેને એવી પણ ખાતરી થઈ કે સરકારની સુધારણા તેમ જ પુનર્ધટના કરવી જોઈએ. તેણે એ દિશામાં પ્રયાસ કર્યો પરંતુ વિદેશીઓની છૂટછાટ માટેની ચાલુ રહેલી નવી નવી માગણીઓને કારણે એમાં તેને સફળતા મળવાને સંભવ બહુ ઓછા હતા. રાજમાતા ઝુશી કેટલાંક વરસોથી નિવૃત્તિમાં રહેતી હતી. એ રાજમાતા જ આ પરિસ્થિતિમાંથી આપણો ઉદ્ધાર કરી શકે એમ છે એમ ચીની પ્રજા માનવા લાગી. પરંતુ એ જ સમયે, કંઈક કાવતરું થવાની શંકાથી, સમ્રાટ તે તેને કેદમાં પૂરવાને વિચાર કરી રહ્યો હતો. પરંતુ એ વૃદ્ધ રાજમાતાએ સમ્રાટને સત્તા ઉપરથી દૂર કરી રાજ્યની લગામ પિતાના હાથમાં લઈને એનો જવાબ વાળ્યો. જાપાનની પેઠે મૂલગત સુધારાઓ કરવામાં પગલાં તેણે ન લીધાં પરંતુ આધુનિક ઢબનું સૈન્ય ઊભું કરવાના કાર્યમાં તેણે પોતાનું સમગ્ર લક્ષ કેન્દ્રિત કર્યું. રક્ષણ માટે તેણે સ્થાનિક સે ઊભાં કરવાને ઉત્તેજન આપ્યું. આ સ્થાનિક સૈન્ય પિતાને “આઈ હે તાન” એટલે કે “ન્યાય સુમેળનાં દળે” એ નામથી ઓળખાવતાં, કેટલીક વાર તેમને “આઈ હે ચાન” એટલે કે, “ન્યાય સુમેળના બાહુઓ” એ નામથી પણ ઓળખવામાં આવતાં. આ બીજું નામ બંદરી શહેરમાં વસતા વિદેશીઓને કાને પહોંચ્યું અને તેમણે આવા સુંદર નામને “બોકસર' એટલે કે મુકકાબાજો એ કઢગ અનુવાદ કર્યો.
આ બોકસરો” અથવા સ્થાનિક સૈન્ય વિદેશી આક્રમણ તથા વિદેશીઓએ ચીન ઉપર તેમ જ ચીનવાસીઓ ઉપર વરસાવેલાં અસંખ્ય અપમાને સામે ઉદ્ભવેલી રાષ્ટ્રીયતાની લાગણીને પરિણામે ઊભાં થયાં હતાં. ચીનવાસીઓને