Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
७७२
જગતના ઇતિહાસનુ” રેખાદર્શન
વિદેશીઓ ઉપર પ્રેમ ઊભરાઈ જતા નહાતા એમાં કઈ આશ્રય પામવા જેવું નથી; તેમને તો વિદેશી મૂર્તિમંત અનિષ્ટ સમાન લાગતા હતા. પણ મિશનરીઓ પ્રત્યે તેમને ખાસ કરીને અણગમા હતા. તેમણે ભારે ગેરવર્તાવ ચલાવ્યા હતા. અને ચીની ખ્રિસ્તીઓને તે તેઓ દેશદ્રોહીઓ તરીકે જ લેખતા હતા. એ દળે, નવી વ્યવસ્થા સામે પોતાની રક્ષા કરવાને મથતા પુરાણા ચીનના પ્રતિનિધિઓ હતાં. પરંતુ આ રીતે તેમના એ પ્રયાસ સફળ નીવડે એમ નહોતું.
મિશનરી તેમ જ પરદેશીઓના વિરોધી આ દેશદાઝવાળા સ્થિતિચુસ્ત લોકેા તથા પશ્ચિમના લોકા વચ્ચે ધણુ અનિવાય હતું. તેમની વચ્ચે ઝધડાઓ થયા; એક. અ ંગ્રેજ મિશનરીનું ખૂન થયું તથા યુરોપિયના અને ચીની ખ્રિસ્તીઓને મેટી સંખ્યામાં મારી નાખવામાં આવ્યા. પરદેશી સરકારોએ આ રાષ્ટ્રવાદી · બૅંસર ’ ચળવળને દાખી દેવાની માગણી કરી. જેમણે ખૂનને ગુના કર્યાં તેમને તે ચીનની સરકારે શિક્ષા કરી, પરંતુ આમ પોતાના જ ક્જદને તે કેવી રીતે દાબી દઈ શકે? દરમ્યાન બાકસર ' ચળવળ ઝડપથી ફેલાતી ગઈ. એથી ગભરાઈ ઊડીને વિદેશી એલચીઓએ પોતપાતાનાં યુદ્ધજહાજોમાંથી સૈન્યે ખેલાવ્યાં. પણ એથી કરીને તેા ચીનાઓને લાગ્યું કે વિદેશીઓની ચડાઈ શરૂ થઈ ગઈ છે. થાડા જ વખતમાં રમખાણા શરૂ થયાં. જન એલચીને મારી નાખવામાં આવ્યો અને પેકિંગમાં વિદેશી એલચી ખાતાંઓને ધેરા ધાલવામાં આવ્યા.
.
,
રાષ્ટ્રવાદી ‘ બોક્સર ’ ચળવળની સહાનુભૂતિમાં ચીનના મોટા ભાગમાં લકાએ હથિયાર ઉગામ્યાં. પરંતુ કેટલાક પ્રાંતાના હાર્કમા તટસ્થ રહ્યા અને એ રીતે તેમણે વિદેશી સત્તાઓને સહાય કરી. રાજમાતાને એશક આ ‘બૉકસર’ લાકા પ્રત્યે સહાનુભૂતિ હતી પરંતુ તે છડેચોક તેમના સંબંધમાં નહેાતી. ‘ઑકસર ' લેાકા તા કેવળ ધાડપાડુઓ જ છે એમ બતાવવા વિદેશીઓએ પ્રયાસ કર્યાં. પરંતુ ૧૯૦૦ની સાલના એ બળવા વાસ્તવિક રીતે તે ચીનને વિદેશીઓની દખલગીરીમાંથી મુક્ત કરવાના રાષ્ટ્રીય પ્રયાસ હતો. સર રૉબર્ટ હાર્ટ નામના એક મોટા અંગ્રેજ અધિકારી વિદેશી કચેરીઓના આ ધેરા દરમ્યાન ત્યાં હાજર હતા. એ તે વખતે જકાતના ઇન્સ્પેકટર જનરલ હતા. તે જણાવે છે કે, ચીની લોકાની લાગણી દૂભવવા માટે વિદેશીઓ અને ખાસ કરીને મિશનરી પકાપાત્ર હતા તથા એ ખળવાના મૂળમાં “ રાષ્ટ્રીય ભાવના રહેલી હતી અને એણે પાર પાડવા ધારેલી તેમ મોટે ભાગે વાજખી હતી એમાં શંકાને સ્થાન નથી; આ વસ્તુ ઉપર જેટલા ભાર મૂકીએ તેટલા આછે છે.” ચીનમાં પેદા થયેલા આ સળવળાટથી વિદેશી સત્તાઓને ભારે ચીડ ચડી. ચીનની ભૂમિ ઉપર તેમણે ત્વરાથી પોતાનાં સૈન્યા ઉતાર્યાં. અને પેકિંગમાં ઘેરાયેલા પેાતાના પ્રજાજનને બચાવવા તથા તેમનું રક્ષણ કરવાને માટે તેમનું એ પગલું વાજખી હતું. વિદેશી કચેરીએ અથવા એલચીખાતાંને જોખમમાંથી