Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
७८०
જગતના ઇતિહાસનુ” રેખાદર્શન
તે વિવેક અથવા બુદ્ધિના પાયા ઉપર રચાયેલી હતી. ચીની લેાકેા ધના સંકુચિત અર્થાંમાં દુનિયામાં સૌથી એછામાં ઓછા ધાર્મિક છે, અને એમ છતાં નીતિ તથા સુવ્યવસ્થિત જીવનનાં ધારણાનું તેઓ કાઈ પણ ધાર્મિક પ્રજા કરતાં વધારે ચીવટપૂર્ણાંક પાલન કરતા આવ્યા છે. તેમણે મુદ્ધિના પાયા ઉપર સમાજ રચવાના પ્રયાસ કર્યાં પરંતુ તેમણે એ વસ્તુ માત્ર તેમના પુરાણા પ્રમાણગ્રંથામાં જ મર્યાદિત કરી રાખી એથી પ્રગતિ અને પરિવર્તન અટકી પડયાં અને સ્થગિતતા તથા જડતાએ ધર કર્યું. હિંદમાં આપણે ચીનના આ બુદ્ધિપ્રધાન વલણમાંથી ધણું શીખવાનું છે, કેમકે, આપણે હજીયે મતાગ્રહી ધર્મ, ન્યાતજાતા, પુરાહિતશાહી તથા ક્ચ્ડલ ખ્યાલેાના સકંજામાં સપડાયેલાં છે. ચીનના મહાન ઋષિ કૉન્ફ્યુશિયસે પોતાની પ્રજાને એક ચેતવણી આપી હતી તે આપણે પણ યાદ રાખવા જેવી છે. જેએ આધિદૈવિક સૃષ્ટિ સાથે કા કરવાના ડેઠળ રાખતા હોય તેમની સાથે કશી લેવાદેવા રાખશે નહિ. જો તમે તમારા દેશમાં આધિદૈવિકવાદને પગપેસારો કરવા દેશે તે તેને પરિણામે ભીષણ આપત્તિ આવી પડશે. ” કમનસીબે આપણા દેશમાં પોતાના માથા ઉપર ચેટલી કે જટાવાળા, લાંબી દાઢીવાળા, પોતાના કપાળ ઉપર ચિત્રવિચિત્ર ચિહ્નોવાળા અથવા તો ભગવાં વસ્ત્ર ધારણ કરનારા ઘણા માણસે આધિદૈવિક સૃષ્ટિના આડતિયા તરીકે ખપે છે અને આમ જનતાનું લેહી ચૂસે છે.
CC
,,
.
ચીન પાસે બુદ્ધિવાદના પુરાણા વારસા તથા સંસ્કૃતિ હોવા છતાં તે વમાન કાળ ઉપરનો કાબૂ ખાઈ ખેડુ હતું. અને તેની પુરાણી સસ્થા - મુશ્કેલીઓના સમયમાં તેને કશી સહાય ન આપી શકી. પરંતુ ઘટનાના ખળે તેનાં અનેક ખાળકામાં ચેતન પૂર્યુ અને જ્ઞાનની શોધ માટે તેમને અન્યત્ર પ્રેર્યાં. એ ઘટનાએએ વૃદ્ધ રાજમાતાને પણ જાગ્રત કરી. તેણે રાજબંધારણ આપવાની અને લેાકશાસન સ્થાપવાની વાતો કરવા માંડી અને જુદા જુદા દેશાનાં રાજબંધારણેાના અભ્યાસ કરવાને પરદેશમાં એક કમિશન મેકલ્યું.
વૃદ્ધ રાજમાતાની ચીની સરકાર આખરે આગેકૂચ કરવા લાગી પરંતુ પ્રજા તેના કરતાં વધારે ઝડપથી આગળ વધી રહી હતી. છેક ૧૮૯૬ની સાલમાં ડૉ. સુનયાત્સેને એક મંડળ સ્થાપ્યું હતું. એનું નામ ‘ચીની પુનરુદ્ધાર - મંડળ ' હતું. પરદેશી સત્તાઓએ ચીન પાસે બળજબરીથી અન્યાયી અને એકતરફી સધિ કરાવી હતી તેની સામેના વિરોધ તરીકે ઘણા લોકો એમાં જોડાયા. ચીના લેાકેા એને વિષમ સધિએ ' તરીકે ઓળખતા હતા. આ મંડળની ઉત્તરાત્તર વૃદ્ધે થતી ગઈ અને તેણે દેશના યુવકવર્ગને આકર્ષ્યા. - ૧૯૧૧ની સાલમાં એ મડળે પોતાનું નામ બદલીને કુમિગ-ટાંગ રાખ્યું અને તે ચીની ક્રાંતિનું કેન્દ્ર બન્યું. કુમિગ-ટાંગને અર્થ‘રાષ્ટ્રીય પ્રજાપક્ષ' એવે થાય છે. એ ચળવળના પ્રવક ડૉ. સુને પોતાના દેશના રાજ્યબંધારણ માટેના નમૂના
.
'