Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૧૮, ચીન પ્રજાસત્તાક બને છે
૩૦ ડિસેમ્બર, ૧૯૭ર જાપાને રશિયા ઉપર મેળવેલી જીતથી એશિયાની પ્રજાઓ હરખમાં આવીને કેટલી બધી પુલકિત થઈ ગઈ હતી તે આપણે જોઈ ગયાં. પરંતુ એને તાત્કાલિક પરિણામ એ આવ્યું કે એથી આક્રમણકારી સામ્રાજ્યવાદી સત્તાઓમાં એકને ઉમેરે થે. એની પહેલી અસર કોરિયાને વેઠવી પડી. જાપાનને ઉદય કેરિયાના પતનને નિમિત્ત બન્યા. પિતાનાં દ્વાર ઉઘાડીને જાપાન દુનિયા સાથે સંપર્કમાં આવ્યું ત્યારથી જ કોરિયા અને અમુક અંશે મંચૂરિયા પિતાનાં છે એમ જાપાન માનવા લાગ્યું હતું. અલબત તેણે વારંવાર જાહેર
ક્ય કર્યું કે ચીનની અખંડિતતા તથા કોરિયાના સ્વાતંત્ર્યને તે માન્ય રાખનાર હતું. જ્યારે તેઓ સામા પક્ષને લૂંટતી હોય છે ત્યારે તેના પ્રત્યેની ભલી લાગણીઓની ગલીચ ખાતરીઓ આપવાની તથા તેઓ જ્યારે કતલ ચલાવી રહી હોય છે ત્યારે જીવનની પવિત્રતાની ઘોષણા કરવાની સામ્રાજ્યવાદી સત્તાઓની એક પ્રકારની પ્રથા હોય છે. આ પ્રમાણે જાપાને ગંભીરપણે જાહેર કર્યું કે કારિયામાં તે કશી દખલગીરી કરનાર નથી અને તે જ ઘડીએ તેણે તેને કબજે લેવાની પિતાની પુરાણી નીતિનો અમલ કરવા માંડયો. ચીન અને રશિયા સાથેના તેના વિગ્રહમાં તેની નજર કેરિયા તથા મંચૂરિયા ઉપર હતી. ધીમે ધીમે તેણે એ દિશામાં વધવા માંડયું હતું અને ચીન તથા રશિયાની હાર પછી હવે તેને રસ્તે મોકળ થઈ ગયે.
પિતાની સામ્રાજ્યવાદી નીતિ આગળ ધપાવવામાં જાપાનને કોઈ પણ પ્રકારની નૈતિક ભાવને નડી નહિ. તેણે ધોળે દહાડે છડેચોક આંચકી લેવા માંડયું; પિતાની દુષ્ટ એજના ઉપર ખેટ ઢાંકપિછોડો કરવાની પરવા સરખી પણ તેણે રાખી નહિ. ચીની વિગ્રહ પહેલાં છેક ૧૮૯૪ની સાલમાં પણ કોરિયાની રાજધાની સેલમાં આવેલા રાજમહેલમાં બળજબરીથી પિસી જઈને તેમના કહેવા પ્રમાણે ન કરનાર રાણીને ત્યાંથી ઉપાડી જઈજાપાનીઓએ કેદ કરી હતી. રશિયન વિગ્રહ પછી ૧૯૦૫ની સાલમાં જાપાની સરકારે કારિયાના રાજાને પિતાના દેશની સ્વતંત્રતા લખી આપીને જાપાનનું આધિપત્ય સ્વીકારવાની ફરજ પાડી. પણ આટલાથીયે તેમને સંતોષ ન થયો. એ પછી પાંચ વરસ કરતાં પણ ઓછા સમયમાં એ કમનસીબ રાજાને દૂર કરવામાં આવ્યો અને કેરિયાને જાપાની સામ્રાજ્યમાં જોડી દેવામાં આવ્યું. ૧૯૧૦ની સાલમાં આ બનાવ બન્ય. ૩૦૦૦ કરતા વધારે વરસના ઇતિહાસ પછી કેરિયા એક નિરાળા રાજ્ય તરીકે મટી ગયું. જે રાજાને આ રીતે દૂર કરવામાં આવ્યો તે ૫૦૦ વરસ પૂર્વે મંગલોને હાંકી કાઢનાર રાજવંશને વંશ જ હતું. પરંતુ તેના