Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જાપાન રશિયાને હરાવે છે
ওওও ઊભી કરી. પછીના સમયમાં એ સંસ્થા ભારે મશહૂર થવાની હતી. એ સંસ્થા સેવિયેટને નામે ઓળખાવા લાગી.
ચીન અને જાપાન તથા જાપાન રશિયાના વિગ્રહની વાત કરતાં કરતાં મારી હંમેશની ટેવ પ્રમાણે ૧૯૦૫ની રશિયન ક્રાંતિની વાત ઉપર હું ઊતરી પડ્યો. પરંતુ આ જાપાન-રશિયા વિગ્રહની પૂર્વ પીઠિકા તને સમજાવવાને ખાતર મારે તને એ વિષે થોડું કહેવું પડયું. ઘણે અંશે ક્રાંતિના એ પ્રયાસ તથા પ્રજાના તે વખતના માનસને કારણે જ ઝારને જાપાન સાથે સમજૂતી કરવી પડી.
૧૯૦૫ના સપટેમ્બર માસમાં થયેલી પોર્ટસ્મથની સંધિથી જાપાન-રશિયાના વિગ્રહને અંત આવ્યું. પિોર્ટસ્મથ યુનાઈટેડ સ્ટેટ્સમાં આવેલું છે. યુનાઈટેડ સ્ટેટસના પ્રમુખે બંને પક્ષોને ત્યાં લાવ્યા હતા અને એ સંધિ ઉપર ત્યાં સહીઓ થઈ. આ સંધિની રૂએ જાપાનને પોર્ટ આર્થર તથા લિયેટાંગ દ્વીપકલ્પ આખરે પાછાં મળ્યાં. તને યાદ હશે કે ચીની વિગ્રહ વખતે જાપાનને તે છડી દેવાની ફરજ પાડવામાં આવી હતી. વળી જાપાનને રશિયાએ મંચૂરિયામાં બાંધેલી મોટા ભાગની રેલવે તથા જાપાનની ઉત્તરે આવેલ સખાલીનનો અરધો ટાપુ પણ મળ્યાં. એ ઉપરાંત રશિયાએ કોરિયા ઉપરના પિતાના બધા દાવાઓ તજી દીધા.
આમ જાપાન જીત્યું અને મહાન સત્તાઓના જાદુઈ વર્તાલમાં તે દાખલ થયું. એશિયા ખંડના એક દેશ જાપાનની જીતથી એશિયાના બધા દેશમાં દૂરગામી અસર થવા પામી. જાપાનની એ જીતથી કુમાર અવસ્થામાં હું કેટલો બધે ઉત્સાહિત થયો હતો તેની વાત હું તને આગળ કહી ચૂક્યો છું. એ ઉત્સાહ અથવા ઉત્તેજના તે સમયે એશિયાના અસંખ્ય કુમારકુમારિકાઓ તથા પુખ્ત ઉંમરનાં સ્ત્રી પુરુષોએ અનુભવી હતી. યુરોપની એક મહાન સત્તાને હરાવવામાં આવી હતી. એટલે ભૂતકાળમાં જેમ તેણે અનેક વાર હરાવ્યું હતું તેમ હજી પણ એશિયા યુરોપને હરાવી શકે એમ હતું. એશિયાના પૂર્વના દેશમાં રાષ્ટ્રવાદનું મોજું વધારે ઝડપથી ફરી વળ્યું અને “એશિયાવાસીઓ માટે એશિયા ને પિકાર સંભળાવા લાગ્યું. પરંતુ આ રાષ્ટ્રવાદમાં ભૂતકાળની સ્થિતિ તરફ પાછું પ્રયાણ કરવું તથા પુરાણી રૂઢિઓ અને માન્યતાઓને વળગી રહેવું માત્ર એટલો જ સમાવેશ નહોતો થતો. જાપાનની છત પશ્ચિમના દેશોની નવીન ઔદ્યોગિક પદ્ધતિઓના અંગીકારને આભારી હતી એમ જોવામાં આવ્યું અને પૂર્વના દેશોમાં સર્વત્ર એ વિચાર અને પદ્ધતિઓ વધારે લોકપ્રિય બન્યાં.