Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૭૮ર
જગતના ઈતિહાસનું રેખાદર્શન એનું વેર લીધું બે વરસ પછી ૧૯૧૧ની સાલમાં બળવે ફાટી નીકળે ત્યારે ગભરાઈને સમ્રાટને નામે શાસન કરનારે તેને પાછા બોલાવ્યું. પિતાની શરતે માન્ય થયા વિના પાછા જવાને યુઆનને ઈરાદે નહોતે. એટલે તેણે એ આમંત્રણને એવો જવાબ વાળ્યું કે, આ ઘડીએ હું ઘર છોડી શકું એમ નથી એમ જણાવતાં મને ખેદ થાય છે. કેમકે હું પ્રવાસ કરી શકું એટલે મારે પગ હજી સાજો થયે નથી! એક માસ પછી તેની શરત માન્ય રાખવામાં આવી ત્યારે તેને પગ એકદમ સાજો થઈ ગયે.
પણ ક્રાંતિને દાબી દેવાની ઘડી વહી ગઈ હતી અને કઈ પણ બાજુ તરફ પિતાને પક્ષપાત બતાવીને પિતાની જાતને જોખમમાં ન મૂકવા જેટલે યુઆન કુશળ હતું. આખરે તેણે મંચૂઓને ગાદીત્યાગ કરવાની સલાહ આપી. તેમને પ્રજાસત્તાકનો સામને કરવાનું હતું અને તેમના પિતાના સેનાપતિએ જ તેમને ત્યાગ કર્યો હતો એ સ્થિતિમાં હવે તેમને માટે એ સિવાય બીજો ઉપાય રહ્યો નહોતે. ૧૯૧૨ના ફેબ્રુઆરીની ૧૨મી તારીખે ગાદીત્યાગની જાહેરાત બહાર પાડવામાં આવી અને અઢીસ વરસ કરતાંયે વધારે સમયના યાદગાર શાસન પછી મંચૂવંશ ચીનની રંગભૂમિ ઉપરથી અદશ્ય થયો. એક ચીની કહેતી પ્રમાણે “સાવજની ગર્જના સાથે તેઓ આવ્યા અને એક સર્પની પૂંછડીની પેઠે તેઓ લુપ્ત થયા.”
એ જ દિવસે એટલે કે ૧૨મી ફેબ્રુઆરીએ નવા પ્રજાસત્તાકની રાજધાની નાન્ટીનમાં – જ્યાં આગળ મિંગ વંશના પ્રથમ સમ્રાટનું કીર્તિમંદિર પણ આવેલું હતું–આશ્ચર્યકારક વિધિ કરવામાં આવી. એ વિધિમાં પ્રાચીન તેમ જ અર્વાચીન ભાવનાઓને સુમેળ સાધવામાં આવ્યું હતું. પ્રજાસત્તાકના પ્રમુખ ડૉ. સુનચાતસેન પિતાના પ્રધાનમંડળ સહિત આ કીર્તિમંદિરમાં ગયા અને ત્યાં આગળ તેમણે પ્રાચીન રીત પ્રમાણે આહુતિ આપી. અને આ પ્રસંગે પિતાના વ્યાખ્યાનમાં તેમણે જણાવ્યું, “આપણે પૂર્વ એશિયામાં પ્રજાસત્તાક રાજ્યતંત્રના અખતરાને આરંભ કરી રહ્યા છીએ. પુરુષાર્થ કરનારાઓને સફળતા ભલેને વહેલી કે મોડી મળે પરંતુ એ વાત તે નિશ્ચિત છે કે સજ્જનને અંતે તેમના પુરુષાર્થને બદલે મળે છે જ. તે પછી આપણને વિજય મળતાં વિલંબ થાય એ માટે આપણે અસંતુષ્ટ શાને થવું જોઈએ ?” સ્વદેશમાં તેમ જ પિતાના દેશવટા દરમ્યાન અનેક વરસો સુધી ડૉ. સુનચાસેને ચીનની મુક્તિ માટે ભારે પ્રયાસ કર્યો અને આખરે વિજય તેમને વરતે જણાયો. પરંતુ સ્વાતંત્ર્ય એ હાથમાં આવે અને પડમાંથી વારંવાર છટકી જાય એ સરકણે મિત્ર છે અને સફળતા વરે તે પહેલાં તે પૂરેપૂરી કિંમત માગે છે. વળી તે ખાટી આશાઓ આપીને આપણી વારંવાર હાંસી કરે છે તથા તે આપણને પ્રાપ્ત થાય તે પહેલાં અનેક વિટંબણુઓ અને મુશ્કેલીઓ દ્વારા તે આપણું